National Press Day 2025:”નેતાઓ કે સરકારની ખોટી ખુશામત કરવાનું આ પ્લેટફોર્મ નથી!”

  • India
  • November 16, 2025
  • 0 Comments

National Press Day :  આજે નેશનલ પ્રેસ દિવસ છે ત્યારે આજે મિડીયાની કાર્ય પદ્ધતિ સામે સવાલો ઉભા થઇ રહયા છે,તટસ્થ પત્રકારોનો હંમેશા એ મત રહ્યો છે કે ખરેખરતો પ્રેસની આઝાદીનું અવલંબન જેતે સમાચાર સંસ્થા કે પત્રકાર પરજ રહેલું છે.નેતાઓ કે સરકારની ખોટી ખુશામત કરવાનું આ પ્લેટફોર્મ નથી.

દેશમાં સરકારો બદલાતી રહે છે અને તેઓને પોતાને અનુકૂળ સમાચારો પ્રકાશિત થાય કે પ્રસિદ્ધ થાય એમાંજ રસ હોય છે, સરકાર ઈચ્છે કે સમાચાર માધ્યમો વાહવાહી કરતા રહે અને પોતાના વશમાં રહે તેમાંરસ હોય એ સ્વાભાવિક છે.પણ ઘણી બધી એવી સમાચાર સંસ્થાઓ છે જે એવું કરતી નથી કારણકે સરકારી કામોની જાહેરાત માટે આખો એક સરકારી ડિપાર્ટમેન્ટ ખોલી આપેલો છે અને તે છે માહિતી વિભાગ અહીં તમામ પ્રકારના સરકારી કે નેતાઓના રજેરજના સમાચારની નોંધ લેવામાં આવેજ છે.

કેન્દ્ર અને રાજ્યની દરેક સરકાર ઇચ્છે છે પોતાને અનુકૂળ સમાચારો આવ્યા કરે અને ટીકા થાયતો નારાજ થઈ જાય છે તાજેતરમાં બંગાળમાં મમતા બેનરજી પર કાર્ટૂન ચિતરનારને પણ કેદ થાય છે, એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કાર્ટૂન કરનારને પણ જેલ થાય એ બતાવે છે કે સરકાર કોઈની પણ હોય અંતે સરકારને પોતાને ગમતા સમાચારો અને પોતાને ગમતા વિશ્લેષણ ગમે છે,આજે માધ્યમ સંસ્થાઓ સામે પણ સ્વતંત્રતા સામે અન્ય ઘણા પડકારો છે.

ઈન્દીરા ગાંધીની સરકારમાં કટોકટી વખતે પણ મીડિયાની કસોટી થઈ હતી તે વખતે પણ પ્રેસનો અવાજ દબાવવાની કોશિશ થઈ હતી પણ જે મક્કમ છે તેઓએ લડાઈ લડી છે.મીડિયાએ સરકાર કોઈની પણ હોય જે ખોટુ થઈ રહ્યું છે તેનું સાચું ચિત્ર રજૂ કરવું જોઇએ. નેશનલ પ્રેસ દિવસે મહત્વનું એ છે કે,સાચા પત્રકારત્વને ટકાવી રાખવાનો ધર્મ આગળ ધપાવવાનો છે જે સત્ય છે તેને કોઈની શેહમાં આવ્યા વગર ઉજાગર કરતા રહેવાનું છે.પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનીજે દિવસે સ્થાપના થઈ તે દિવસથી દેશભરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની મનાવાય છે. નેશનલ પ્રેસ કાઉન્સિલની સ્થાપના પ્રેસ કમિશનની પ્રથમ બેઠકમાં 1956માં કરવામાં આવી હતી.

આ બેઠકમાં PCI ને પ્રેસ માટે સ્વતંત્ર વોચડોગ તરીકે અને ભારતમાં પત્રકારત્વ અને પ્રેસની સ્વતંત્રતાની નૈતિકતાના રક્ષણ માટે કલ્પના કરવામાં આવી હતી. ઘણી ચર્ચાઓ અને ચર્ચાઓ પછી, 16 નવેમ્બર 1966ના રોજ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અસ્તિત્વમાં આવી. ત્યારથી કાઉન્સિલ ભારતીય પ્રેસ દ્વારા આપવામાં આવતા રિપોર્ટિંગની ગુણવત્તા પર નજર રાખવા માટે એક એજન્સી તરીકે કામ કરી રહી છે.

આજનો દિવસ મીડિયાની સ્વતંત્રતા અને તેના કર્તવ્યોની યાદ અપાવે છે સાથે પત્રકારત્વના ક્ષેત્રમાં નિષ્પક્ષતા,અખંડિતતા અને જવાબદારીની જરૂરિયાત સમજાવે છે, લોકશાહીના મજબૂત સ્તંભ તરીકે આ દિવસનો હેતુ છે અને મીડિયાના અધિકારો અને ફરજોને સંતુલિત કરવાનો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો