
Donald Trump: ટ્રમ્પે અગાઉ વ્હાઇટ હાઉસમાં મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહિ ખરીદે જોકે,ભારત સરકારે ટ્રમ્પના આ નિવેદનને ફગાવી દીધું હતું અને આવું કોઈ નિવેદન ભારત સરકારે કર્યું નહિ હોવાનું જણાવી દીધું હતું પણ હવે ફરી એક વધુ વખત ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ સમક્ષ જાહેરાત કરી કે ભારત હવે રશિયા પાસેથી તેલ નહિ ખરીદે આ બીજી વખત સામે આવેલા નિવેદનથી ભારતીય જનતામાં રોષ ફેલાયો છે કે હવે ટ્રમ્પ ભારતના નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે આપણી સરકાર શું કરી રહી છે?
અગાઉ પણ ટ્રમ્પે પોતાની મધ્યસ્થીને કારણે પાકિસ્તાન ભારત વચ્ચે યુદ્ધવિરામ થયાની જાહેરાત કરી હતી જેના ભારતના ઇન્કાર છતાં ટ્રમ્પ હજુપણ તેજ કેસેટ વગાડી રહયા છે. ભારતના ઇન્કાર છતાં ટ્રમ્પ હવે વારંવાર જાહેરાત કરી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં.
શુક્રવારે (૧૭ ઓક્ટોબર, ૨૦૨૫) વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. તેમણે આ અગાઉ પણ બુધવારે (૧૫ ઓક્ટોબર, ૨૦૨૫) કહ્યું હતું કે પોતાના મિત્રએ તેમને આ અંગે ખાતરી આપી હતી.
ટ્રમ્પે ઉમેર્યું હતું કે તેમણે પહેલાથી જ આયાત ઘટાડી દીધી છે. આ એક મોટું પગલું છે.ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેઓ હવે ચીન પર પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી રોકવા માટે આવું જ દબાણ લાવશે. ટ્રમ્પના નિવેદન પહેલા, ગુરુવારે (16 ઓક્ટોબર, 2025) ભારતના વિદેશ મંત્રાલયે તેલ ખરીદી સંબંધિત પ્રશ્નોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા. પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત કે ટેલિફોન કોલ વિશે કોઈ માહિતી નથી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે બંને નેતાઓ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ નથી, તેથી તેલ ખરીદી અંગે ખાતરી આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી.
અમેરિકા માને છે કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની સતત ખરીદી મોસ્કોને યુક્રેન યુદ્ધ માટે નાણાં પૂરા પાડવામાં મદદ કરે છે. જોકે, ભારતે વારંવાર કહ્યું છે કે તે તેની ઉર્જા સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. ભારત હજુ પણ રશિયા પાસેથી સબસિડીવાળા દરે ક્રૂડ તેલ ખરીદે છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં આ આયાતમાં થોડો ઘટાડો થયો છે.
જ્યારે પત્રકારોએ હંગેરીના રશિયન તેલની આયાત વિશે પૂછ્યું, ત્યારે ટ્રમ્પે નરમ વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે હંગેરી અટવાઈ ગયું છે કારણ કે તેની પાસે દરિયાઈ પ્રવેશ નથી અને તેલ લાવવા માટે ફક્ત પાઇપલાઇનો પર આધાર રાખે છે. તેઓ તણાવ ઓછો કરી રહ્યા હતા અને હવે તે લગભગ બંધ થઈ ગયા છે. તેમણે હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બનને એક મહાન નેતા ગણાવ્યા અને કહ્યું કે તેઓ આગામી અઠવાડિયામાં તેમની સાથે મુલાકાત કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ પ્રકારના વર્તન અને ભારત માટે વારંવાર કરી રહેલા દાવાને કારણે ભારતમાં લોકો અવઢવ અનુભવી રહયા છે અને સોશ્યલ મીડિયામાં સવાલો કરી રહયા છે કે “જ્યારે ટ્રમ્પ ભારતના નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે આપણી સરકાર શું કરી રહી છે?”
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ








