
Botad: બોટાદ જિલ્લામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કડક કાર્યવાહીએ માત્ર લોકોને જ નહીં, પણ પ્રેસની સ્વતંત્રતાને પણ નુકસાન પહોંચાડ્યું છે. BS9 TV Newsની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન એવી ઘટના છે જે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોને પડકારી રહી છે. શાંતિથી રિપોર્ટિંગ કરતી આ પત્રકારને બળજબરીથી અટકાવવામાં આવી, ધક્કો મારવામાં આવ્યો અને માનસિક તણાવ આપવામાં આવ્યોઆ બધું તેમનું આઈ.ડી. કાર્ડ પહેરેલું હોવા છતાં થયું! આ ઘટના માત્ર એક વ્યક્તિગત અન્યાય નથી, પરંતુ લોકશાહીના ચોથા સ્તંભ ,મીડિયા પરનો સીધો હુમલો છે.
BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસું ગેરવર્તન
આ ઘટના 12 ઓક્ટોબરના રોજ હડદડ ગામે AAP નેતા રાજુ કરપડાની જનસભા દરમિયાન બની, જ્યાં ખેડૂતો અને APMC કડદા વિવાદને કારણે પથ્થરમારો, ટીયર ગેસ અને લાઠીચાર્જ થયો હતો. પોલીસની આ કાર્યવાહીમાં મીડિયા કર્મીઓને પણ દબાવવાનો પ્રયાસ કર્યો, જે લોકશાહીના મૂળભૂત અધિકારો, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.
લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ
પરંતુ બોટાદની આ ઘટના દર્શાવે છે કે પોલીસની સત્તા કેવી રીતે અનિયંત્રિત બની રહી છે. આવી કાર્યવાહીઓ લોકશાહીને નબળી પાડે છે અને લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, જેમાં વિરોધનો અવાજ દબાઈ જાય અને સત્તા પર પ્રશ્નો ઉઠાવવા વાળા કોઈ ન રહે.
પોલીસ લોકોના રક્ષણ માટે કે, દમન માટે?
મીડિયા વર્તુળોમાં આ ઘટનાએ તીવ્ર રોષ ફેલાવ્યો છે. BS9 TV Newsએ વીડિયો શેર કરીને પોલીસની આ કાર્યપ્રણાલીની નિંદા કરી છે, અને સોશિયલ મીડિયા પર #JusticeForJournalist જેવા હેશટેગ્સ વાયરલ થઈ રહ્યા છે. આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું ગુજરાતમાં પોલીસને મીડિયા પર નિગરાની માટે જ તૈનાત કરવામાં આવી છે? લોકશાહીમાં પોલીસની ભૂમિકા રક્ષણની હોવી જોઈએ, નહીં કે દમનની.
પોલીસ પર ઉઠ્યા સવાલો
આખરે, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને આ ઘટના પર સ્પષ્ટ જવાબ આપવો જોઈએ કે બોટાદમાં મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન થયું, તો આવા અપરાધીઓ પર કાર્યવાહી ક્યારે થશે? શું આ પ્રેસની સ્વતંત્રતા પર હુમલાને સરકાર આશીર્વાદ આપે છે? શું આ ઘટના પછી કોઈ તપાસ કરશો કે આવું ફરી ન બને?ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવો જરૂરી છે? શું આ લોકશાહીના નામે લોકોના અધિકારોનું ઉલ્લંઘન નથી?આ ઘટના પર સરકારની ચુપ્પી લોકશાહીના ભાવિ માટે ચિંતાજનક છે.
આ પણ વાંચો:
UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો
UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા
Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો








