Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

  • India
  • November 7, 2025
  • 0 Comments

Delhi Pollution: દિલ્હી સહિત દેશમાં ગંભીર બનેલા વાયુ પ્રદૂષણને તાત્કાલિક રોકવા માટે કાર્યવાહી કરવાની માંગ કરતી એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદીના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના વેલનેસ ચેમ્પિયન લ્યુક ક્રિસ્ટોફર કુટિન્હો દ્વારા દાખલ થયેલી આ અરજીમાં ક્રિસ્ટોફરે જણાવ્યું છે કે દેશમાં વાયુ પ્રદૂષણનું સ્તર જાહેર આરોગ્ય કટોકટીના સ્તરે પહોંચી ગયું છે. જે માટે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ.

દિલ્હીમાં પ્રદૂષણ એટલુ ગંભીર બની ગયું છે કે અહીં લગભગ 22 લાખ જેટલા બાળકોને ફેફસાં ક્ષતિગ્રસ્ત થયા છે જેની રિકવરી કરવી હવે મુશ્કેલ છે, આ હકીકત સરકાર અને તબીબી અભ્યાસો દ્વારા પુષ્ટિ મળી છે. નીતિઓ હોવા છતાં, ગ્રામીણ અને શહેરી ભારતના મોટા ભાગોમાં હવાની ગુણવત્તા કથળી ગઈ છે

દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં PM 2.5 અને PM10 જેવા પ્રદૂષકો મર્યાદા કરતાં વધી ગયા છે. PM 2.5 માટે વાર્ષિક સરેરાશ 40 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર અને PM10 માટે 60 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર છે.

તેનાથી વિપરીત, દિલ્હીમાં PM 2.5નું સ્તર પ્રતિ ઘન મીટર લગભગ 105 માઈક્રોગ્રામ, કોલકાતામાં લગભગ 33 અને લખનૌમાં લગભગ 90 માઈક્રોગ્રામ નોંધાયું હતું, જે ભારતીય ધોરણોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

1981ના વાયુ અધિનિયમ અને સંબંધિત કાયદાઓ હેઠળ નિયમનકારી અમલીકરણ કરવામાં આવતું નથી પરિણામે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક હોવા છતાં દિલ્હીમાં વાયુ અધિનિયમ હેઠળ એક પણ ફોજદારી કેસ દાખલ થયો ન હતો.

હવાની ગુણવત્તા ગંભીર બને ત્યારે કટોકટી રાહત પૂરી પાડવા માટે GRAP ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ કરવામાં નહિ આવતું હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે.

આ પણ વાંચો:

‘સોગંદનામું દાખલ કરો’, દિલ્હીમાં પ્રદૂષણ મામલે CAQM ને સુપ્રીમની ફટકાર

‘ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે’, જાણો AIIMS ના પૂર્વ ડિરેક્ટરે આવું કેમ કહ્યું?

 Vote chori: મોદી ચૂંટણીમાં ચોરી કરીને PM બન્યા’, વોટ ચોરી ખુલ્લી પાડવાનું કામ હજુ ચાલુ: રાહુલ ગાંધી

Vote scam: વોટ ચોરી જ નહીં, ચોરીની સરકાર?, જુઓ વીડિયો

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય