Bihar: સાહેબ!, તમે 2005થી છો ને?, પ્રશ્ન સાંભળતા જ BJP નેતાએ કર્યો પત્રકાર પર હુમલો, પછી…

  • India
  • November 11, 2025
  • 0 Comments

Journalist Attacked in Bihar: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બરાબર એક દિવસ પહેલા જ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદે એક પત્રકારનો હાથ મચકોડી કાઢી તેના પર હુમલો કર્યાનો એક વીડિયો ભારે વાયરલ થતાં નેતાની આ હરકત જોઈ લોકોમાં અનેક કોમેન્ટ ઉઠી છે તેઓ નેતા તરીકેની ગરિમા ચૂકતા લોકોમાં ટ્રોલ થયા હતા.

વિગતો મુજબ કટિહાર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ એક ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે ત્યાં એક સ્થાનિક પત્રકારે તેમને ભાજપ-જેડીયુના 20 વર્ષના શાસનમાં કેટલા કામો થયા?તે અંગે સવાલ પૂછતા જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ પત્રકારનો હાથ મચકોડ્યો હતો પછી તેના પર હુમલો કર્યો એટલું જ નહિ પણ નેતાના સાથીઓએ પણ પત્રકારને માર મારવા એક થઈ ગયા. પત્રકારે વધુમાં પૂછ્યું હતુ કે તમે 2005થી છો ને?. એટલામાં જ ભાજપ નેતાજી રોષે ભરાઈ ગયા હતા. પત્રકારનું માઈક પકડી હાથ મચકોડી કાઢ્યો હતો.  ત્યારબાદ તારકિશોર પ્રસાદે તેના અંગરક્ષકોને પત્રકારની અટકાયત કરવાનો અને તેને જેલમાં ધકેલી દેવા કહ્યું હતુ.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ છે. જેઓને પત્રકારે માત્ર એટલું પૂછ્યું, કે “મોદી-નીતીશ સરકારે 20 વર્ષમાં શું કર્યું છે?” પ્રશ્ન સાંભળીને, તારકિશોર પ્રસાદ ગુસ્સે થઈ ગયા, તેમણે પત્રકારનો માઇક પકડેલો હાથ મચકોડી હુમલો કર્યો.
આ ભાજપનું “જંગલ રાજ” છે – જ્યાં પ્રશ્નો પૂછવાને ગુનો માનવામાં આવે છે.

આરજેડીએ પણ તારકિશોર પ્રસાદનો આ વીડિયો પણ શેર કર્યો છે. આરજેડીએ લખ્યું છે કે, “જો તમે ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદને ભાજપ અને નીતિશ કુમાર સરકારના કામ વિશે પૂછશો, જે 20 વર્ષથી સત્તામાં છે, તો તમને માર મારવામાં આવશે! બધો વાંક પત્રકારનો છે! શું તમને ખબર નથી કે મીડિયાનું એકમાત્ર કામ ભાજપ પાસેથી પૈસા લેવાનું અને તેની પ્રશંસા કરવાનું છે? “બધું બરાબર છે” કહેતા રહો! તમારી બધી પત્રકારત્વ 20 વર્ષ પહેલાની સરકાર પર કેન્દ્રિત કરો અને તમારા ખિસ્સા ભરતા રહો!”

આમ, આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને રાજકારણ ગરમાયુ હતું, લોકશાહીમાં મીડિયાને દરેક નેતાને પૂછવાનો હક્ક છે અને નેતા જવાબ આપવા માટે બંધાયેલા છે ત્યારે હવે મોબાઈલ યુગમાં નેતાઓ જનતા સામે ખુલ્લા પડી રહયા છે.

આ પણ વાંચો:

Bihar Election: ‘કાંડ થઈ રહ્યો છે’, સમસ્તીપુરમાં સ્ટ્રોંગ રુમમાં શંકાસ્પદ શખ્સોની હલચલ!, RJDએ વીડિયો કર્યો વાયરલ

Bihar Election: ‘સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે પક્ષપાત’, પપ્પૂ યાદવનો મતદાન કર્યા પછી આરોપ, ચૂંટણી અધિકારીએ શું કહ્યું?

PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • Related Posts

    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના
    • October 9, 2026

    Delhi Mosque Police Appeal: દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસે લોકોને તેમાં ભાગ ન લેવા અપીલ કરવાની કામગીરી તેજ કરી છે. જૂની દિલ્હીની એક મસ્જિદમાંથી પોલીસકર્મી દ્વારા લોકોને સંબોધીને સૂચનાઓ…

    Continue reading
    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ
    • October 9, 2026

    CJP SIR Protest: 10 ઑક્ટોબરે જંતરમંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP), ડાબેરી સંગઠનો અને અન્ય યુવા સંગઠનોના નેતૃત્વમાં યોજાનારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

    • October 9, 2026
    • 3 views
    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

    • October 9, 2026
    • 6 views
    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

    CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

    • October 9, 2026
    • 7 views
    CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

    PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

    • October 9, 2026
    • 8 views
    PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

    ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

    • October 9, 2026
    • 10 views
    ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

    Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’

    • October 9, 2026
    • 10 views
    Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’