Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • Gujarat
  • October 29, 2025
  • 0 Comments

Bhavnagar Bridges Collapsed: ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેથી જગતના તાત ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક ધોવાઈ ગયો છે.  મગફળી, ડાગર, ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ ભાવનગર જીલ્લાના મહુવામાં પડ્યો છે. જ્યા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘણા રસ્તાઓ, થાંભલાઓ અને નાળાઓ તૂટી ગયા છે. જેથી ભાવનગરના ગામડાંઓના લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

મળતી જાણકારી અનુસાર ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે. જીલ્લામાં ખેડૂતોને માટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘણા ગામો સંપર્કો વિહોણઆ થઈ ગયા છે. મહુવાના મોટા ખુંટવડા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. મોટા ખુંટવડા ખાતે રોજકી અને માલણ નદી ઉપર આવેલા પુલો તૂટી પડ્યા છે. આ પુલ મોટા ખુંટવડાથી કૃષ્ણપુર તથા બોરડી ગામ ને જોડે છે. જો કે આ પુલો તૂટી પડતાં વિસ્તારના લોકો માટે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ છે.

આ પુલોનું નિરીક્ષણ કરવા ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી તાત્કાલિક ધોરણે નવા પુલોના બાંધકામના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે ભાવનગર જીલ્લામાં વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે. જેથી ખેડૂતો સરકાર સાથે સહાયની માંગ કરી રહ્યા છે. સાથે જ બંધ પાક વિમા યોજના શરુ કરવા ગુહાર લગાવી રહ્યા છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય