Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

  • Gujarat
  • October 25, 2025
  • 0 Comments

Kheda:  ગુજરાતમાં સરકાર દ્વારા સતત દારુબંધીના બણગાં ફૂંકાઈ રહ્યા છે, જોકે વાસ્તવિક સ્થિતિ કંઈ જ અલગ છે. ખેડા જીલ્લા પોલીસની ઢીલી કામગીરીને કારણે બૂટલેગરો બેફામ બન્યા છે. ખેડા જીલ્લાના માતરમાં ખુલ્લેઆમ દારુ વેચાણ થતું હોવાનું વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ છે. વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો પેદા થયા છે. લોકોનું કહેવું છે આ બધુ પોલીસની રહેમ નજર હેઠળ થતું હોય છે.

મિડિયા અહેવાલો અનુસાર ચંદ્રકાન્ત તળપદા નામનો એક બુટલેગર આ વિસ્તારમાં બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ દારુ વેચાણ દૂષણથી આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને પ્રભુકૃપા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે.

પોલીસનું નિવેદન

આ ઘટનામાં માતર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. ખાંટે જણાવ્યું હતું કે વાયરલ થયેલા વીડિયો બાદ અમે તાત્કાલિક કાર્યવાહી કરી છે. દારૂનું વેચાણ કરનારા ઇસમ ચંદ્રકાન્ત તળપદા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ નવરાત્રી દરમિયાન પણ આ જ ઇસમ વિરુદ્ધ દારૂ વેચાણ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસની કામગીરી પર સવાલો

ઉલ્લેખનીય છે કે પોલીસે પણ સ્વીકાર્યું છે કે બૂટલેગર ચંદ્રકાન્ત દળપદા વિરુધ્ધ નવરાત્રીમાં પણ દારુનું વેચાણ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તો સવાલ એ પણ થાય છે તો ફરી દારુનો વેચાણ કરતો કેવી રીતે થઈ ગયો?. પોલીસે ફરિયાદ નોંધી તો કાર્યવાહી કેમ ના કરી. પોલીસે એવી તે કેવી કામગીરી કરી કે તેની ફરી દારુ વેચાણ કરવાની હિંમત વધી?. આ તમામ સવાલ લોકો પૂછી રહ્યા છે.  જેથી ખેડા પોલીસની કામાગરી શંકાના ઘેરામાં આવી છે.

આ પણ વાંચો:

Gujarat police: દારુડિયાને પકડવા દારુડિયો પોલીસ આવ્યો! પોલીસની આબરુના ધજાગરા ઉડાડતા વીડિયો આવ્યા સામે

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views