Delhi: દિલ્હીમાં “કલાઉડ સિડિંગ”નું સુરસુરીયું થઈ જતાં AAP એ સરકારની ઉડાવી મજાક!કહ્યું:-“લાગે છેકે ઇન્દ્રદેવ પણ સાથ આપવાના મૂડમાં નથી!!”

  • India
  • October 29, 2025
  • 0 Comments

Delhi: રાજધાની દિલ્હીમાં સર્વોચ્ચ ટોચ ઉપર પહોંચેલા પ્રદૂષણને કાબુમાં લેવા આજે કૃત્રિમ વરસાદના પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અધિકારીઓએ દાવો કર્યો હતો કે 15 મિનિટથી ચાર કલાકમાં વરસાદ શરૂ થઈ શકે છે, પરંતુ ત્રણ કલાક પછી પણ દિલ્હીના કોઈપણ ભાગમાં વરસાદ પડયો નથી પરિણામે આમ આદમી પાર્ટીએ સરકારની મજાક ઉડાવી હતી.

આજે બપોરે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગના અનેક પરીક્ષણો કરવામાં આવ્યા હતા.જોકે,રેખા સરકાર દ્વારા કરવામાં આવેલ આ પ્રયોગના ત્રણ કલાક પછી પણ વરસાદ પડ્યો નથી, જેના કારણે AAP એ દિલ્હી સરકારની ટીકા કરી છે. AAP એ તેને કૃત્રિમ વરસાદના નામે ખોટો તાયફો ગણાવ્યો હતો.

AAP નેતા સૌરભ ભારદ્વાજે એક વીડિયો બનાવ્યો અને દિલ્હી સરકારના ટ્રાયલ પર સવાલ ઉઠાવ્યા. તેમણે લખ્યું,”વરસાદ પણ બનાવટી છે,કૃત્રિમ વરસાદના કોઈ સંકેત નથી.
તેમણે વિચાર્યું હશે કે “દેવ ઇન્દ્ર વરસાદ કરાવશે અને સરકાર ખર્ચ બતાવી દેશે”

સૌરભ ભારદ્વાજે કહ્યું, “ભગવાન ઇન્દ્ર પણ સરકારને સાથ આપી રહ્યા નથી.ગઈકાલે સાંજે થોડો વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે જે થોડા વાદળો દેખાતા હતા તે પણ ગાયબ થઈ ગયા છે.”

નોંધનીય છે કે આજે રાજધાની દિલ્હીમાં ક્લાઉડ સીડિંગનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આવા ત્રણ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. IIT કાનપુરના સેસ્ના વિમાને મેરઠથી ઉડાન ભરી અને ખેકરા, બુરારી, ઉત્તર કરોલ બાગ, મયુર વિહાર, સદકપુર અને ભોજપુર જેવા વિસ્તારોમાં ક્લાઉડ સીડિંગ પરીક્ષણો હાથ ધર્યા હતા જેમાં આતશબાજીનો ઉપયોગ કરીને આઠ ક્લાઉડ સીડિંગ ફ્લેયર્સ છોડવામાં આવ્યા હતા.
દિલ્હી સરકારના મંત્રી મનજિન્દર સિરસાએ આ બાબતે માહિતી આપી.તેમણે કહ્યું કે આઠ ફ્લેયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેક ફ્લેયર્સનું વજન 2.5 કિલો છે અને તે લગભગ બે થી અઢી મિનિટ સુધી ચાલે છે. આખી પ્રક્રિયામાં અડધો કલાક લાગ્યો.આ ટ્રાયલ પછી, દિલ્હીના બહારના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ એવું થયું નહિ.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં AQI સ્તર સુધારવા માટે બુરાડી વિસ્તાર ઉપર કૃત્રિમ વરસાદ કરાવવા પ્રયાસ કરાયો હતો આ અગાઉ પણ સરકારે ગયા અઠવાડિયે બુરાડી ઉપર કરેલી પરીક્ષણ ઉડાન દરમિયાન વિમાનમાંથી સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ છોડાયા હતા. જોકે, કૃત્રિમ વરસાદ માટે જરૂરી 50%ની સામે વાતાવરણમાં ભેજનું સ્તર 20% થી ઓછું હોવાથી તે સમયે વરસાદ કરાવી શકાયો ન હતો.

દરમિયાન આજે કાનપુરથી ઊડેલા પ્લેને મેરઠ એરફિલ્ડ ઉપરાંત દિલ્હી-NCRના ખેકરા, બુરાડી, નોર્થ કરોલ બાગ, મયૂર વિહાર, સાદકપુર, ભોજપુરમાં કૃત્રિમ વરસાદ માટે ક્લાઉડ સીડિંગ કર્યું હતુ અને 2 થી 3 કલાકમાં વરસાદ થવાની ગણતરી હતી પણ ચાર કલાક બાદ પણ વરસાદ પડ્યો નહિ.

કહેવામાં આવી રહ્યું હતું કે જો ક્લાઉડ સીડિંગ સફળ રહ્યું તો સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે વરસાદ આવશે પણ દિલ્હીની હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું એટલે કે લગભગ 15થી 20% જ છે, જે કૃત્રિમ વરસાદ માટે પૂરતું માનવામાં આવતું નથી તે મુજબ વરસાદ નહિ પડતાં આમ આદમી પાર્ટીએ રેખા સરકારની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચો:

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 6 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 7 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 7 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 9 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 7 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય