
Gujarat politics: હાલમાં વિનાશક માવઠાને લઈ ખેડૂતોની માઠી દશા બેઠી છે ત્યારે નેતાઓએ ખુબજ જવાબદારી ભર્યા નિવેદન કરવા પડી રહયા છે કેમકે ક્યાંક એવું ન બોલી જવાય કે ખેડૂતો નારાજ થઈ જાય આ બધા વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ‘ફોન કોલ’ અને ‘સળી’ના મુદ્દે વિવાદ છેડાઈ ગયો છે.
કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી સમસ્યાઓ માટે જ્યારે ખેડૂતો ધારાસભ્યનો સંપર્ક કરે ત્યારે તેમને કોઈ સાંભળતું નહિ હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે MLA અરવિંદ લાડાણી એવું બોલી ગયા કે ખેડૂતોમાં તેમના નિવેદનથી નારાજગી પ્રસરી ગઈ છે અને વિવાદ છેડાયો છે.
વાત એમ છે કે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એવું કહ્યું હતું કે, ‘મને જે લોકો સળી કરે છે તેનો જવાબ હું આપતો નથી, મને ખબર હોય કે કોઈ સળી કરવા વાળાના ફોન હોય તેમાં હું ગંભીરતા રાખું છું અને તેવા ફોન ઉપાડતો પણ નથી.
આ નિવેદનથી ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે હાલમાં ખેડૂતોની ઘણી સમસ્યાઓ છે અને સાહેબ ફોન ઉપાડતા નથી તેનું કારણ તેમણે જાહેરમાં નિવેદન કરી સ્પષ્ટ કરી દીધું છે પરિણામે ખેડૂતો બરાબરના ભડકયા છે અને અરવિંદ લાડાણીના નિવેદનની ટીકા કરી રહયા છે.
ખેડૂતોમાં સવાલ ઉઠ્યા છે કે નેતા વાયદા ભૂલી ગયા લાગે છે, ધારાસભ્યના ચૂંટણી સમયના વાયદાઓને યાદ કરાવતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ચૂંટણી સમયે અરવિંદ લાડાણી કહેતા હતા કે ‘તેમને કાળી રાતે કામ પડે તો કોલ કરજો, તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હાજર રહીશ’ તો હવે જ્યારે લોકો કોલ કરે છે તો તમને સળી લાગે છે?ફોન ઉપાડતા નથી અને જવાબ મળતો નથી.માણાવદર મતવિસ્તારના ખેડૂત આગેવાનોમાં આક્રોશ છે અને નેતાઓને મગજમાં ઘમંડ આવી ગયો હોવાનું કહી રહયા છે.
આરોપ લગાવ્યો કે કમોસમી વરસાદ થયો અને ત્યારબાદ ખેડૂતોએ રજૂઆત કરવા માટે જ્યારે ધારાસભ્યને ફોન કર્યા ત્યારે એક પણ ફોન અરવિંદભાઈ લાડાણીએ ઉઠાવ્યા ન હતા, ખાતરમાં જે ડુપ્લિકેટ ખાતર આવે છે તેના માટે પણ કોલ કર્યા હતા, ત્યારે અરવિંદભાઈ લાડાણીએ કહેતા હતા કે તમારે જે પ્રશ્ન હોય તે લેખિતમાં આપો.
ખેડૂતોનું કહેવું છે કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કોઈ વિકાસના કામ કર્યા નથી અને વંથલીથી માણાવદરનો રોડ બાર વર્ષથી બન્યો નથી, ઉપરાંત, વંથલી માણાવદરમાં જે ટીકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવે છે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નથી અને ખેડૂતોની મગફળી પણ વધુ પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવે છે.
ઉપરાંત મંડળીઓમાં ખાતર પણ સમયસર મળતું નથી અને માણાવદર તાલુકામાં ઘણી બોગસ મંડળીઓ ચાલે છે, પરંતુ તે મામલે પણ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી કાંઈ કરતા નથી
અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા તે સમયે ખેડૂતોએ ખોબલે ખોબલે મત આપ્યા છે પણ ભાજપમાં ગયા બાદ તે હવે કંઈ સાંભળતા નથી તેવા આક્ષેપો થઈ રહયા છે.બીજી તરફ MLA અરવિંદ લાડાણીએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે તેમનું નિવેદન ખેડૂતો માટેનું નહિ પણ કેટલાક વિઘ્ન સંતોસી માટેનું હતું કે જેઓ ફોન આવે ત્યારે ખબર પડી જાય કે તે ક્યાંક સળી કરશે તેવા લોકોના કોલની વાત હતી બાકી તે નિવેદન ખેડૂતો માટે નહોતું કર્યું.
તેઓએ ઉમેર્યુ કે ખેડૂતોએ મને ફરિયાદ કરી હોય અને જવાબ ન આપ્યો હોય તે વાત તદ્દન ખોટી છે અને બની શકે કે ક્યારેક મીટિંગમાં હોઈએ અને ફોન ઉપર વાત ન થઈ હોય.
જ્યારે વીડિયો આવે પછી હું જોઈ લઉં પછી મારે તેને ફોનમાં જવાબ દેવાનો થતો નથી, કેમ કે એણે મને રજૂઆત તો કરી દીધી હોય પછી શું વાત કરવાની હોય!
આવી વાતોને તેમના ‘સળી’ વાળા નિવેદન સાથે જોડવામાં આવી હોવાની તેઓએ ચોખવટ કરી હતી.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






