Gujarat Rain Alert: ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો! જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી

  • Gujarat
  • September 9, 2025
  • 0 Comments

Gujarat Rain Alert: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ, જેણે રાજ્યમાં વ્યાપક વરસાદ વરસાવ્યો, તે હવે નબળી પડીને પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમના પ્રભાવથી ગુજરાતના 80-85% વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં. કેટલાક વિસ્તારોમાં 5થી 15 ઇંચ સુધી વરસાદ પડ્યો, જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો.

વરસાદને લઈને પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ સિસ્ટમ હવે નબળી પડી રહી છે અને આગામી 24-48 કલાકમાં કરાચી થઈને અરબ સાગર તરફ ખસશે. આનાથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઘટશે. 9 અને 10 સપ્ટેમ્બરે પશ્ચિમ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 1-2 ઇંચ સામાન્ય વરસાદની શક્યતા છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં આજે મોડી રાતથી વરસાદ બંધ થશે. 10 સપ્ટેમ્બર સુધીમાં પવનની ગતિ પણ સામાન્ય થઈ જશે.

વરસાદનો નવો રાઉન્ડ આ તારીખશી શરુ થશે

હાલનો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયો છે, પરંતુ ચોમાસું હજુ ચાલુ છે. ગોસ્વામીની આગાહી મુજબ, 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જોકે તે સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના 40-50% વિસ્તારોમાં જ વરસાદની શક્યતા છે. ખેડૂતોને સલાહ છે કે 15-16 સપ્ટેમ્બર સુધીના વરસાદ વિનાના સમયનો લાભ લઈને કૃષિ કાર્યો પૂર્ણ કરી લે.

સૌરાષ્ટ્રમાં આગાહી પ્રમાણે પરિણામ ન આવ્યું

ગોસ્વામીએ સ્વીકાર્યું કે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદની તેમની આગાહી પ્રમાણે પરિણામ ન આવ્યું. તેમણે કહ્યું કે આવી મોટી સિસ્ટમમાં 2-5% તફાવત સામાન્ય છે, અને આવા સંજોગોમાં સત્ય સ્વીકારવું મહત્વનું છે.

ખેડૂતોને તકનો લાભ લેવા સલાહ

આ રાહતના સમયગાળામાં ખેડૂતો માટે આ એક સારી તક છે કે તેઓ પોતાના ખેતીના કામોને વેગ આપે, જ્યારે નવા વરસાદી રાઉન્ડની તૈયારી પણ રાખે.

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 1 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 6 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો