Gandhinagar: રિક્ષાચાલકની ખોપડી ફાડી નાખી, પત્ની અને સંતાનો નોંધારા થયા, હચમચાવી નાખતી ઘટના

  • Gujarat
  • October 14, 2025
  • 0 Comments

Gandhinagar Murder Case: ગાંધીનગર પાસે આવેલા ઇન્દ્રોડા ગામે ક્રૂરતાપૂર્વક એક રિક્ષાચાલકની હત્યા કરી નાખવામાં આવી છે. રિક્ષાચાલકની ખોપડી ના ફાટે ત્યાં સુધી ફટકા માર્યા હોવાના આરોપ લાગ્યા છે. ઘરના મોભીની હત્યા થઈ જતાં પત્ની અને સંતાનો નોંધારા થયા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ અર્થે ખસેડી આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

મૃતકની ઓળખ ઇન્દ્રોડા ગામનો રહેતાં 42 વર્ષિય અરજણ ઠાકોર તરીકે થઈ છે. સ્થાનિકો અને પરિવારજનોએ આજે સવારે ઇન્દ્રોડાના કિલ્લાના વિસ્તાર નજીક શોધખોળ કરતાં લાશ મળી હતી. અરજણ ઠાકોર ગઈકાલે સવારે રોજની જેમ પોતાની રિક્ષા લઈને ધંધા માટે ઘરેથી નીકળ્યા હોવાનું કહેવાઈ છે. જો કે પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ ચાલુ કરી હતી.

અરજણ ઠાકોરને દારુની લત હતી. તે કિલ્લાની આજુબાજુ અવારનવાર જતા હતા. જેથી પરિવારે આજે સવારે ઇન્દ્રોડા કિલ્લા નજીકના વિસ્તારમાં તપાસ કરતાં લાશ મળી આવી હતી. લાશ જોતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરિવારે જોયું કે તેમના માથાના ભાગે ધોકા જેવા હથિયારથી હુમલો કર્યો હતો. આ હુમલો ખોપડી ફાટી ના જાય ત્યા સુધી કરાયો હતો. જે બાદ આ ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહ નજીકથી રિક્ષા પણ મળી આવી છે.

મૃતક અરજણના પરિવારમાં પત્ની અને ચાર સંતાન છે, જેમાંથી બે દીકરીનાં લગ્ન થઈ ગયા છે, જ્યારે અન્ય બે બાળકો હજુ ભણી રહ્યા છે. પરિવારના મોભીની અચાનક લાશ મળતાં પરિવાર પર દુઃખમાં ગરકાવ થઈ ગયો છે. આ હત્યા કોણે કરી તે હજુ સુધી બહાર આવ્યું નથી. જેથી પોલીસે હાલ અલગ-અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

Gujarat: ગાંધીનગરમાં ઓછી ક્ષમતાનું ડેટા સેન્ટર બનાવીને સરકાર ખુશ કેમ?

UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!

UP: મૌલવીની પત્ની અને બે પુત્રીઓ સાથે ક્રૂરતા કરનાર બે સગીર પકડાયા, જાણો કેમ ઘટનાને આપ્યો અંજામ?

Gujarat: દિવાળીમાં પણ વરસાદ પડશે!, જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી!

Bhavnagar: આનંદનગરમાં મોડી રાત્રે ત્રણ માળિયાનું મકાન ધરાશાયી, 1 યુવાનનો જીવ ગયો

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

  • March 3, 2026
  • 4 views
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી

Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

  • March 3, 2026
  • 6 views
Assembly: અર્જુન મોઢવાડીયા અદાણીના પ્રેમમાં ગળાડૂબ થયા! પણ CAGના રિપોર્ટમાં અદાણીની ‘પોલ’ ખુલી! ખાસ વાંચો

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!

  • March 3, 2026
  • 11 views
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!

Iran War: ઈરાનમાં સેંકડો બાળકોના મોત થતાં ઈરાન ગિન્નાયું! કહ્યું “હવે કોઈ સમાધાન નહિ!” ઇરાને આ માર્ગ બંધ કરી દેતા વિશ્વમાં ભયંકર મોંઘવારી વધવાની શક્યતા!

  • March 3, 2026
  • 8 views
Iran War: ઈરાનમાં સેંકડો બાળકોના મોત થતાં ઈરાન ગિન્નાયું! કહ્યું “હવે કોઈ સમાધાન નહિ!” ઇરાને આ માર્ગ બંધ કરી દેતા વિશ્વમાં ભયંકર મોંઘવારી વધવાની શક્યતા!

Narendramodi: મોદી સરકારનો અમેરિકન પ્રેમ ખેડૂતોની બરબાદી નોતરશે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 2, 2026
  • 6 views
Narendramodi: મોદી સરકારનો અમેરિકન પ્રેમ ખેડૂતોની બરબાદી નોતરશે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: ઈરાન મરણીયું બન્યું ! એક સાથે અનેક દેશોને આપી રહ્યું છે ટક્કર! સ્થિતિ બેકાબુ! પેન્ટાગોને કહ્યું સ્થિતિ કાબુ બહાર! શુ વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા છે?

  • March 2, 2026
  • 15 views
Trump: ઈરાન મરણીયું બન્યું ! એક સાથે  અનેક દેશોને આપી રહ્યું છે ટક્કર! સ્થિતિ બેકાબુ! પેન્ટાગોને કહ્યું સ્થિતિ કાબુ બહાર! શુ વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા છે?