ટૂંક સમયમાં BCCI બનાવી શકે છે કડક નિયમ; સારું પ્રદર્શન ન કર્યું તો પગાર કપાશે

  • Sports
  • January 14, 2025
  • 0 Comments
  • ટૂંક સમયમાં આવી શકે છે BCCI કડક નિયમ; સારું પ્રદર્શન ન કર્યું તો પગાર કપાશે

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમાયેલી 5 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને હવે ટીમ અને ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને BCCI એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય અનુસાર ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓના પગારમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સમીક્ષા માટે એક બેઠક યોજાઈ હતી જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાજર રહ્યો હતો.

એક અહેવાલ અનુસાર, આ બેઠકમાં ખેલાડીઓના પગાર પર કાપ મૂકવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ભારતીય ખેલાડીઓ સાથે એક સેલ્સમેનની જેમ જ્યાં સુધી તેઓ લક્ષ્યને પૂર્ણ ન કરે અથવા તો કોઈ ખેલાડી સારું પ્રદર્શન ન કરે તો તેના પગારમાં ઘટાડો કરવામાં આવી શકે છે.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જો ખેલાડીઓ પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું ન હોય તો તેમના પગારમાં કાપ મુકવો જોઈએ તેવા સૂચનની બેઠકમાં ચર્ચા થઇ હતી. જો કે, આ અંગે સત્તાવાર માહિતી હજુ આવવાની બાકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ખરેખર આવું થાય છે કે નહીં.

ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે BCCI દ્વારા ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજના શરુ કરી હતી. ત્યારે હવે BCCIની આ નવી પહેલ ખેલાડીઓના પ્રદર્શનમાં શું બદલાવ લાવી શકે છે તે જોવું જ રહ્યું.

આ પણ વાંચો-મિશમ મૌસમનો શુભારંભ કરતી વખતે PM મોદીએ કહ્યું- આજે તો આખું ગુજરાત ધાબે હશે

Related Posts

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા
  • August 6, 2025

ICC Awards: શુભમન ગિલે ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન બનતાની સાથે જ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં રનનો હાઈ રેકોર્ડ બનાવ્યો. તે પોતાના…

Continue reading
IND vs ENG: ટીમ ઇન્ડિયાએ હારેલી બાજીને પલટી, અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું
  • August 4, 2025

IND vs ENG: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડની ટીમને 6 રનથી હરાવી અને આ રીતે શ્રેણી 2-2 થી બરાબર કરી. આમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 18 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 31 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો