Surendranagar: “તુ સંજયને છોડી દે નહિ તો તને જાનથી મારી નાખીશ” પિતાએ પ્રેમ સંબંધને કારણે પિતાએ પોતાની દિકરીનો લીધો જીવ

  • Gujarat
  • November 16, 2025
  • 0 Comments

Surendranagar: સુરેન્દ્રનગર જીલ્લામાં હત્યા થવી એ કોઇ નવી ઘટના નથી જીલ્લામાં જાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને છુટ્ટો દોર મળ્યો હોઈ તેમ રોજ જીલ્લામાં હત્યા ખંડણી જુથ અથડામણ ફાયરીંગ જેવી ઘટનાઓ સામાન્ય બની છે ત્યારે ચુડા તાલુકાના જોબાળા ગામે સવારના સંમયે છરીના ઘા મારી હેતલ નામની યુવતીની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી યુવતીની હત્યાની જાણ ચુડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહોચી મૃતદેહ ને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે ચુડા હોસ્પિટલ મોકલી તપાસ હાથ ધરી હતીઅને મરણ જનાર યુવતીની તપાસ કરતા તેનું નામ હેતલ ભુપતભાઇ જુવાલીયા હોવાનું સામે આવ્યુ હતુ તેમજ યુવતી ગામ નાજ આર્મીમેન યુવકના પ્રેમ માં હતી અને સાડા ત્રણ વર્ષ પહેલા યુવક સાથે મૈત્રી કરાર કરી તેની માતા સાથે રહેતી હતી અને તેને એક ત્રણ વર્ષનો પુત્ર પણ હોવાનું સામે આવ્યુ હતુ.અને યુવતી જોબાળાથી રોજ નજીક આવેલ રાણપુર ગામે કારખાનામાં સવારના સંમયે કામે જતી હતી.

ચુડા પોલીસ એ મરણ જનાર હેતલની માતા ગીતાબેનની ફરિયાદ લેતા ફરીયાદ મુજબ હેતલ ગામના જ યુવક આર્મીમેન સંજય બચુભાઇ લીંબડીયાના પ્રેમ સંબંધમાં ઘણા જ સંમયથી હતી અને મરણ જનાર હેતલ અને યુવક સંજય એ આજથી સાડા ત્રણ વર્ષ પહેલા મૈત્રી કરાર કરેલ અને તે થકી એક ત્રણ વર્ષનો પુત્ર પણ છે તેમજ હેતલ તેની માતા સાથે જ રહેતી હતી અને રોજ સવારના રાણપુર ગામે આવેલ કારખાને કામે જતી હતી અને પોતાનું અને પોતાની માતાનું ગુજરાન ચલાવતી હતી.

બીજી તરફ આર્મીમેન સંજય એ પણ બીજી જગ્યાએ લગ્ન કરી લેતા તે હેતલ તરફ ઓછુ ધ્યાન આપતો હતો તેમજ પ્રેમી સંજયના પિતા બચુભાઇ લીંબડીયા અવાર નવાર હેતલના ઘરે આવી ધંમકીઓ આપતા હતા કે તુ સંજયને છોડી દે નહિ તો તને જાનથી મારી નાખીશ.ઘટનાના દિવસે હેતલ સવારના ટાઇમ એ પોતાના નિત્યક્રમે કારખાને જવા ટીફીન ભરીને સાતથી સવા સાતના અરસામાં નિકળતા ગામની સરકારી શાળા પાસે પ્રેમી આર્મીમેન ના પિતા બચુભાઇહેતલ પર ત્રિક્ષણ હથીયારોથી ઉપરા છાપરી 15 ઘા મારી હત્યા કરી નાખી હતી. અને ફરાર થયો હતો જેથી પોલીસ એ હવે હેતલના પ્રેમી આર્મીમેન સંજયના પિતા આરોપી બચુભાઇ ને ઝડપવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. પરંતુ એક આર્મીમેન પ્રેમી યુવક મૈત્રી કરાર કરી રહેતો હોવા છતા તેણે બીજા લગ્ન કરી નાખી બે યુવતીઓની જીંદગી બગાડી હતી પરંતુ હવે આ ઘટના સભ્ય સમાજ માટે પણ આખ ઉગાડનારી છે કે પ્રેમ સંબંધમાં પોતાના પરિવારથી ઉપરવટ જઇ મૈત્રી કરાર કરી રીલેનશીપ માં રહેવુ કેટલુ મોધુ સાબીત થાય છે તેમજ હવે હેતલ નું મોત થતા ત્રણ વર્ષના બાળક ના ભવિષ્ય ની પણ ચિંતા કોણ કરશે પ્રેમી યુવક યુવતીના ભૂલને લીધે હવે આ માસુમ બાળક ની જીંદગી અંધકારમય બની છે પરંતુ હવે આરોપી કયારે ઝડપાઇ છે અને નવા રાજ શુ ખુલે છે તેમજ કાયદો હત્યાની સજા આરોપીને શુ આપે છે તે જોવુ રહયુ….

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 3 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 9 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 10 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

  • June 23, 2026
  • 12 views
Haryana IDFC First Bank Scam: હરિયાણામાં ૬૪૫ કરોડનું કૌભાંડ, IAS પંકજ અગ્રવાલની ધરપકડ, જ્યારે દેશના સર્વોચ્ચ અધિકારીઓ જ બની જાય લૂંટારા!

Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

  • June 23, 2026
  • 11 views
Political Representation of Women: નારી શક્તિ વંદનનો ઢોંગ, કાયદો આવ્યો પણ રાજકારણના દરવાજા મહિલાઓ માટે હજુ પણ બંધ!

Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા

  • June 23, 2026
  • 12 views
Gujarat Chief Secretary Warrant: મુખ્ય સચિવ સામે વોરંટ, કચ્છ પોલીસ મથક પરથી કૂદકો માર્યો, માનવ અધિકાર ભંગના કિસ્સા વધ્યા