Rajkot: ‘હેલમેટ છોકરા પાસે મંગાવ્યું છે, ભાજપ નેતા જ હેલમેટ વિના પકડાયા તો કેવા ગોળ-ગોળ જવાબ આપ્યા?

  • Gujarat
  • September 9, 2025
  • 0 Comments

Rajkot: રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલમેટ પહેરવું ફરજિયાત કરાયું છે. રાજકોટમાં 50 સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમની અમલવારી શરૂ કરવામાં આવી છે, જેમાં હેલ્મેટ ન પહેરનારા ચાલકોને 500 રૂપિયાનો દંડ, બીજી વખત 1000 રૂપિયાનો દંડ અને ત્રીજી વખત લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. ત્યારે આ નિયમનો ઉલ્લઘન કરતાં ખુદ ભાજપ નેતાઓ જ પકડાયા છે. જેનો એક વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતના રાજકોટ શહેરમાં 8 સપ્ટેમ્બર 2025થી ટુ-વ્હીલર ચાલકો અને તેમની પાછળ બેસનાર વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાનો નિયમ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી માટે રાજકોટમાં 50 સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા નાકાબંધી શરૂ કરવામાં આવી છે. નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે પ્રથમ વખત રૂ. 500નો દંડ, બીજી વખત રૂ. 1,000નો દંડ અને ત્રીજી વખત ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. જોકે, આ નિયમની શરૂઆતના એક જ દિવસમાં વિવાદ સર્જાયો છે, કારણ કે ભાજપના કેટલાક નેતાઓ હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોવા મળ્યા છે, અને પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાના આરોપ લાગ્યા છે.

પોલીસ પર પર પક્ષપાતના આરોપ

8 સપ્ટેમ્બરે રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નિયમની અમલવારીનો પ્રથમ દિવસ હતો. આ દરમિયાન ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી હેલ્મેટ વિના ટુવ્હીલર પર જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મીડિયાકર્મીઓએ તેમને ઘેરી લઈને હેલ્મેટ ન પહેરવા અંગે સવાલો કર્યા હતા. નીતિન રામાણીએ જવાબમાં જણાવ્યું કે તે છોકરો હેલ્મેટ લેવા ગયો છે આવે છે, ફરી કહ્યું પોતાની કારમાં આવ્યા હતા. મતલબ તેમણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. પોલીસે પણ તેમના વિરુધ્ધ કોઈ કાર્યવાહી ન કરતાં સવાલો ઉભા થયા છે.

ધરણા કાર્યક્રમમાં પણ નિયમનું ઉલ્લંઘન

આ વિવાદની વચ્ચે 8 સપ્ટેમ્બરે રાજકોટ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા વિરુદ્ધ બિહારમાં થયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ઘણા આગેવાનો અને કાર્યકરો હેલ્મેટ વિના બાઇક લઈને પહોંચ્યા હતા. આમ છતાં, ટ્રાફિક પોલીસે તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરી ન હોવાના આરોપ સામે આવ્યા છે. આ ઘટનાએ સામાન્ય નાગરિકોમાં નારાજગી ફેલાવી છે, અને પોલીસ પર પક્ષપાતના આરોપ લાગ્યા છે. લોકોનું કહેવું છે કે જો સામાન્ય નાગરિકોને નિયમભંગ માટે દંડ ફટકારવામાં આવે છે, તો ભાજપ નેતાઓને કેમ છૂટ આપવામાં આવે છે?

નાગરિકોમાં રોષ અને સવાલો

આ ઘટનાઓએ રાજકોટના નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે કે ટ્રાફિક પોલીસ સામાન્ય લોકોને હેરાન કરે છે, પરંતુ રાજકીય પ્રભાવ ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ દાખવે છે. એક નાગરિકે કહ્યું, “જો નિયમ બધા માટે સમાન છે, તો ભાજપ નેતાઓને કેમ દંડ નથી થતો? આ પક્ષપાત નથી?” બીજી તરફ, કેટલાક લોકોએ હેલ્મેટ નિયમનું સમર્થન કર્યું છે, પરંતુ તેની નિષ્પક્ષ અમલવારીની માંગ કરી છે.

 

આ પણ વાંચો:

Viral Video: બે મુસ્લીમ દુકાનદારો મીઠાઈમાં વીર્ય ભેળવતાં ઝડપાયા!, પછી થયા આવા હાલ!

Viral video: ટ્રેનમાં પૈસા માંગતી કિન્નરને જોઈ લોકો પીગળી ગયા, કહ્યું: ભગવાને કરી મોટી ભૂલ

ધનખડનું રાજીનામું અને વોટ ચોરી પકડાયા બાદ દેશના રાજકારણમાં શું રંધાઈ રહ્યું છે? | Vote chori | Politics | Modi

પહેલીવાર 3 પૂર્વ ચૂંટણી કમિશનર ભેગા થયા!, CEC જ્ઞાનેશ કુમારની વાટ લગાડી દીધી | Election Commissioner | Vote Chori

Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?

 

 

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ