CM Nitish:આજે નીતિશ મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું,20મીએ નવા CM તરીકે લેશે શપથ!

  • India
  • November 19, 2025
  • 0 Comments

CM Nitish:મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે રાજીનામું આપશે,જેનાથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. JDU અને NDA વચ્ચેની બેઠકોમાં વિધાનસભાના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ તેમના ગઠબંધન ભાગીદારો સાથે રાજભવનમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

બિહારમાં નવી સરકાર તા.20 નવેમ્બરે શપથ ગ્રહણ કરવાની છે અને સૌથી અગત્યની વાત કે મુખ્યમંત્રી પદ અંગેનુ સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયુ છે અને ફાયનલી નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

આજે બુધવારે બિહાર ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળનાર છે,આજે તા.19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં આ બેઠક મળનાર છે.

જ્યારે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ 1 અણે માર્ગ પર યોજાશે ત્યારબાદ NDA ધારાસભ્ય દળની બેઠક બપોરે બપોરે 3:30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાનારી બેઠકમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કઢાશે.

ત્યારબાદ નીતિશ રાજભવન જઈને રાજ્યપાલને મળશે અને NDAના અન્ય તમામ પક્ષોના સમર્થન પત્રની સાથે પોતાનું રાજીનામું આપશે.બીજા દિવસે તા.20 નવેમ્બર 2025એ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે.

બીજી તરફ એવી વાતો પણ જાણવા મળી રહી છે કે ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી કરી રહ્યા છે, જેમાં ભાજપ આ પદ જાળવી રાખવા માગે છે.
નોંધનીય છે કે ગત વખતની વિધાનસભામાં ભાજપના નેતા નંદકિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.

બિહારમાં સરકાર રચવા અંગે વિભાગોની ફાળવણીને લઈને મડાગાંઠ ઉભી થઈ હોવાની વાતો પણ ઉઠી છે જેમાં ભાજપ બિહારમાં પોતાનો ગૃહમંત્રી નિયુક્ત કરવા માંગે છે.જોકે,JDU ગૃહમંત્રી પદ છોડવા માટે તૈયાર નથી. નીતિશ કુમારે શરૂઆતથી જ આ વિભાગ પોતાની પાસે રાખ્યો છે.

આ મુદ્દાને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા હોવાનું કહેવાય છે.બાકી બીજી રીતે NDAમાં મંત્રીમંડળને લઈને લગભગ સહમતી સધાઈ ગઈ છે.જેમાં,JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે.

નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ એક નાનો શપથ ગ્રહણ સમારોહ પણ ઇચ્છે છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાજરી આપી રહ્યા છે. સૂત્રો એમ પણ કહે છે કે ભાજપ બાકીના મંત્રીઓને પછીથી શપથ ગ્રહણ કરાવવા માંગે છે.ગઈકાલે મંગળવારે (18 નવેમ્બર) ના રોજ, નીતિશ કુમાર પોતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધી મેદાનની મુલાકાત લીધી હતી.આ 10મી વખત હશે જ્યારે નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત