Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી

  • World
  • October 19, 2025
  • 0 Comments

Pakistan Threat: ભારતમાં હાલ દિવાળીની ઉજવણીનો માહોલ છે, નવા વર્ષની ઠેરઠેર ચાલી રહેલી ઉજવણી વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ભારત ઉપર પરમાણુ બોમ્બ ફેંકવાનું બેજવાબદારી ભર્યું નિવેદન કર્યું હતું.

બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ એક નિવેદનમાં આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવી જતું હોવાની વાત કરી પાકિસ્તાનમાં કોઈપણ ખૂણો હવે આતંકીઓ માટે સલામત નહી હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, બ્રહ્મોસ વૈશ્વિક સ્તરે વધતી ભારતની શક્તિનું પ્રતીક છે. લખનઉના સરોજિની નગરમાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઈલની પહેલી બેચને લીલી ઝંડી આપી હતી. આ યુનિટમાં વાર્ષિક ૧૦૦ બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદનનું ભારતનું લક્ષ્ય છે.

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધબેજવાબદારી ભર્યું નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ હરક્તનો અમે જડબાતોડ જવાબ આપીશું. ન્યૂક્લિયરાઇઝ્ડ વાતાવરણમાં યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. આસિમ મુનીરે કહ્યું કે, હું ભારતના સૈન્ય નેતૃત્વને સલાહ અને ચેતવણી આપું છું કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ સામે યુદ્ધનો કોઈ અર્થ નથી.

અમે ક્યારેય ડરીશું નહીં, અમે નિવેદનો આપવામાં પણ પાછા નહીં પડીએ.

મુનિરે કહ્યું કે પાકિસ્તાની આર્મ્ડ ફોર્સીસ દૂર સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને મે ૨૦૨૫માં શક્તિશાળી દુશ્મન વિરુદ્ધ ‘જીત’ મેળવી હોવાનું જણાવ્યું હતું. મુનીરે ભારત પર પાકિસ્તાનને અસ્થિર કરવા માટે આતંકવાદીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો.

આસિમ મુનીરે કહ્યું, મુઠ્ઠીભર આતંકીઓ પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકશે નહીં. મુનીરે ચેતવણી આપતા કહ્યુ કે અફઘાનની જમીનનો ઉપયોગ કરનારા બધા જ પ્રોક્સી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓનો પણ સફાયો કરી નાંખીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સિઝફાયર અમલમાં હોવાછતાં અફઘાનિસ્તાન ઉપર ફરી એક વખત એર સ્ટ્રાઈક કરી હતી જેમાં ત્રણ ક્રિકેટર સહિત20 લોકોના મોત થયા હતા આમ,પાક હવે તેના ભાષણમાં માત્ર યુદ્ધની વાતો કરી ઉશ્કેરાટ ફેલાવી રહ્યુ છે.

આ પણ વાંચો:

Pakistan-Afghanistan: પાકિસ્તાને કહ્યું,”અફઘાનિસ્તાન સાથે જૂના સંબંધોનો યુગ સમાપ્ત!તાત્કાલિક દેશ છોડી ભારત જતા રહેવા કર્યું ફરમાન!!”

Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો

Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!

Related Posts

Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”
  • March 12, 2026

Iran War: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યા બાદ અહીંથી ચીન સિવાયના કોઈપણ દેશના જહાજોને પસાર નહિ થવા દેવા ઈરાને આપેલી ચેતવણી વચ્ચે ભારત આવી રહેલા થાઈ કાર્ગો જહાજ “મયુરી નારી” આગળ…

Continue reading
Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!
  • March 12, 2026

Iran War: ઈરાન ઉપર તા.28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે હુમલો કરી દીધો અને તેઓને એમ હતું કે ઘરડા થઈ ગયેલા ખામેની માર્યા જશે એટલે યુદ્ધ પૂરું થઈ જશે અને ઈરાન ઉપર આપણે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

  • March 12, 2026
  • 2 views
Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

  • March 12, 2026
  • 5 views
Iran War: ઈરાનની પ્રતિક્રિયા:”જંગ તમે છેડયો ખતમ અમે કરીશું!”આ ત્રણ શરત મંજૂર હોય તો જ યુદ્ધ ખતમ થશે! અન્યથા પરિણામો ભોગવવા તૈયાર રહો!! ટ્રમ્પ ભેખડે ભરાયા!

Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

  • March 11, 2026
  • 4 views
Iran War: શુ ઈરાન દુનિયાને વધુ એક મોટો ઝટકો આપશે? જો એવું થયુંતો દુનિયા 20મી સદીમાં ધકેલાઈ જશે!! ટ્રમ્પ ફફડ્યા!

Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

  • March 11, 2026
  • 7 views
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?

PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 11, 2026
  • 8 views
PM Modi: ‘સીંદરી બળે પણ વળ ન જાય’ ‘તાનાશાહો’ ઈરાનની ‘રણનીતિ’ સામે ફેઈલ! છતાં તંગડી ઊંચી રાખી રહ્યા છે! જુઓ ખાસ વિશ્લેષણ

Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • March 11, 2026
  • 12 views
Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!