
અમદાવાદના નારોલની મટન ગલીમાં વરસાદી પાણીથી ભરેલા રોડ પરથી એક્ટિવા દોરીને લઈ જતી વખતે દંપતી ખાડામાં પડ્યું હતું, પરંતુ ખુલ્લા વાયરને કારણે પાણીમાં કરંટ પ્રસરેલો હોવાથી દંપતિના મોત થઈ ગયા હતા. જો કે દંપતિના મોતની જવબદારી લેવા માટે અનાકાની કરી રહ્યું છે. ભાજપ( BJP )ના રાજમાં અનેક બેદરકારી નજરે પડી રહી છે. બીજી તરફ CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માત્ર એક વર્ષમાં જ 11,869 કરોડ રૂપિયા ક્યાં ગયા તેનો કોઈ પુરાવો જ નથી.
દંપતિનું મોત
રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ અને તેમનાં પત્ની અંકિતાબેન સોમવારે મોડી રાત્રે એક્ટિવા પર મટન ગલીમાંથી પસાર થઈ રહ્યાં હતાં, પરંતુ પાણી ભરાયેલું હોવાથી તેઓ ઊતરી ગયાં હતાં અને એક્ટિવા દોરીને લઈ જતાં હતાં ત્યારે અંકિતાબહેન પડી ગયાં હતાં, જેમને ઉપાડવા જતા રાજનભાઈ પણ પડ્યાં હતાં. જોકે વીજ થાંભલાના ખુલ્લા વાયરને કારણે પાણીમાં કરંટ હોવાથી બંનેનાં મોત નીપજ્યાં હતાં. લોકોએ જાણ કરતા ફાયરબ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બીજી તરફ પરિવાર સહિતના લોકો દક્ષિણ ઝોન કચેરીએ મૃતદેહ લઈ ગયો હતો અને તંત્રની બેદરકારીના નારા લગાવ્યા હતા.
જો કે હવે વીજ વિભાગ અને AMC તંત્ર જુદાં જુદાં બહાના કાઢી રહ્યું છે. કોઈ જવબાદારી લેવા તૈયાર નથી. ત્યારે નિષ્ણાંતોનું માનવું છે કે આ ઘટનામાં વીજ કંપની ટોરેન્ટ જ જવાબદાર છે. તેમાં કોઈ કેસ કરવાની જરુર નથી. મૃતકોના પરિવારને સહાય આપી દેવી જોઈએ.
સરકાર પાસે કરોડો રુપિયાનો હિસાબ નથી
બીજી તરફ નાગરિકોને સુરક્ષા પુરી ન પાડી શકતી ભાજપ સરકારની કોરોડની ઘાલમેલ સામે આવી છે. 8 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન 3 દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાયું હતુ. સત્રના અંતિમ દિવસે વિધાનસભામાં CAG રિપોર્ટ જાહેર થયો. જેમાં બહાર આવ્યું કે ગુજરાતના લોકો પાસે BJP સરકારે ભારે ભારે ટેક્સ વસૂલ્યા પરંતુ એ પૈસા ક્યાં વપરાયા? તે સવાલ નો કોઈ જવાબ જ નથી. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માત્ર એક વર્ષમાં જ 11,869 કરોડ રૂપિયા ક્યાં ગયા તેનો કોઈ પુરાવો જ નથી.
એટલું જ નહીં, 288 કરોડના બિલોની વિગત જ નથી અને શ્રમિક કલ્યાણ માટે રાખવામાં આવેલા 2,200 કરોડ રૂપિયા સરકાર પોતાની તિજોરીમાં જ સાચવી રાખ્યા.
લોકોના પરસેવાના પૈસાથી ભરાતી સરકારની તિજોરી, હવે લૂંટ અને ભ્રષ્ટાચારનું ઘર બની ગઈ છે. જે પૈસા ગરીબ-મધ્યવર્ગના હકના હતા, એજ પૈસા ને ભાજપ સરકાર છૂપાવતી, દબાવતી અને હિસાબ આપતી નથી.
ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં…
આ પણ વાંચો:
મોદીએ હવાઈ નિરિક્ષણ કર્યું કે પંજાબની મજાક ઉડાવી? | Modi | Punjab Flood
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોથી ભારત સરકારે શું શીખવું જોઈએ? | Nepal | India
Viral Video: ‘મોદી સરકાર ભારતમાં હિંદુ રાષ્ટ્ર બનાવી શકતી નથી, તો નેપાળમાં કેમ દબાણ કરે છે?’
Gujarat: ભાજપની ચાર સરકારોએ મજૂરોનું કલ્યાણ કરવાને બદલે બિલ્ડરોને ફાયદો કરાવ્યો










