Surat: સ્પીચ આપતા આપતા અમદાવાદની 24 વર્ષીય વિદ્યાર્થિની ઢળી પડી, હાર્ટ અટેકની આશંકા

  • Gujarat
  • November 17, 2025
  • 0 Comments

Surat:સુરત શહેરમાં તાજેતરના દિવસોમાં અચાનક બેભાન થવાની અને ત્યારબાદ મોતની ઘટનાઓ વધી રહી છે. આવીએક દુઃખદ ઘટના કાપોડરા વિસ્તારની ધારુકાવાળા કોલેજમાં સામે આવી, જ્યાં અમદાવાદથી આવેલી યુવતી મંચ પર સ્પીચ આપતી હતી ત્યારે તે અચાનક ઢળી પડી અને તેનું મોત થઈ ગયું. CCTV ફૂટેજમાંદુર્ઘટના સ્પષ્ટ દેખાય છે, જેનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

સ્પીચ આપતા આપતા વિદ્યાર્થિની ઢળી પડી

કાપોડરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અનુસાર, અમદાવાદના રાયપુર વિસ્તારમાં અકાશેઠની પોળે રહેતી 24 વર્ષની જીલબેન સુરેશભાઈ ઠક્કર એક આઈટી કંપનીમાં કામ કરતી હતી. તેમની કંપનીના કેમ્પ માટે તેઓ અમદાવાદથી સુરત આવ્યા હતા. ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં યોજાયેલા સેમિનારમાં જીલબેન મંચ પર સ્પીચ આપી રહી હતી. ત્યારે તેમની સ્પીચ વચ્ચેતેઓને ચક્કર આવ્યા અને તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા, જેનાથી તેઓ તરતબેભાન થઈ ગયા.સ્થાનિક લોકો અને કોલેજના સ્ટાફે તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા. આ ઘટનાથી જીલબેનના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોસ્ટમોર્ટમમાં હાર્ટ અટેકની શક્યતા

પોલીસે જણાવ્યું કે, જીલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તપાસ માટે જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ અટેકની શક્યતા વધુ મજબૂત દેખાઈ રહી છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે, તેઓ સ્પીચ આપતા આપતા હઠાત્ તેમનો તંદુરસ્ત દેખાતો ચહેરો ફિક્કો પડ્યો અને તેઓ પડી ગયા, જે હાર્ટ સંબંધિત સમસ્યાને ઈશારો કરે છે.

હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ

સુરત-ગુજરાતમાં વધતા અચાનક મોતના કેસઆ ઘટના સુરત અને ગુજરાતમાં તાજેતરમાં વધી રહેલી અચાનક મોતની લહેરનો ભાગ લાગે છે. લગભગ દરરોજ એક કે બે વ્યક્તિઓ આવીરીતે બેભાન થઈને જીવ ગુમાવી રહ્યા છે. તમામ કેસોમાં તપાસમાં હાર્ટ અટેક કે અન્ય હૃદયસંબંધી સમસ્યાઓની શક્યતા જોવા મળી રહી છે. તબીબી નિષ્ણાતોના મતે, તણાવ, અનિયમિત જીવનશૈલી અને અન્ય પરિબળો આવી ઘટનાઓને વધારી રહ્યા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે! યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

  • February 14, 2026
  • 3 views
Yogi Adityanath: બધાજ શંકરાચાર્ય ન બની શકે!  યોગી આદિત્યનાથનું નિવેદન, બેઉ “ભગવા” બાથે વળગ્યા! હિન્દુત્વનો ફુગ્ગો ફૂટી ગયો!!

Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

  • February 13, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા

Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

  • February 13, 2026
  • 3 views
Kutch: વિકાસ ગૌચર ગળી જશે! ગાય માતાના મોઢાનો કોળિયો છીનવી ન લેવા ચારણ સમાજની બહેનોએ મોદીને પત્ર લખ્યો!

India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

  • February 12, 2026
  • 6 views
India: અમેરિકા-યુરોપ અને ભારતની ટ્રેડ ડીલથી નરેન્દ્ર મોદી સામે કેમ આંગળીઓ ઉઠી રહી છે? જુઓ વિસ્તૃત વિશ્લેષણ

Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

  • February 12, 2026
  • 4 views
Banas Dairy: બનાસ ડેરીમાં ₹ 121 કરોડનુ કૌભાંડ! જાગૃત નાગરિકે તપાસની માંગ સાથે શરૂ કર્યું ઉપવાસ આંદોલન

Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?

  • February 11, 2026
  • 6 views
Donald Trump: મોદી સાહેબના પર્સનલ મિત્રો વિશે જાણો, ડોનાલ્ટ ટ્રમ્પ વિશે શું કહો છો?