ગુજરાતને 112થી સલામતી આપવામાં અમિત શાહે 6 વર્ષ મોડું કર્યું, કેવી રીતે! | Gujarat | 112

દિલીપ પટેલ

Gujarat Dial 112 Service: હાલમાં જ ભાજપ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી  અલગ અલગ અપદા નંબર હવે બંધ કરી માત્ર એક નંબર રાખ્યો છે. કોઈપણ સમસ્યા હોય માત્ર 112 ડાયલ કરવાનો રહેશે.  ગુજરાતમાં મેડિકલ ઈમરજન્સી માટે 108, પોલીસ માટે 100, ફાયર બ્રિગેડની 101, અભયમ હેલ્પલાઇન, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન માટે 181 તેમજ અન્ય આપાતકાલીન સ્થિતિમાં અલગ-અલગ સેવા માટે અલગ-અલગ નંબર ડાયલ કરવામાંથી મુક્તિ મળી છે. હવે 112 નંબર ડાયલ કરી કટોકટીમાં મદદ મળવાની શરુઆત થઈ ગઈ છે. જે માટે ગુજરાતમાં અઢળક પોલીસ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જો કે આ સેવા મોડે મોડેથી શરુ કરવામાં આવી છે.

ગુજરાતના લોકોને કટોકટીના સમયમાં મદદ કરવા માટે ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ઘણું મોડું કરીને ગુજરાતને અન્યાય કર્યો છે. 112 અગાઉથી શરૂ છે ત્યારે ફરીથી શરૂ કરતાં અમિત શાહે કહ્યું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં છે. ઘણી અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન કાળમાં ગુજરાતની સરહદો અભેદ્ય કિલ્લા જેવી બની ગઈ. આજે ગુજરાત કાયદો અને વ્યવસ્થામાં નંબર વન છે.

પણ અમિત શાહે નાગરિકોની સુરક્ષા માટે દેશના બીજા રાજ્યો કરતાં ઘણું મોડું કરી દીધું છે. આ સેવા તો 2019માં શરૂ કરી દેવાઈ હતી તો ગુજરાત સરકાર અને અમિત શાહે 6 વર્ષ મોડું કેમ કર્યું.

દેશમાં 2015માં 112 નંબરની જાહેરાત કરી તેના 10 વર્ષ પછી ગુજરાતમાં ગૃહ પ્રધાન અમલી બનાવી રહ્યાં છે. ગુજરાતમાં વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. તેના 7 વર્ષ પછી તે આખા ગુજરાતમાં શરૂ થઈ છે. ગુજરાતના નાણા પ્રધાને તો આ 112 સેવાને રામરાજ્ય સાથે સરખાવી હતી. હવે તે કટોકટીની મદદ માટેનો નંબર પણ કટોકટીની જેમ શરૂ કરવાના બદલે નિરાંતે કરાયો છે.

ભારતના ઘણા રાજ્યોમાં ઘણા સમયથી 112 ઇમરજન્સી યોજના ચાલુ છે. સફળ છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની યોજના છે. પણ અમિત શાહે ગુજરાતને દેશના અનેક રાજ્યોથી પાછળ રાખીને મહત્વનું કામ ઠેલી દીધું હતું. ગુજરાતના લોકો માટે આ મોટો અન્યાય છે.

નિયંત્રણ કક્ષ

ગાંધીનગરમાં સેન્ટ્રલાઈઝ્ડ યુનિફાઇડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદમાં કોલ સેન્ટર શરૂ કરાયું છે. 150 પોલીસ કર્મચારી છે. 500 જનરક્ષક વાન છે. દરેક જિલ્લામાં 112 જનરક્ષક કેન્દ્ર કાર્યરત કરાયું છે. જે પીસીઆર વાનના રીયલ ટાઇમ મોનિટરિંગ કરાય છે. સ્થાનિક પોલીસ કે ફાયર કે મહેસૂલી સેવાને 112 તંત્રને તેની જાણ કરાય છે અને 10 મીનીટમાં મદદ પહોંચી જાય છે.

ફીડબેક

ઇમરજન્સી રિસ્પોન્સ સાથે જોડાયેલા પોલીસ અને કર્મચારીઓને ડિજિટલ અપડેશન અને રિયલ ટાઇમ રિસ્પોન્સની તાલીમ અપાઈ છે. દરેક પોલીસ મથક દીઠ સ્ટાફની નિમણુંક કરાઈ છે. ટેબ્લેટ અને જનરક્ષક એપ્લિકેશન સંચાલન માટે પીસીઆર વાનના સ્ટાફને SOP મુજબ તાલીમ આપવામાં આવી છે.
કોલ રિસીવ થયા બાદ ઇમરજન્સી કામગીરી કેવી રીતે હાથ ધરાઈ તેની વિગતો પીસીઆર વાનના સ્ટાફ દ્વારા ડિજિટલી અપલોડ કરાય છે. કામ પૂર્ણ થયા બાદ 48 કલાકમાં Caller Feedback પણ લેવાય છે. જેથી સેવા સુધારવા માટે ડેટા મળી શકે.

1 હજાર વાન

ગુજરાત પોલીસના બેડામાં નવી 500 વાન ઉમેરવામાં આવતા હવે એક હજાર જેટલી વાન થશે. જોકે તે 1200 આપવાની જાહેરાત કરાઈ હતી. જેનો અમલ કરાયો નથી.

30 મીનીટમાં મદદ

2024-25ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે 112ની જાહેરાત કરી હતી. ત્યારે કહેવાયું હતું કે, નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જશે. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ 1100 જનરક્ષક વાહનો હશે.

ગુજરાત 8 મિનિટ કેમ નહીં

સરકાર કોઈપણ કોલ પર 10 થી 12 મિનિટનો પ્રતિભાવ સમય નક્કી કરવાની યોજના ધરાવે છે, જેને 6-8 મહિનામાં લગભગ 8 મિનિટ સુધી ઘટાડવાનું લક્ષ્ય છે.

રામરાજ્ય

નાણાં પ્રધાન કનુ દેસાઈએ કહ્યું હતું કે नहिं दरिद्र कोउ, दुखी न दीना, नहिं कोई अबुध, न लच्छन हीना. રામરાજ્યની પરિકલપના સાકાર કરવા અમે કૃતનિશ્ચયી છીએ. સ્વથી ઉપર ઉઠીને સમસ્તિનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે. પણ ગુજરાતમાં કળિયુગ હોય તેમ રામરાજ્ય લાવવામાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરાકાર મોડી પછી છે. 112થી હવે રામરાજ્ય આપી જશે એવું દેસાઈની કથનથી માની શકાય.

16 જુલાઈ 2025થી 17 પીસીઆર વાન રાજકોટમાં 112 શરૂ કરી દેવાઈ હતી. તો પછી અમિત શાહે શા માટે ઉદઘાટન કર્યું તે મોટો પ્રશ્ન છે.

7 જિલ્લામાં ચાલુ છે

પહેલની શરૂઆત વર્ષ 2019માં 7 જિલ્લામાં પ્રોજેક્ટ અમલી હતો. ERSS ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હવે જનરક્ષક બની છે. એકીકૃત કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓમાં રિયલ ટાઇમ મોનિટરિંગ થાય છે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું સ્વતંત્ર રીતે નિરીક્ષણ કરાય છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.

સાત જિલ્લામાં 1.49 કરોડ ફોન

19 ફેબ્રુઆરી, 2019થી 112 સેવા ગુજરાતના સાત જિલ્લા – ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટાઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં ચાલુ હતી. તો પછી અમિત શાહે શા માટે ઉદઘાટન કર્યું તે એક પ્રશ્ન પોલીસ વિભાગમાં છે.

7 જિલ્લામાં 19 ફેબ્રુઆરી 2019થી 1.49 કરોડ ઈમરજન્સીના ફોન કોલ 2025 સુધીમાં આવેલા છે. જેમાં 69,477 ફોન કોલમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. હાલમાં આ સાત જિલ્લામાં એવરેજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ 26 મિનિટ અને 59 સેકન્ડનો રહ્યો હતો.

6 મહિના કામ પડી રહ્યું

પરંતુ ગ્રાસે મક્ષિકા 112ની થઈ હતી. ગોધરા 108 કચેરીમાં 112 જનરક્ષક ERSS ભરતી કરાઈ હતી. 112 જનરક્ષક સેવાના 1200 પાયલોટો બેરોજગાર બેસી રહ્યા હતા. માર્ચ 2025માં પરીક્ષા અને તાલીમ અપાઈ પણ 6 મહિનાથી તેઓ સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. તેમને નિયુક્તિ પત્ર આપ્યો ન હતો. તેમને 20 હજારનો પગાર કરારની નોકરીથી આપવામાં આવે છે. ઉમેદવારોને ચાર વખત ગાંધીનગરમાં બોલાવાયા હતા. 500 નવી ગાડીઓ ખરીદી હતી પરંતુ, આ ગાડીઓ પણ હાલ ધૂળ ખાઈ રહી હતી.

મધ્યપ્રદેશ આગળ

1 નવેમ્બર 2015માં ડાયલ 100 સેવા, ભારતની પ્રથમ કેન્દ્રીયકૃત, મધ્ય પ્રદેશ રાજ્યવ્યાપી પોલીસ કટોકટી પ્રતિભાવ પ્રણાલી હતી. મધ્ય પ્રદેશમાં 40 સીટર ડિસ્પેચ યુનિટ છે. પ્રતિ શિફ્ટ 100 એજન્ટો છે. PRI લાઇનથી SIP આધારિત ટ્રંક લાઇન છે. એડવાન્સ્ડ બિઝનેસ ઇન્ટેલિજન્સ (BI) અને MIS રિપોર્ટિંગ ટૂલ્સ છે. નાગરિકો અને FRV વચ્ચે કનેક્ટિવિટી સુધારતી વખતે ગુપ્તતા જાળવવા માટે નંબર માસ્કીંગ સોલ્યુશન છે.
ટ્રેક કરવા માટે વ્યાપક ફ્લીટ મેનેજમેન્ટ સોફ્ટવેર છે. ચેટબૉટ જેવા નોન-વોઇસ મોડ્સ દ્વારા નાગરિકોની ક્રિયાપ્રતિક્રિયાઓ અને ફરિયાદોનું ટ્રેકિંગ થાય છે. નાગરિકો અને પોલીસ અધિકારીઓ માટે વિશિષ્ટ મોબાઇલ એપ્લિકેશન્સ છે. FRV માં ડેશબોર્ડ કેમેરા અને બોડી વેર્ન કેમેરા છે.

અમેરિકાથી પ્રેરણા
ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 2019માં કેન્દ્ર સરકારે 112 નંબર શરૂ કર્યો હતો. કટોકટી માટે અમેરિકામાં 911 નંબર છે. તેમાંથી ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પ્રેરણા લઈને શરૂ કર્યો હતો. 112ને એક જ ઈમરજન્સી નંબર તરીકે જાહેર કર્યો છે.

પેનિક બટન

112 ડાયલ કરીને અથવા સ્માર્ટફોન પર પાવર બટન ત્રણ વખત ઝડપથી દબાવીને કટોકટી માટે કોલ કરી શકાય છે. ભારતમાં ઓલ-ઇન-વન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પેનિક કોલ સુવિધા પણ પૂરી પાડે છે. પેનિક કોલ સક્રિય કરવા માટે તમારે ‘5’ અથવા ‘9’ નંબર પર લાંબા સમય સુધી દબાવવું પડશે. ERSS વેબસાઇટ છે. કટોકટી ઇમેઇલ કરી શકાય છે. ERC ને SOS ચેતવણી મોકલી શકાય છે. ઘણા લોકો કોઈપણ કટોકટીના કિસ્સામાં બધા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરોથી સંપૂર્ણપણે વાકેફ નથી. ગુના, અકસ્માતો અને તબીબી કટોકટીની વધતી ઘટનાઓ, હાલની કટોકટી રિપોર્ટિંગ પદ્ધતિ છે. દરેક સ્થળના સ્થાનિક ઈમરજન્સી નંબર યાદ રાખવાની જરૂર નથી. કારણ કે કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો તણાવ અથવા ગભરાટમાં પણ હોઈ શકે છે. 112 ઇન્ડિયા એપ પણ શરૂ કરવામાં આવી છે.

કુટુંબ અને મિત્રોને જોડી શકાય

આ નંબર ડાયલ કરતાની સાથે જ, માહિતી તરત જ બધા સુધી પહોંચી જાય છે. આ નંબર પર થતી વાતચીત રેકોર્ડ થાય છે. 112 હેલ્પલાઇનની મોબાઇલ એપમાં 10 પરિવારના સભ્યો અને મિત્રોને સામેલ કરી શકાય છે. ઇમરજન્સી નંબર ડાયલ કરતાની સાથે જ આ 10 લોકોને પણ માહિતી મળી જાય છે.

કાયદો

112 નંબર ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, 1885 કાયદો લાગુ પડે છે. “પેનિક એલર્ટ સિસ્ટમ” અને કટોકટી સેવા કામગીરી માટે 112 છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત છે. જે “નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ (ERSS)” હેઠળ સંચાલિત થાય છે, જે સમગ્ર દેશમાં લાગુ પડે છે.

16 રાજ્યો
16 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, કાશ્મીર રાજ્યોએ સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. ગૃહ મંત્રાલયએ 112ની રીલ બનાવવા લોકોને આમંત્રણ આપ્યું હતું.

ઝિકિત્ઝા કંપની

ઝિકિત્ઝા કંપનીએ આ કામ કર્યું છે જે, ભારતના ઘણા રાજ્યોમાં 104 આરોગ્ય હેલ્પલાઇન, 102 અને 108 એમ્બ્યુલન્સ ચલાવી રહી છે અને 181 પંજાબ પોલીસનું સંચાલન પણ કરી રહી છે. ઝિકિત્ઝા લિમિટેડે હંમેશા એક કેન્દ્રીયકૃત કટોકટી નંબરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો:

Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

છૂટાછેડા પછી ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ અંગે કર્યો ચોકાવનારો ખૂલાસો, જુઓ શું કહ્યું? | Dhanashree | Yuzvendra Chahal

Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી

PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?

 

Related Posts

Iran GPS: ઇરાન GPSથી દૂર, અમેરિકામાં સંવેદનશીલ માહિતી માટે વૉટ્સએપના ઉપયોગ ઉપર પ્રતિબંધ આવશે?
  • September 2, 2025

અહેવાલ : ડૉ. જયનારાયણ વ્યાસ Iran GPS:  છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયાભરની સરકારો યુક્રેન તેમજ મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધોને અત્યંત બારીકાઈપૂર્વક જોઈ રહી છે. આ પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ તો આવનાર સમયના…

Continue reading
Gujarat education: મોદીના રાજમાં અભણ ગુજરાત, 80 ટકા વિદ્યાર્થીઓ શાળા છોડી કેમ જાય છે?
  • September 1, 2025

Gujarat education : તાજેતરમાં કેન્દ્ર સરકારે એક અહેવાલ જાહેર કર્યો હતો જેમાં આખા દેશના તમામ રાજ્યોની શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કેવી પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ જાહેર થયો છે તેમાં ગુજરાતમાં એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

મારો ભાઈ કહે છે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર: પ્રિયંકા ગાંધી: Priyanka Gandhi

  • September 2, 2025
  • 5 views
મારો ભાઈ કહે છે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર: પ્રિયંકા ગાંધી: Priyanka Gandhi

Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

  • September 2, 2025
  • 13 views
Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?

  • September 2, 2025
  • 6 views
MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?

Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

  • September 2, 2025
  • 16 views
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

Indore News: હોસ્પિટલમાં ઉંદરોએ બે નવજાતના હાથ કરડી ખાધા, પરિવારજનોને ખબર પડતા જ…

  • September 2, 2025
  • 10 views
Indore News: હોસ્પિટલમાં ઉંદરોએ બે નવજાતના હાથ કરડી ખાધા, પરિવારજનોને ખબર પડતા જ…

Punjab: AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસકર્મીને સ્કોર્પિયોની અડફેટે લીધો

  • September 2, 2025
  • 15 views
Punjab: AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર,  પોલીસકર્મીને સ્કોર્પિયોની અડફેટે લીધો