Gujarat: ગામમાં આવતાં પહેલા મહેમાનને લેવી પડે છે મંજૂરી, કાશ્મીરમાંથી 370 દૂર થઈ પણ ગીરના સેટલમેન્ટ ગામોમાં હજુ ગુલામી

  • Gujarat
  • September 17, 2025
  • 0 Comments

Gujarat: સેટલમેન્ટના ગામોમાં રહેતા લોકોને પોતાની જમીન અને મકાન વેંચવાનો હક નથી. કોઈ સરકારી સહાય,પાકવીમો મળતો નથી. આ ગામોમાં રહેતા લોકોના ઘરે આવતા મહેમાનોને પણ વનવિભાગની મંજૂરી લઈને આવવું પડી રહ્યું છે. કાશ્મીરમાંથી 370 ની કલમ દૂર થઈ ગઈ પરંતુ ગીરના સેટલમેન્ટના ગામોમાં રહેતા લોકોને હજુ વનવિભાગની ગુલામી હેઠળ રહેતા હોવાનો અહેસાસ વ્યક્ત કરી રહ્યા છે. ગીરમાં બોર્ડર ઉપર અમુક લોકોનો વસવાટ કરાવાયો હતો. ગુજરાન માટે જમીન મકાન આપાયા હતા. વિસ્તારને અભયારણ્ય જાહેર કરતી વખતે ગીરમાં સેટલમેન્ટ ગામોમાં તબદિલ કરાયા હતા.

પોતાની જમીન અને મકાન વેચવાનો હક નથી

સેટલમેન્ટ ગામો અમૃતવેલ, શીરવાણ,હસનાપુર, ટિમ્બરવા, જસાધાર, ઘોડાવડી, ખાંભા, ચીખલકુબા, કોઠારીયા, સેમરડી, હસનાપુર, જાંબુથાળા, દેવળીયામાં એક ખેતર, અમૃતવેલ, સિરવાણ, જામવાળા, ભાંખા, થોરડી, જુના જાખીયા, ધોણ વિસ્તારનો અમુક ભાગનો સેટલમેન્ટ માં સમાવેશ થાય છે.

ગીરમાં સેટલમેન્ટ ગામની અંદાજિત 3000થી વધુ વીઘા જમીનનો આવેલી છે અને અંદાજીત 3000 જેટલા લોકો સેટલમેન્ટના ગામોમાં વસવાટ કરી રહ્યા છે. બિનવ્યવહારૂ અને જડ સરકારી નિયમોનો ભોગ બની જીવન નિર્વાહ કરી રહ્યા છે. પોતાની જમીન અને મકાન વેચવાનો હક નથી, વારસાઈ એન્ટ્રી પણ થતી નથી. નવાબના સમયમાં જે ગામ માટે ફાળવેલા હતા તે પ્લોટમાં કોઇ વધારો પણ કરવામાં આવતો નથી. નવું પ્લોટીંગ પણ થઇ શકતું નથી.

ઘણા ખરા ગામોમા વીજળી નથી, જેથી ડીઝલ પંપ વડે પિયત કરવા ખેડૂતોને મજબૂર બનવું પડે છે. સરકારી સહાય યોજના કે અન્ય કોઈ લાભ પણ મળતા નથી. હોસ્પિટલો અને અભ્યાસ માટેની શાળાની પૂરતી વ્યવસ્થાઓ નથી. મહેમાન વનવિભાગને જાણ કરીને ત્યારબાદ તેના ઘરે આવી શકે તેવા નિયમો છે.

વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિધાનસભામાં વનવિભાગની ચર્ચા દરમ્યાન આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી કે સેટલમેન્ટના ગામો પાકિસ્તાનમાં રહેતા હોય તેવો તેની સાથે વ્યવહાર થઈ રહ્યો છે. કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરી તેના લોકોને સ્વતંત્રતા આપવામાં આવી પરંતુ હજી ગીરના સેટલમેન્ટના ગામોને સ્વતંત્રતા મળતી નથી.

તમામ ગામોને સેટલમેન્ટમાંથી મુક્ત કરી રેવન્યુમાં સમાવેશ કરવા ધારાસભ્યે માંગ કરી હતી.

સેટલમેન્ટના ગામોને કઈ કઈ સવલતો નથી મળતી…

1, માલિકીના જમીન કે મકાન વેચી ન શકે.
2, મહેમાનોને રહેવાની મંજૂરી નથી.
3, બેન્કમાંથી લોન નહીં.
4 , જન્મ મરણના દાખલા, જમીનના 7-12 ફોરેસ્ટર પાસે કઢાવવાના.
5, સેટલમેન્ટના ગામના લોકો સ્થળ બદલી ન શકે.
6, કુવા કે બોર કરવા માટે મંજૂરી ન મળે.
7, સરકારની યોજનાનો લાભ ન મળે.
8, પાક વીમો પણ ન મળે.
9, વડાપ્રધાનની બે હજારની ખેડૂતોને સહાય નથી મળતી.
10, અમૃતમ કાર્ડ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નહીં.
11, એસટી બસ નથી.
12, ગામમાં પાકા રોડ રસ્તા પણ ન થઈ શકે.
13, થોડો સમય જમીન પડતર રહે તો વન વિભાગ જપ્ત કરી લે.
14, ખેતર ફરતે પાકી વંડી, ફેન્સીંગ ન કરી શકે.
15, પંચાયત રાજ ન મળે.
16, વસ્તી વધતાં નવુ પ્લોટીંગ ન થઈ શકે.
17, પાકા મકાન બનાવવામાં ખૂબ જ મુશ્કેલી.
18, ધરાશાયી થયેલા બગીચાના વૃક્ષો દૂર ન કરી શકે.
19, જમીન સમથળ કરવા જેસીબી ન લાવી શકે.

વનવિભાગની દાદાગીરીથી આપઘાત

વિસાવદરના જાંબુથાળા નેસના વનવિભાગને લીધે બે માલધારીનો આપઘાતનો પ્રયાસ એકનુ મોત થયું હતુ. પશુઓ બિનકાયદેસર ચરાવી રહ્યાં છો, તમારા ઢાળીયા જેસીબીથી સાફ કરી નાખીશુ એમ કહી ધમકી આપી હતી. રજૂઆત કરવા વન વિભાગની કચેરીમાં ગયા તો ત્યાં કોઈએ ન સાંભળતા ઝેરી દવા પી લીધી હતી.

મેંદરડા ડેડકડી રેન્જમાં જાંબુથાળા સેટલમેન્ટનું ગામ છે, અહીં વનવિભાગ દ્વારા ગ્રામજનોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. વનવિભાગે કહ્યું હતું કે તમારૂ બધું અહીં બિનકાયદેસર છે. સાંજ સુધીમાં તમારા માલઢોરને તમારી માલિકી વાળા વિસ્તારમાં લઈ લેજો. નહિતર તમારા ઢાંળીયા ઉપાડી જે.સી.બી થી સાફ કરી નાખીશું. રજૂઆત કોઈએ ન સાંભળતા હનીફ બ્લોચ અને સલીમ બ્લોચે કચેરીમાં જ દવા ગટગટાવી લીધી હતી.

સેટલમેન્ટના અમુક ગામોમાં વનવિભાગનાં આકરા નિયમોનાં કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. તમામ પ્રશ્નો હલ કરવામાં આવે એવી માંગ છે.

ફિરોજભાઈએ કહ્યું હતું કે અમે અહીં 100 વર્ષથી વસવાટ કરીએ છીએ અમારા જન્મ તારીખના દાખલા, આધારકાર્ડ, ચૂંટ ણીકાર્ડ બધું જ છે અમારા બાપ-દાદાએ મસવાડીના પાસ પણ કઢાવ્યા હતા પણ વારસા એન્ટ્રી થઈ નથી અને અમને વનવિભાગ દ્રારા સતત ત્રાસ આપવામાં આવી રહ્યો છે.જેથી ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગણી કરી હતી.

સેટલમેન્ટ ગામમાં લાઈટ, પાણી તેમજ બાળકોને અભ્યાસ કરવાની કોઈ વ્યવસ્થા નથી. તો બીજી તરફ જાંબુથાળા સેટલમેન્ટ ગામના રહેવાસીઓના મહેમાનોને વાહન લઈ આવવા જવા દેવામાં તંત્ર દ્વારા રોકવામાં આવે છે. વાહનો થાણે મૂકી ચાલીને જવાનું કહેવામાં આવે છે.

વન્ય પ્રાણીઓ દ્વારા માણસો પર હુમલો કરવાના ઘણા બનાવો બને છે. ખેતી કામમાં નુકશાન થાય છે તો તેનું કોઈ વળતર આપવામાં આવતું નથી. જે ખેડૂતોને ખેતીમાં નુકશાન થાય તેવા ખેડૂતોને રેવન્યુ ગામોમાં જે સહાય મળે છે તે રીતે સેટલમેન્ટ ગામના ખેડુતોને પણ સહાય આપવામાં આવે. ઘણા લોકોને વન્ય પ્રાણી દ્વારા હિંસક હુમલો કરી મૃત્યુ પામેલ વ્યકિતઓના વારસદારોને કોઈ સહાય ચુકવવામા આવતી નથી.

જેથી માગ છે કે ગોડાઉન તથા રહેવા માટેના મકાનો બનાવવા માટે મંજુરી આપવામાં આવે. મઘરડી ડેમથી જાંબુથાળા સેટલમેન્ટ ગામોમાં જતો રસ્તો બનાવવામાં આવે.
જાંબુથાળા સેટલમેન્ટ ગામમાં 100 વર્ષ જેનો ખાંભા (ગીર) ગામથી વાકવીડા થઈ જતો રસ્તો બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવામાં આવે.

જાંબુથાળાના રહીશ ઈકબાલભાઈ ઇબ્રાહીમભાઇ જુણેજા જણાવ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી ગેબનશા બાપુ ની દરગાહ એ સેવા કરું છું ત્યારે વન વિભાગ દ્વારા અવારનવાર દરગાહ એ જવાની મનાઈ કરવામાં આવે છે. હવે હું અઠવાડિયામાં માત્ર ગુરુવારે જ દરગાહે જતો હતો. પરંતુ હવે વન વિભાગ દ્વારા દરગાહે જવાની મનાઈ કરી દેવામાં આવી છે.

જાંબુથારા નેશના રહીશ ફિરોજભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે મારા જે બાપા અને દાદા વખતના વન વિભાગ દ્વારા જે પાસ હતા તેને ફરી ઇસ્યુ કરવામાં વારંવાર અરજીઓ વન વિભાગમાં અરજી કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ પ્રશ્નનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આ વિસ્તારમાં વન વિભાગની હદમાં આવેલા ગામોને કોઈપણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી તેમ જ રસ્તાઓ પણ બીમાર હાલતમાં છે.

જુઓ આ વીડિયો

આ પણ વાંચો:

રસ્તા પર ભજીયા-સમોસા તળાયા, મોદીના જન્મદિને NSUI કાર્યકરોએ આવું કેમ કર્યું? | Modi Birthday

અદાણી વિરુદ્ધના 138 વીડિયો અને 83 ઇન્સ્ટા પોસ્ટ દૂર કરવા સરકારનો આદેશ, શું છે કારણ? | Adani

મોદીને ઠપકો આપતો માતા હીરાબાનો AI વીડિયો તાત્કાલિક દૂર કરવા હાઈકોર્ટનો આદેશ | AI Video

મોદીએ અદાણીને ધરપકડથી બચાવવા પુરા દેશને દાવ લગાવ્યો, મોટો વિશ્વાસઘાત: Arvind Kejriwal

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી