રંગીલો સ્વામી ચેતન્યાનંદ દુબઈના ક્યા શેખોને છોકરીઓ મોકલતો હતો? તપાસ શરૂ

  • India
  • October 2, 2025
  • 0 Comments
  • બાબા વોટ્સએપ પર છોકરીઓને મેસેજ કરતા “bebayyyy મારાથી કેમ નારાજ છે?”
  • બાબાએ એક છોકરીને લખ્યું, “દુબઈથી એક શેખ સેક્સ પાર્ટનર શોધી રહ્યો છે. શું તારી કોઈ સારી ફ્રેન્ડ છે?”

Swami Chetyananda । દેશભરમાં ભારે ચકચાર જગાવનાર પાર્થ સારથી ઉર્ફે બાબા સ્વામી ચેતન્યાનંદની ધરપકડ બાદ તેમના કાળા ચીઠ્ઠા ખુલી રહયા છે, દાદાની ઉંમરે પહોંચેલા રંગીલા સ્વામી તેની પૌત્રીની ઉંમરની છોકરીઓને ગંદા મેસેજ કરતો હતો અને શોષણ કરતો હોવાની વાત સામે આવી છે ત્યારે સ્વામીના મોબાઇલ ફોનમાંથી મળેલી વોટ્સએપ ચેટ્સે તેનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે, આ કથિત બાબાએ દુબઈના શેખોને કોલેજની છોકરીઓ પણ સપ્લાય કરી હોવાના મામલે ભારે સનસનાટી મચ્યા બાદ હવે આ શેખ કોણ હતા તે તરફ તપાસના ચક્રો ગતિમાન થયા છે.

બાબા વિદ્યાર્થીનીઓનું ફક્ત જાતીય શોષણ જ કરતો નહતો પણ એથી આગળ વધીને તે છોકરીઓને બીજા સાથે સૂવા દબાણ કરતો હોવાની વાતે ભારે ચર્ચા જગાવી છે જેથી હવે તેના તાર આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટ સાથે પણ જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે, જેમાં દુબઈ સ્થિત શેખ પાસે છોકરીઓ મોકલવાનો પ્રયાસ સામેલ હતો.

પોલીસે બાબાના મોબાઇલ ફોન અને વોટ્સએપ ચેટ્સમાંથી આ માહિતી મેળવી છે. ચેટ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાબા માત્ર છોકરીઓ ઉપર અત્યાચાર જ નહિ પરંતુ તેમને વિદેશ મોકલવાનું અને તેમને સેક્સ પાર્ટનર બનાવવાનું કાવતરું પણ ઘડતો હતો. પોલીસ હવે દુબઈના શેખની તપાસમાં લાગી છે.

સૌથી સનસનાટીભરી વાતચીત ત્યારે થઈ જ્યારે બાબાએ એક છોકરીને લખ્યું, “દુબઈથી એક શેખ સેક્સ પાર્ટનર શોધી રહ્યો છે. શું તારી કોઈ સારી ફ્રેન્ડ છે?” જ્યારે છોકરીએ ના પાડી તો બાબાએ તેના પર દબાણ કર્યું, તે કેવી રીતે સંભવ છે? જો તારી કોઈ સહાધ્યાયી કે જુનિયર હોય, તો તેને મોકલ.” આનાથી સ્પષ્ટ થયું કે બાબાએ માત્ર છોકરીઓનું શોષણ જ કર્યું નથી, પરંતુ તેમને વિદેશ મોકલવાની પણ યોજના બનાવી હતી. દિલ્હી પોલીસ હવે શેખને ઓળખવા અને તેને શોધવા માટે કામ કરી રહી છે જેની પાસે છોકરીઓ મોકલવાની બાબા વાત કરતો હતો.

ડીસીપી દક્ષિણ પશ્ચિમ દિલ્હી અમિત ગોયલે જણાવ્યું હતું કે બાબાના મોબાઇલ ફોનમાંથી ઘણી એર હોસ્ટેસના ફોટા અને બાયોડેટા મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે બાબા યુવતીઓને નોકરીનું વચન આપીને એર હોસ્ટેસ બનવાની લાલચ આપતો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ બહેનો, રશ્મિ, કાજલ અને શ્વેતાની પૂછપરછ કરવામાં આવી હતી.

શ્વેતા સંસ્થાની ડીન હતી, અને અન્ય બે વોર્ડન હતી. બાબાએ રાત્રે લીધેલા એક મહિલાના અશ્લીલ ફોટા પણ પોતાના મોબાઇલ ફોનમાં રાખ્યા હતા. તે છોકરીઓ ને છોકરા સાથે ગળે લગાડતા ફોટા મોકલવા દબાણ કરતો હતો જેનાથી હનીટ્રેપની યોજના બનાવી શકાય તે લંડનથી એક  વોટ્સએપનો ઉપયોગ કરતો હોવાનું પણ જણાયું છે તેણે ડીલીટ કરેલી ચેટ પણ મળી છે.

પોલીસે બાબાના મોબાઇલ ફોનમાંથી ઘણી છોકરીઓ સાથે લાંબી ચેટ શોધી કાઢી હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાબા સતત છોકરીઓને “બેબી,” “ડોટર ડોલ,” અને “સ્વીટી” જેવા નામોથી સંબોધતા હતા, જે માનસિક દબાણ લાવતા હતા. એક ચેટમાં, તેણે લખ્યું, “સ્વીટી, બેબી, ડોટર ડોલ,  bebayyyy મારાથી કેમ નારાજ છે?”

આમ 62 વર્ષીય ઢોંગી સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ પોલીસે હવે દુબઈમાં તેના સંપર્કો તરફ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા
  • June 19, 2026

India Christian Attacks: ભારતમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાય પર થતા હુમલાઓ હવે કોઈ છૂટાછવાયા બનાવો નથી રહ્યા, પરંતુ એક ચિંતાજનક વલણ બની ગયા છે. આંકડાઓ સાક્ષી પૂરે છે…

Continue reading
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!
  • June 19, 2026

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો વિવાદ માત્ર સામગ્રીનો નથી, પરંતુ તે ગ્રાહકો સાથે કરવામાં આવતી એક મોટી વ્યવસ્થિત છેતરપિંડી છે. સામાન્ય માણસ જ્યારે બજારમાં જઈને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 3 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 4 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 9 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 8 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 10 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!