Supreme Court: પોલીસ ધરપકડ પહેલાં લેખિતમાં કારણ આપ્યા વગર ધરપકડ નહીં કરી શકે, પોલીસ વિભાગને સુપ્રિમની ફટકાર!

  • India
  • November 7, 2025
  • 0 Comments

Supreme Court: પોલીસ દ્વારા ઘણીવાર કોઈપણ જાણ કર્યા વગર જ વ્યક્તિને એરેસ્ટ કરી લેવામાં આવે છે ત્યારે તેમને કે તેમના પરિવારને કારણ પણ જણાવવામાં આવતું નથી. આવા કિસ્સા વધ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના ઐતિહાસિક ચૂકાદામાં જણાવ્યું હતું કે, કોઈપણ એજન્સી દ્વારા કોઈપણ ગુના હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડ માટેનું કારણ તેને સમજાય તેવી ભાષામાં લેખિતમાં આપવું ફરજિયાત છે.

સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો વ્યક્તિગત સ્વતંત્રતા માટેના બંધારણીય રક્ષણને મજબૂત બનાવશે. સુપ્રીમે કહ્યું કે, માત્ર પીએમએલએ અથવા યુએપીએ જેવા વિશેષ કાયદા હેઠળ જ નહીં, પરંતુ આઈપીસી-બીએનએસ હેઠળ દરેક ગુનામાં ધરપકડ સમયે આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં જણાવવું ફરજિયાત છે. સુપ્રીમે કહ્યું કે, હવે પછીની દરેક ધરપકડો સમયે આ પ્રક્રિયા લાગુ કરવાની રહેશે.

મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસિહને સમાવતી બેન્ચે જણાવ્યું કે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને તેની સમજમાં આવતી ભાષામાં ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવતા ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે ગણાશે. બેન્ચે જુલાઈ ૨૦૨૪ના હાઈ-પ્રોફાઈલ મુંબઈ બીએમડબલ્યુ હીટ-એન્ડ રન ઘટનામાં મિહિર રાજેશ શાહ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારના કેસમાં આ ચૂકાદો આપ્યો હતો. આ કેસને મુખ્ય મામલો માનતા બેન્ચે અનેક અપીલો પર એક સાથે સુનાવણી કરી હતી.

મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં મુખ્ય કાયદાકીય મુદ્દો બંધારણની કલમ ૨૨(૧) અને સીઆરપીસી,૧૯૭૩ની કલમ ૫૦, જે હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસ)ની કલમ ૪૭નો ભંગ હતો. કારણ કે અધિકારીઓએ ધરપકડ સમયે આરોપીને તેનું કારણ લેખિતમાં જણાવ્યું નહોતું.

જોકે, સુપ્રીમે સ્પષ્ટરૂપે જણાવ્યું કે, ઈમર્જન્સી પરિસ્થિતિમાં ધરપકડ સમયે અથવા તુરંત બાદ આરોપીને કારણ જણાવવું શક્ય ના હોય તો તેવા સંજોગોમાં રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં આરોપીને લેખિતમાં કારણ જણાવવું પડશે. આરોપીને ધરપકડનું કારણ લેખિતમાં નહીં જણાવવામાં આવે તો તેવી સ્થિતિમાં ધરપકડ અને ત્યાર પછીના રિમાન્ડ ગેરકાયદે મનાશે અને વ્યક્તિને છોડી શકાશે.

સુપ્રીમે કહ્યું કે, ભારતના બંધારણની કલમ ૨૨(૧) હેઠળ ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડનું કારણ જણાવવું એક માત્ર ઔપચારિક્તા જ નથી પરંતુ અનિવાર્ય બંધનકારક બંધારણીય સુરક્ષા છે, જેને બંધારણના ભાગ-૩માં મૌલિક અધિકારો હેઠળ સામેલ કરાયું છે. આ રીતે કોઈ વ્યક્તિને તેની ધરપકડનું કારણ તાત્કાલિક ના જણાવાય તો તે તેના મૌલિક અધિકારોનો ભંગ હશે, જે ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો ભંગ હશે.

સુપ્રીમે ઉમેર્યું હતું કે, ધરપકડ કરનારા અધિકારી ધરપકડ પહેલાં અથવા તુરંત બાદ ધરપકડનું કારણ લેખિતમાં જણાવવા અસમર્થ હોય તો તેણે મૌખિકરૂપે તેની જાણ કરવી પડશે અને સાથે જ યોગ્ય સમયની અંદર અને કોઈપણ સંજોગોમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રિમાન્ડ કાર્યવાહી માટે આરોપીને હાજર કરવાના ઓછામાં ઓછા બે કલાક પહેલાં તેને કારણ જણાવવામાં આવે તો ધરપકડને ગેરકાયદે નહીં ગણાય.

મુંબઈના હાઈપ્રોફાઈલ બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બંધારણીય સુરક્ષા ઉપાયોનું વિસ્તૃત વિશ્લેષણ કરતા કહ્યું કે, બંધારણની કલમ ૨૨(૧)નો આશય વ્યક્તિને તેની ધરપકડનું કારણ સમજવા અને તેની ધરપકડ, રિમાન્ડને પડકારવા અથવા જમાનત માગવા માટે કાયદાકીય સલાહ લેવામાં સક્ષમ બનાવવાનો છે.

તેથી માત્ર મૌખિક સૂચના પર્યાપ્ત નથી બંધારણીય જનાદેશનો ઉદ્દેશ્ય ધરપકડ કરાયેલી વ્યક્તિને માત્ર કારણો વાંચીને સંભળાવવાથી પૂરો થતો નથી. આમ,સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા આ રીતે થઈ રહેલી હેરાનગતિની ફરિયાદ દૂર થશે આ ખૂબજ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો છે.

આ પણ વાંચો:

 Vote chori: મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા’, વોટ ચોરી ખુલ્લી પાડવાનું કામ હજુ ચાલુ: રાહુલ ગાંધી

Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો

Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?

Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું

Related Posts

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો
  • September 29, 2026

Ujjain Shahi Masjid Protest: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ઐતિહાસિક શાહી મસ્જિદના રસ્તામાં આવતા એક ભાગને હટાવવાની કાર્યવાહી દરમિયાન સ્થિતિ તંગ બની હતી. રોડ પહોળો કરવાની કામગીરી માટે વહીવટી તંત્ર બુલડોઝર સાથે પહોંચ્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 3 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 5 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 6 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ