
Bihar: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર મતદાન થતાં વિપક્ષનું માનવું છે કે તે વર્તમાન સરકાર વિરુદ્ધ જંગી મતદાન થયું છે અને તેજસ્વી યાદવેતો એટલે સુધી દાવો કરી દીધો છે કે તેઓ ૧૮ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
ત્યારે હવે બિહારમાં આવતી કાલે શુક્રવાર તા.૧૪ નવેમ્બરના રોજ આવનારા પરિણામો સામે સૌની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે ૮ વાગ્યે મતગણતરી શરૂ થશે,પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ EVM ખોલવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તાર માટે આ જ સમયપત્રક છે.
બીજી તરફ એક્ઝિટ પોલે ચૂંટણી પરિણામો અંગે રાજકીય પક્ષીની ચિંતા વધારી દીધી છે કારણ કે એક્ઝિટ પોલે આ વખતે એકપક્ષીય રીતે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સરકારની આગાહી કરી છે, જ્યારે વિપક્ષી નેતા તેજસ્વી યાદવે ભાર પૂર્વક દાવો કરતા કહ્યું છે કે તેઓ ૧૮ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ ઘટનાક્રમ વચ્ચે, ભારતના ચૂંટણી પંચે બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિ વચ્ચે અંતિમ મતદાનના આંકડા જાહેર કર્યા પણ જ્યારે એવું કહેવામાં આવ્યું છે કે આ આંકડામાં સુધારો થઈ શકે છે.આ આંકડા એક તરફી એક્ઝિટ પોલ સામે કંઈક અંશે સવાલો ઉઠાવે છે.
એવું કહેવાય છે કે વધુ મતદાન હંમેશા વર્તમાન સરકારની વિરુદ્ધ જાય છે,દરમિયાન, વિપક્ષ સતત દાવો કરી રહ્યો છે કે રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ મહિલાઓને કામ માટે 10,000 રૂપિયાનું વચન આપીને લાંચ આપી હતી.
મતદાનના આંકડા દર્શાવે છે કે મહિલાઓમાં બમ્પર મતદાન થયું છે, પરંતુ એક્ઝિટ પોલ પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે કારણ કે NDAના ગઢમાં પણ મતદાનનું પ્રમાણ વધુ હતું. જ્યારે મહાગઠબંધનને તેના પ્રભાવ હેઠળના જિલ્લાઓમાં વધેલા મતદાનનો ફાયદો મળી શકે છે, ત્યારે મોટો પ્રશ્ન એ છે કે શું રાષ્ટ્રીય લોકશાહી જોડાણને તેના પ્રભાવ હેઠળના વિસ્તારોમાં પણ એ જ રીતે ફાયદો થશે?
આવતી કાલે શુક્રવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થશે, ત્યારબાદ પ્રારંભિક વલણો બહાર આવવા લાગશે.રાજ્યભરના મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે મતદાન પૂર્ણ થયા પછી જાહેર કરાયેલા લગભગ તમામ સર્વે એજન્સીઓના એક્ઝિટ પોલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) માટે જંગી વિજયની આગાહી કરવામાં આવી છે.
આ સર્વેક્ષણો અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં ફરી એકવાર NDA સરકાર રચાય તેવી શક્યતા છે. NDA ગઠબંધનમાં જનતા દળ-યુનાઇટેડ (JDU), ભારતીય જનતા પાર્ટી (BJP), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાન આવામી મોરચા (HAM) અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)નો સમાવેશ થાય છે તો બીજી તરફ વિપક્ષ જીતની આશા રાખીને બેઠું છે તેઓનું કહેવું છે કે જંગી મતદાન એ સરકાર વિરોધી મતદાન હોઈ શકે છે.આમ,જીતના દાવા વચ્ચે આવતી કાલે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






