Himachal Pradesh: મનાલીમાં લાગ્યા ‘કંગના ગો બેક’ના નારા, પોતાના જ મતવિસ્તારમાં કેમ થયો ભાજપ સાંસદનો વિરોધ?

  • India
  • September 19, 2025
  • 0 Comments

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કરનારી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને વિરોધનો સામનો કરવો પડ્યો છે. “કંગના ગો બેક” ના નારા લગાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

મનાલીમાં લાગ્યા ‘કંગના ગો બેક’ના નારા

આ વિરોધ હિમાચલના પર્યટન સ્થળ મનાલીમાં થયો હતો. ભાજપના સાંસદ વરસાદથી પ્રભાવિત મનાલીની મુલાકાતે ગયા હતા, અને તેમની મુલાકાત દરમિયાન તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. યુવાનોએ “કંગના ગો બેક” ના નારા લગાવ્યા હતા.

પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી

માહિતી સામે આવી છે કે આ વિરોધ સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ કંગના રનૌતને કાળા વાવટા પણ બતાવ્યા. તેઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી. જોકે, વિરોધ છતાં, કંગના રનૌતે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું, લોકોને મળ્યા અને નુકસાનનો ખ્યાલ લીધો.

વરસાદથી હિમાચલ પ્રદેશને ભારે નુકસાન

મહત્વનું છે કે, હિમાચલ પ્રદેશનું વિશ્વવિખ્યાત મનાલી એક મુખ્ય પર્યટન સ્થળ છે, પરંતુ આ વર્ષે વરસાદની ઋતુમાં હિમાચલ પ્રદેશને ભારે નુકસાન થયું છે. મનાલી હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું છે. મનાલી ભાજપ સાંસદ કંગના રનૌતના લોકસભા મતવિસ્તારનો ભાગ છે. લોકસભા ચૂંટણીમાં કંગના રનૌતે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવ્યા હતા.

મંડીમાં કંગના રનૌત સામે વિરોધનો પહેલો બનાવ

મંડીમાં કંગના રનૌત સામે વિરોધનો આ પહેલો બનાવ છે. વિરોધ પ્રદર્શન થયું ત્યારે કંગના રનૌત સુરક્ષા કવચ હેઠળ હતી. નોંધનીય છે કે 25 અને 26 ઓગસ્ટના રોજ ભારે વરસાદને કારણે કુલ્લુ અને મનાલીના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું હતું. કંગના રનૌતે પહેલા પણ એક વખત ત્યાં મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો:   

Indian Student Died In US: અમેરિકામાં ભારતીય એન્જિનિયરને પોલીસે ગોળી મારી, LinkedIn પર કરી હતી પોસ્ટ, જાણો સમગ્ર મામલો

patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું

iPhone 17: ભારતમાં આજથી iPhone 17 નું વેચાણ શરૂ, દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સની બહાર ભીડ ઉમટી

Gujarat Weather News: નવરાત્રી પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન, આ વિસ્તારોમાં મેઘરાજા કરશે જમાવટ

Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી

Russia Earthquake: રશિયામાં ફરી ભૂકંપના આંચકા, 7.8 ની નોંધાઈ તીવ્રતા

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત