
junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદની મુખ્ય સિનિયર સિવિલ કોર્ટમાંથી એક અનોખી અને વિચિત્ર લેખિત અરજી નગરપાલિકા પાસે પહોંચી છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. કોર્ટ બિલ્ડિંગમાં ચાર માદા શ્વાનોએ બચ્ચાઓને જન્મ આપ્યો છે, જેના કારણે કોર્ટમાં આવતા પક્ષકારો, વકીલો અને અન્ય સ્ટાફ માટે ગંભીર ભયનું વાતાવરણ ઊભું થયું છે. આ અરજીમાં કોર્ટે નગરપાલિકાના ચીફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહી કરીને આ શ્વાનો અને તેમના બચ્ચાઓને દૂર કરવા અને યોગ્ય વ્યવસ્થા કરવાની વિનંતી કરી છે.
કેશોદ સિવિલ કોર્ટમાંથી નગરપાલિકાને કરાઈ વિચિત્ર અરજી
આ લેટર, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે કોર્ટના પ્રાંગણ અને આંગણામાં શ્વાનોની હાજરીથી વાતાવરણ અશાંત બની ગયું છે. પક્ષકારોને ડર લાગે તેવી પરિસ્થિતિમાં કોર્ટની કાર્યવાહી પર અસર પડી રહી છે. કોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ શ્વાનો કોર્ટ કોમ્પાઉન્ડમાં લાંબા સમયથી રહે છે અને તાજેતરમાં તેમણે બચ્ચા જન્માવ્યા, જેથી સ્થિતિ વધુ જટિલ બની. “આ શ્વાનોના કારણે કોર્ટમાં આવનારાઓને જોખમ થઈ શકે છે, તેથી તાત્કાલિક હસ્તક્ષેપ જરૂરી છે,” તેમ લેટરમાં ઉલ્લેખ છે.
નોંધ લેશોજી..
વિષય : કોર્ટ બિલ્ડિંગમાં કુતરી વ્યાણી બાબત pic.twitter.com/HwrLuCK8hs— Sagar Patoliya (@kathiyawadiii) November 9, 2025
કોર્ટનું વાતાવરણ સામાન્ય બનાવવાના પ્રયાસ
નગરપાલિકાના ચીફ ઓફિસરે આ અરજીના પ્રતિભાવમાં વેટરનરી ટીમને સૂચના આપી છે. તેઓએ જણાવ્યું કે, શ્વાનોને પકડીને યોગ્ય આશ્રયસ્થળે મોકલવામાં આવશે અને બચ્ચાઓની સુરક્ષા પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આ વાયરલ લેટરે લોકોમાં હાસ્ય અને ચિંતા બંનેનું મિશ્રણ ઉભું કર્યું છે, પરંતુ તે શ્વાન સંરક્ષણ અને જાહેર સુરક્ષા વચ્ચેના સંતુલનની માંગ કરે છે. નગરપાલિકા આગામી 48 કલામાં કાર્યવાહી પૂર્ણ કરશે, જેથી કોર્ટનું વાતાવરણ સામાન્ય બને.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






