Ahmedabad: ભાજપની રાજકીય કબૂતરબાજી, અડવાણી પણ પીંછા વગરના કબુતર બની ગયા

Ahmedabad: મોદીની પહેલી વાયબ્રન્ટ સમિટમાં ટાગોર હોલમાં અડવાણીને સંકેત આપીને કબુતર તેમની પાસે ગયું પણ અડવાણી તે સમજી શક્યા નહીં. હવે અડવાણી પાંખ વગરના કબુતર મોદીના કારણે બની ગયા છે.

નરેન્દ્ર મોદીને બદનામીથી સફળતા તરફ લઈ જવા માટે મહત્વની બનેલી વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો પહેલો કાર્યક્રમ અમદાવાદના સંસ્કાર કેન્દ્રના ટાગોર હોલમાં 28 સપ્ટેમ્બર 2003માં થયો હતો.

ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતની શાંતિની સાચી ઓળખની અનુભૂતિ કરાવતું કબૂતર મંચ પર બેઠેલા રાજકીય નેતાઓની સાથે રહ્યું હતુ. ત્યારે નાયબ વડાપ્રધાન અડવાણી હતા પણ બાજપેયી નરેન્દ્ર મોદીને કોમી તોફાનોના કારણે નફરત કરતા હોવાથી તેઓ હાજર રહ્યાં ન હતા.

કોમી રમખાણોમાં કબુતર આવીને હોલમાં ઉડતું હતું ત્યારે અડવાણીએ તેના પર ટિપ્પણી કરી હતી.

સરકારની પ્રસિદ્ધિ કરતાં વિભાગ દ્વારા કબુતનો એક અહેવાલ દરેક પત્રકારોને મોકલી આપ્યો હતો.

ગુજરાતની શાંતિને જાણે કે પ્રતિબિંબિત કરતું હોય એમ એક કબૂતર વાયબ્રન્ટ ગુજરાત-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શુભારંભ સમારોહમાં સતત મંચસ્થ મહાનુભાવોના છેક મંચ ઉપર સહેજ પણ ભય અનુભવ્યા વિના આરામથી લટાર મારતું રહ્યું.

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા શુભારંભ સમારોહ દરમિયાન એક કબૂતર કયાંકથી આવી પડ્યું અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી ત્યાં બેઠા હતા તેની સામે જ ટેબલ પર આવીને બેઠું.

થોડીવાર તે કબૂતર પગલાં ભરતું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન મુકેશ અંબાણી બેઠા હતા તે તરફ ગયું. થોડીવારે ઉડી ગયું.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રોકાણકારો અને ઉદ્યોગપતિઓને સંબોધી રહ્યા હતા ત્યારે ફરી એક વખત એ કબૂતર ઉડી આવ્યું. પછી અડવાણી બેઠા હતા તેમની નજીક જઈને બેઠું.

પછી કબૂતર કેન્દ્રીય રાજ્ય સંરક્ષણ પ્રધાન હરિન પાઠક બેઠા હતા તે તરફ ગયું. હરિન પાઠકે કબૂતરને પોતાની મિનરલ વોટરની બોટલમાંથી પાણી પીવડાવ્યું.

શાંતિના પ્રતિક કબૂતરને હોલમાં નિર્ભય થઈને ફરતું જોઇને કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ માર્મિક મજાકના સ્વરમા કહ્યું કે ‘‘જૂઓ ગુજરાતમાં કેવી શાંતિ છે, તેની આ સાબિતી છે’’.

નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પોતાના ભાષણની શરૂઆત કબુતરના ઉલ્લેખથી કર્યો કે, કબૂતર શાંતિની સાબિતી તો આપે જ છે, સાથો સાથ સંદેશાવ્યવહારનું પણ એ મૂળ માધ્યમ હોવાથી શાંતિનો સંદેશો પણ પ્રસરાવે છે.ફોટોગ્રાફરોએ તેની ઘણી તસ્વીરકારો ખેંચી

ટાગોર હોલની સામે કોચરબ ગામ અને માદલપુર ગામમાં કબુતરો પાળવામાં આવતા હતા. તે સમયે કોચરબ ગામમાં કબુતરની હરિફાઈનો જુગાર રમાતો હતો. હવે સટ્ટો વધી જતાં તે બંધ થયો છે.

ગામના લોકો કબૂતરને પાળવા માટે તેની પાંખોના પીંછ ખેંચી લેતા હતા. જેથી ઉડી ન શકે. નવી પીંછા આવે ત્યાં સુધીમાં કબુતર તેનું થઈ ગયું હોય છે. પછી તેની ઉડાનનો જુગાર ગામના કેટલાક લોકો રમતા હતા.

ટાગોર હોલ અને કોચરબ ગામના કબૂતરની કથા સીધી 2025 સુધી જોડી શકાય તેમ છે. કારણ કે ત્યારે અડવાણીને ખરબ નહીં હોય તે તેનો જુગાર રમવામાં આવી રહ્યો છે. તેમના પીંછા કાઢવામાં આવી રહ્યા છે. તેમને 2014માં પાળેલું કબૂતર મોદી બનાવી દેશે.આજે અડવાણીની હાલત પીંછા વગરના કબુતર જેની મોદીએ કરી નાખી છે.

આ પણ વાંચો:

UP: 30 વિઘા જમીન અને 3 લાખ રૂપિયા માટે પુત્રએ માતાને પતાવી દીધી, પછી લાશને લટાવી, આરોપીની ધરપકડ

Trump Tariffs News: ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% ટેરિફ લગાવવાની કરી જાહેરાત! ચીને રેર અર્થની નિકાસ ઉપર પ્રતિબંધ મુકતા ટ્રમ્પ બગડ્યા!

PCB ચેરમેન નકવી બેશરમી ઉપર ઉતર્યા ! કહ્યું, “ટ્રોફી મારી મંજૂરી વગર ભારતને સોંપવામાં ન આવે !”

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 2 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 8 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 7 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 15 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ