Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

  • India
  • October 26, 2025
  • 0 Comments
Bihar Elections:બિહાર વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી પહેલાજ JDUએ બળવાખોર 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે,જેમાં ભૂતપૂર્વ ગ્રામીણ બાંધકામ મંત્રી અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમારનો પણ સમાવેશ થાય છે.પાર્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તેના 11 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.

પ્રદેશ મહાસચિવ ચંદન કુમાર સિંહ દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, ‘આ નેતાઓએ પક્ષની વિચારધારા, અનુશાસન અને સંગઠનાત્મક આચરણની વિરુદ્ધ જઈને કામ કર્યું છે.
આ તમામ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય રીતે મેદાનમાં ઉતરીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તેમને પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક નિલંબિત કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે.
પાર્ટીએ સ્પષ્ટ કહ્યું કે, આવા બળવાખોર વલણને બિલકુલ ચલાવી નહીં લેવાય.’

નોંધનીય છે કે JDU એ બિહારમાં કુલ 101 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં પ્રથમ તબક્કામાં 57 બેઠકો અને બીજા તબક્કામાં 44 બેઠકો પર ચૂંટણી જંગ માટે મેદાનમાં છે.જેડીયુએ જણાવ્યું હતું કે આ બધા નેતાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે અથવા અન્યથા પક્ષના ઉમેદવારો સામે ચૂંટણી લડીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડ્યું છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આવા કોઈપણ બળવાખોર વલણને સહન કરવામાં આવશે નહીં.

પ્રથમ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત ૧૨૧ બેઠકોમાંથી, JDU ૫૭ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. JDU 36 બેઠકો પર RJD અને 13  બેઠકો પર કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં છે. વધુમાં, JDU સાત બેઠકો પર CPI(ML) અને બે બેઠકો પર મુકેશ સાહનીની પાર્ટી VIP સામે ચૂંટણી લડી રહ્યું છે.

જ્યારે RJD અને BJP ૨૩ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને BJP પ્રથમ તબક્કામાં ફક્ત 13 બેઠકો પર સીધી સ્પર્ધામાં છે. પાસવાનની પાર્ટી, LJP(R), ૧૦ બેઠકો પર RJD સાથે સીધી લડી રહી છે, જ્યારે CPI(ML) પાંચ બેઠકો પર ભાજપનો સામનો કરશે. મુકેશ સાહનીની પાર્ટી, VIP, ચાર બેઠકો પર BJP ઉમેદવારો સામે ચૂંટણી લડી રહી છે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની RLMના બંને ઉમેદવારો RJD ઉમેદવારોનો સામનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

આ પણ વાંચો:

IND vs PAK: ‘ધંધો હોય તો નાગરિકોના મોતની કોઈ કિંમત હોતી નથી’, પહેલગામ હુમલો ભૂલી પાકિસ્તાન સાથે મેચ!

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

Gujarat police: દારુડિયાને પકડવા દારુડિયો પોલીસ આવ્યો! પોલીસની આબરુના ધજાગરા ઉડાડતા વીડિયો આવ્યા સામે

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

Related Posts

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ
  • September 29, 2026

Maharashtra Tribal Students Protest: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની સરકારી નિવાસી શાળાઓ અને હોસ્ટેલોમાં સુવિધા, સુરક્ષા તથા જવાબદારીના મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ‘ટ્રાઇબલ જેન-જી ઉલ્ગુલાન’ અંતર્ગત સકલ આદિવાસી વિદ્યાર્થી આંદોલન…

Continue reading
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 7 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ