VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

  • Gujarat
  • January 16, 2025
  • 1 Comments

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી આજે બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. જેથી મગરોની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. મગરોના મોત થતાં તંત્ર દોડતું થયું છે. જોકે મગરોના મોત અંગે કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આજે સવારે વડોદરા શહેરના કીર્તિ મંદિર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર અંદાજે 8 ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ રેસ્કયૂ ટીમને આ જ વિસ્તારમાં આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મૃત મગર પડેલો હોવાનો કોલ મળ્યો હતો. જેથી મગર રેસ્કયૂ કરતા જીવદયા પ્રેમી સંગઠન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારની ટીમે જઈને જોતા લગભગ 10 ફૂટનો મહાકાય મગર મૃત હાલતમાં પડેલો જોવા મળ્યો હતો.

તેમણે કહ્યું કે, બે મહિનામાં 6 મગરોના મોત થયા છે. તેની પાછળનું ચોક્કસ કારણ તો જાણવા નથી, તેમણે આશંકા વ્યક્ત કરી છે કે ચોમાસામાં આવેલા પૂરના કારણે મગરો જ્યા તાપમાં બેસી રહેતાં હતા તે જગ્યાઓ ધોવાઈ ગઈ છે. જેથી આખી રાત પાણીમાં રહેતા મગરોને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે સવારનો તડકો ખાવાની જગ્યા મળી રહી નથી અને શરીર વધારે પડતું ઠંડું પડવાથી તેમજ તડકાના અભાવે મગરોના મોત થયા છે કે કેમ તે એક તપાસનો વિષય છે. તેમણે કહ્યું હતું કે, મગરોના પોસ્ટમોર્ટમ બાદ જંગલ વિભાગે અને તંત્રએ તપાસ કરવી જોઈએ.

વિશ્વામિત્રી નદીમાં દર ચોમાસે પૂર આવી જતું હોવાથી તેને ઊંડી કરવામાં આવી રહી છે. જેથી મગરોને આરામ અને તડકો લેવાની જગ્યાઓમાં ઘટાડો થવાનો છે. જેથી મગરો માટે સંકટ સમાન સ્થિતિ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર હુમલો કરનાર ક્યાં છુપાયો હતો? સૈફની કેવી છે હાલત?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 2 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 5 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 6 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 10 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 8 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 14 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!