vadodara: ડભોઈના ધારાસભ્યના પરિવારે કર્યો જમીન કાંડ ,આશિષ જોષીનો મોટો ઘટસ્ફોટ

vadodara: વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધીતા જાય છે, અને આ વખતે ભાજપના ડભોઈ ધારાસભ્યના પરિવાર પર જમીન કાંડનો આક્ષેપ લાગ્યો છે. મહાનગર પાલિકાના કાઉન્સિલર આશિષ જોષીએ આ ઘટસ્ફોટ કર્યો છે, જેમાં અટલાદરા વિસ્તારની સરકારી ગૌચર જમીનને ખાનગી વ્યક્તિને વેલિડેશન કરી સોંપીને ભૂમાફિયાઓએ ખેડૂતો પાસેથી ખોટા દસ્તાવેજો બનાવી કરોડો રૂપિયામાં વેચી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાજપ કુટુંબનો જમીન કાંડ

આશિષ જોષીએ જણાવ્યું કે, આ ગૌચર જમીન પર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિના જ વેચાણ કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યની પત્ની સહિતના ભાગીદારો, મદદ કરનારા સરકારી કર્મચારીઓ અને જમીન ખરીદનારા વ્યક્તિઓની સંડોવણી છે. તેમણે કલેક્ટર, પોલીસ કમિશનર અને મહાનગર પાલિકા કમિશનરને ફરિયાદ કરીને તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માગ કરી છે. આ ફરિયાદમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે,

વડોદરા જેવા વિકસિત શહેરમાં આવું થવું લોકશાહી પર સવાલ ઉભા કરે છે, જ્યાં સત્તાધીશો જ કાયદાનું ઉલ્લંઘન કરે તો નાગરિકો કોનો વિશ્વાસ કરે?

પહેલા પણ નોંધાયો છે સરકારી જમીન પર લેન્ડગ્રેબિંગનો કેસ

ઉલ્લેખનીય છે કે આ પહેલા વડોદરા મહાનગર પાલિકાના વાઘોડીયા રોડ વોર્ડ નં. 15માં ‘વ્હાઇટ હાઉસ’ નામના બાંધકામને કારણે સરકારી જમીન પર લેન્ડગ્રેબિંગનો કેસ બનેલો હતો. ત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓએ સંજયસિંહ બચુસિંહ પરમારને ખોટા દસ્તાવેજો (એફ-ફોર્મ, બી-ફોર્મ અને નકશા) આપીને સરકારી જમીન પર બાંધકામ કરાવ્યું હતું. આશિષ જોષી અને અન્ય નાગરિકોની ફરિયાદ પર કલેક્ટર કચેરીએ ગંભીર નોંધ લીધી, જમીનનો કબજો પરત મેળવ્યો, બાંધકામને જેસીબીથી તોડીને દૂર કર્યું અને મુખ્ય આરોપી પરિવાર તથા મદદ કરનારા પાલિકા-સિટી સર્વે કર્મચારીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ DCBમાં ફરિયાદ કરી. આરોપીઓ જેલમાં પણ ગયા હતા.

આ ઘટના દર્શાવે છે કે વડોદરામાં જમીન કાંડો વારંવાર બને છે, અને સરકારી વ્યવસ્થા ક્યારેક તો કાર્યરત બને છે, પરંતુ સત્તા ધારકો સાથે જોડાયેલા કેસોમાં વિલંબ થાય છે.સ્થાનિક વસ્તીમાં આ કાંડથી રોષ ફેલાયો છે,

તંત્ર પર ઉઠ્યા સવાલો

વડોદરામાં ભાજપ ધારાસભ્ય પરિવાર સાથે જોડાયેલા લેન્ડગ્રેબિંગ કેસમાં તાત્કાલિક તપાસ કેમ નથી શરૂ કરતા? શું આ ભ્રષ્ટાચારને રાજકીય આશ્રય આપવાનું છે? લોકશાહીમાં જમીન અને મિલકતના અધિકારોનું રક્ષણ કરવાનું વચન છે, તો ગૌચર જમીન પર NOC વિના વેચાણને કેમ અવગણવામાં આવે છે? આ કેસમાં ફાસ્ટ-ટ્રેક તપાસ અને કાર્યવાહી ક્યારે?ગુજરાતમાં વારંવાર બને તેવા જમીન કાંડો પર રોક લગાવવા માટે કડક વ્યવસ્થા કેમ નથી? શું આ લોકશાહીના નામે માત્ર વિકાસના દાવા જ કરવાના છે?

 

આ પણ વાંચો:

Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ

Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત