Gujarat police: હિસ્ટ્રીશીટર્સનું 100 કલાકમાં વેરિફિકેશન કરવા DGPના હુકમથી પોલીસબેડામાં દોડધામ

  • Gujarat
  • November 17, 2025
  • 0 Comments

Gujarat police:તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ તેમજ ગુજરાતમાં પણ આતંકીઓની હાજરી મળવાની ઘટનાઓ બાદ હવે પોલીસે થોડા એડવાન્સ પગલાં ભરવાનું અને પોલીસને એલર્ટ રાખવા કવાયત શરૂ થઈ છે અને તે માટે કુખ્યાત ઇસમોની ગતિવિધિઓ ઉપર નજર રાખવા સૂચના અપાઈ છે એટલુંજ નહિ પણ છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત કેસ થયેલા હોય તેવા હિસ્ટ્રીસીટરની યાદી તૈયાર કરવા રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને DGPએ આદેશ કર્યો છે.

છેલ્લા ત્રણ દાયકામાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં ઝડપાયેલા હિસ્ટ્રીશીટર્સનું આગામી 100 કલાકમાં જ એક ડોઝિયર તૈયાર કરવા રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકો (SP)ને સૂચના અપાતા રાજ્યના દરેક પોલીસ મથકમાં ભારે દોડધામ મચી છે અને રિપોર્ટ માટે જૂની ફાઈલો શોધી ડેટા કાઢવાની કામગીરી શરૂ કરી દીધી છે.

પોલીસ અધિકારીઓને સૌ પ્રથમ આવા તમામ ઈસમોની પ્રાથમિક સૂચિ તૈયાર કરવાની રહેશે.
ત્યારબાદ તે દરેક ઈસમોની વર્તમાન સ્થિતિ, વર્તમાન પ્રવૃત્તિઓની પુષ્ટિ કરવા માટે વિગતવાર ચકાસણી કરી રિપોર્ટમાં સામેલ કરવાની રહેશે.

ગુજરાતના રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આદેશ કરતા જણાવ્યું છે કે તમામચકાસણી પ્રક્રિયા સંપૂર્ણ હોવી જોઈએ,જેમાં રેકોર્ડ-ચેકિંગ, ફિલ્ડ પૂછપરછ અથવા કેસ હિસ્ટરીની પુષ્ટિમાં કોઈ કચાશ ચલાવી લેવામાં નહિ આવે.આ ચકાસણી પૂર્ણ થઈ ગયા બાદ પોલીસ યુનિટોએ અંતિમ સંકલિત ડોઝિયર તૈયાર કરવાનું રહેશે જેમાં અપડેટેડ પ્રોફાઇલ્સ, કેસની વિગતો સામેલ હોવી જોઈએ, જે આગામી 100 કલાકમાં રાજ્ય પોલીસ વડાને સુપરત કરવાની રહેશે.

દિલ્હીમાં બનેલા કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ અગાઉથી ગુનાહિત માનસ ધરાવતા ઇસમોનો રેકોર્ડ તૈયાર કરવા કાર્યવાહી શરૂ થઈ છે જેથી કોઈપણ ગતિવિધિ ઉપર નજર રાખી શકાય.કવાયતનો હેતુ રાષ્ટ્રીય હિતોની વિરૂદ્ધ ગણાતા ગુના સાથે જોડાયેલા વ્યક્તિઓના રાજ્ય-સ્તરના ડેટાબેઝને અપડેટ રાખવાનો તેમજ વિવિધ જિલ્લામાં દેખરેખની પદ્ધતિને મજબૂત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

  • June 26, 2026
  • 2 views
Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

  • June 26, 2026
  • 3 views
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ

Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

  • June 26, 2026
  • 4 views
Monsoon Delay Crisis: 11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર, ઉતાપદન માટે ગંભીર ફટકો પડતાં ભાવ વધે તો મોંઘવારી પણ વધશે

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 9 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 11 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 12 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ