Russian ukraine war: યુક્રેનના ટેર્નોપિલ પર રશિયન ડ્રોન હુમલો, 6 બાળકો સહિત 25ના મોત

  • World
  • November 20, 2025
  • 0 Comments

Russian ukraine war:રશિયાએ યુક્રેનના ટેર્નોપિલમાં મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો જેમાં 6 બાળકો સહિત 25 લોકોના મોત થઈ ગયા છે.
આ હુમલા પશ્ચિમ યુક્રેન અને ખાર્કિવમાં થયા હતા,યુક્રેને પણ વળતા પ્રહરમાં રશિયા પર ATACMS મિસાઇલો પણ છોડી હતી જેને રશિયાએ હવામાંજ તોડી પાડી હતી.

રશિયાએ યુક્રેનિયન શહેર ટેર્નોપિલ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા.આ હુમલો રાત્રિના સમયે થયો, જેમાં ટર્નોપિલના બે નવ માળના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સને નિશાન બનાવવામાં આવી હતી.આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 25 લોકોના મોત થયા છે જયારે 15 બાળકો સહિત 125 લોકો ઘાયલ થયા છે.યુક્રેનના ગૃહ મંત્રાલયે આ અહેવાલ આપ્યો હતો.

આંતરિક મંત્રી ઇગોર ક્લિમેંકોએ કહ્યું કે, ઇમરજન્સી ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહી છે.ફેબ્રુઆરી 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમ યુક્રેનમાં આ સૌથી ઘાતક હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.

યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ યુક્રેનિયન લક્ષ્યો પર 476 સ્ટ્રાઈક અને ડિકોય ડ્રોન અને વિવિધ પ્રકારની 48 મિસાઈલ છોડી હતી.રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે નાગરિકો પરના દરેક હુમલા દર્શાવે છે કે રશિયા પર યુદ્ધ રોકવા માટે કોઈ દબાણ કામ આવી રહ્યું નથી.

ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધારવા અને શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથે મુલાકાત કરશે.તેઓ તુર્કીમાં શાંતિ સુનિશ્ચિત કરવાના માર્ગો પર ચર્ચા કરશે.

યુક્રેનના અન્ય પ્રદેશોમાં રશિયન હુમલાઓમાં પણ આશરે 50 લોકો ઘાયલ થયા હતા. રોમાનિયા અને પોલેન્ડે તેમના હવાઈ ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે ફાઇટર જેટ તૈનાત કર્યા હતા. બે યુરોફાઇટર ટાયફૂન અને બે F-16 વિમાનોએ રોમાનિયામાં ઉડાન ભરી હતી. પોલેન્ડના એરપોર્ટ રાતોરાત બંધ રાખવામાં આવ્યા હતા.

ખાર્કિવમાં રશિયન ડ્રોન હુમલામાં બે યુવતીઓ સહિત 46 લોકો ઘાયલ થયા હતા.ડ્રોનથી અનેક રહેણાંક ઇમારતો, એક એમ્બ્યુલન્સ સ્ટેશન, એક શાળા અને અન્ય નાગરિક માળખાને નુકસાન થયું હતું.રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુક્રેને વોરોનેઝ શહેર પર ચાર યુએસ ATACMS મિસાઇલો છોડી હતી.
બધી મિસાઇલોને તોડી પડાઈ હતી પણ તેનો કાટમાળ એક અનાથાશ્રમ અને એક જીરોન્ટોલોજી સેન્ટર પર પડ્યો હતો, યુક્રેનના આ મિસાઈલ હુમલામાં કોઈ રશિયન નાગરિક ઘાયલ થયો નથી.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી
  • June 27, 2026

Air India Flight 182: કેનેડાની ધરતી પરથી ચાલતા આતંકવાદી નેટવર્ક અને ત્યાની સરકારોની વોટબેંકની રાજનીતિ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. કેનેડાની જાસૂસી સંસ્થા કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

  • June 28, 2026
  • 2 views
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ