Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

Dahod: અત્યાર સુધીમાં તમે અનેક પ્રકારની ચોરીની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારેય ગધેડાની ચોરી વિશે સાંભળ્યું છે ખરુ ? દાહોદમાં આ ચોંકાવની ઘટના બની છે અને એક ગધેડાની ચોરી નહીં પરંતું 55 ગધેડા ચોરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

55 ગધેડાની ચોરીની ફરિયાદ

દાહોદના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી આ અનોખી ઘટના સાંભળીને તો પોલીસવાળા પણ ક્ષણભર માટે વિચારવા લાગ્યા. મળતી માહિતી મુજબ સુનીલભાઈ કયુબભાઈ થોરી, જેઓ છાપરી ગામમાં ઈંટભઠ્ઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમના પાડોશીઓ સાથે મળીને ગધેડાઓ પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે. 9 ઓગસ્ટ, એટલે કે રક્ષાબંધન અને વિશ્વ આદિવાસી દિવસના દિવસે, સુનીલભાઈના દીકરા સોહિલ અને ગોવિંદે પોતાના અને અન્ય માલિકોના કુલ 55 ગધેડાઓને ચરવા માટે ઝાલોદ રોડ પર હનુમાન મંદિરની નીચેના રેલવેના વિશાળ ખુલ્લા મેદાનમાં છોડી દીધા.

કેવી રીતે ચોરાયા ગધેડા?

તહેવારનો દિવસ હોવાથી ગધેડાઓ પર નજર રાખનારા બંને છોકરાઓ ગધેડાઓને ચરતા મુકીને ઘરે જવા નીકળી ગયા. પણ બપોરે શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં ડીજેનું ધમાકેદાર સંગીત વાગવા લાગ્યું. ત્યારે ડીજેના તીવ્ર અવાજથી તો ગધેડાઓના ટોળામાં નાસભાગ મચી ગઈ! ગધેડાઓ જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા. કોઈ ખેતર તરફ, કોઈ ગામડા તરફ, આખું ‘ગધેડાનું ટોળું’ વેરવિખેર થઈ ગયું! સાંજે જ્યારે માલિકો પોતાના ગધેડાઓને લેવા મેદાનમાં પહોંચ્યા, ત્યાં એક પણ ગધેડું દેખાયું નહીં! જેથી તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ, સુનીલભાઈ અને તેમની ટીમે તરત જ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી.

પોલીસમાં નોંધાઈ ફરિયાદ 

બે મહિના સુધી – ગામડાઓમાં, ખેતરોમાં, જંગલોમાં દરેક જગ્યાએ તપાસ કરી. પણ કંઈ અતોપતો લાગ્યો નહીં! 55માંથી એક પણ નહીં મળ્યું.આખરે, થાકી-હારીને અને રોજીરોટીનું મુખ્ય સાધન ગુમાવીને ચિંતામાં ડૂબેલા સુનીલભાઈને આખરે ‘ચોરીની શંકા ગઈ . ડીજેના અવાજથી વેરવિખેર થયેલા ગધેડાઓને કોઈ અજાણ્યા ચોરોએ તકનો લઈને ચોરી લીધા! આ વાત સાથે તેઓ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ 55 ગધેડાઓની ચોરીની ફરિયાદ નોંધાવી. પોલીસે પણ આ ફરિયાદ દાખલ કરી લીધી છે.

આ ઘટનાએ દાહોદના લોકોનેઆશ્ચર્યચકિત કરી દીધા છે. પણ સુનીલભાઈ માટે તો આ ગંભીર વાત છે – તેમની રોજીરોટીનું સવાર-સાંજનું સાથી ખોવાઈ ગયું છે. હવે પોલીસ તપાસમાં જોઈએ કે આ ગધેડાની ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાય છે કે નહીં?

આ પણ વાંચો:

UP: મૌલવીએ મસ્જિદમાં સફાઈ કરતી છોકરીને પીંખી નાખી, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Vadodara: મૌલવીની કરતૂત, સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો, કેમેરા તપાસતાં પકડાયો

Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

Related Posts

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન
  • March 13, 2026

Congress: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં હાલ ગેસની ભયાનક તંગી સર્જાઈ છે અને લોકો ઠેરઠેર કતારોમાં ઉભા રહ્યાના દ્રશ્યો જોવા મળી રહયા છે વડોદરામાં પણ આવી સ્થિતિ છે બીજી તરફ કેબિનેટ…

Continue reading
College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
  • March 7, 2026

College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

  • March 14, 2026
  • 3 views
Iran War: ઈરાને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ ઉપર કર્યા વધુ હુમલા! કુલ 13 અમેરિકન સૈનિકોના મોત ; 150 ઘાયલ

Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

  • March 14, 2026
  • 5 views
Strait of Hormuz: ઈરાને ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલ્યો ; LPG ભરેલું જહાજ ભારત આવવા રવાના! સંકટ હળવું બનશે

Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

  • March 14, 2026
  • 10 views
Iran War Updates: ઈરાનની દુઃખતી નસ હવે ટ્રમ્પે શોધી કાઢી! ખાર્ક ટાપુ પર ભારે બોમ્બમારો, ટ્રમ્પે કહ્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને જલ્દી ખોલી નાખીશું!

Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

  • March 13, 2026
  • 10 views
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!

LPG: દેશમાં ગેસની ‘કટોકટી’ને સરકાર નોર્મલ ગણે છે! કહે છે અફવા ન ફેલાવો! જુઓ, ખાસ ચર્ચા.

  • March 13, 2026
  • 8 views