Bihar new government:બિહારમાં 10મી વખત નીતીશ CM બન્યા! ‘દેવાદાર’રાજ્યની જનતા ‘વાયદા’અને ‘વિકાસ’ બંન્ને ઝંખે છે! કેવી રીતે ‘શક્ય’ બનશે?

  • India
  • November 20, 2025
  • 0 Comments

Bihar new government:બિહારમાં નવા મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા છે,સાથેજ 26 મંત્રીઓએ પણ શપથ લીધા છે.મહત્વનું છે કે નીતિશ કુમારની સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલા આ શપથ સમારોહમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ, NDAના તમામ ઘટક પક્ષોના વડાઓ, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા અને કાર્યક્રમ સમાપ્ત થયો.

હવે, એ જાણીશું કે જનતા જનાર્દનને આપવામાં આવેલા વચન કઈ રીતે પૂર્ણ થશે?
બિહારની ઇકોનોમી અંગે જે રીતે વાસ્તવિક હકીકત છે તે પણ જાણવી જરૂરી છે.બિહાર સરકારની કમાણી અને ખર્ચ કેટલો છે?, દેવુ કેટલું છે? નીતિશ કુમારે આપેલા ચૂંટણીના વાયદા હવે પુરા પણ કરવા પડશે ને? તો બિહારની જે હાલની સ્થિતિ છે, તેમાં નાણાકીય વર્ષ 2024-25માં બિહારનો કુલ
ખર્ચ લગભગ 3.27 લાખ કરોડ હતો. જ્યારે તેની સામે કમાણી માત્ર ₹2.44 લાખ કરોડ છે મતલબ કે બિહાર સરકાર પોતાની કમાણી કરતાં 82 હજાર કરોડ વધારે ખર્ચ કરી ચુકી છે, હવે આ ગેપ ભરવા માટે સરકારે 63 હજાર કરોડ રૂપિયાનું દેવું કર્યું છે.
મહત્વનું છે કે જ્યારે કમાણી કરતાં ખર્ચ વધારે થઈ જાય છે, ત્યારે તેને ફિસ્કલ ડેફિસિટ કહેવાય છે. 2024-25માં બિહારની ફિસ્કલ ડેફિસિટ રાજ્યના GDPના 9.2% રહી, જ્યારે ભારતની તેનાથી અડધી 4.8% જ હતી.

જેનો મતલબ બિહાર સરકારની કમાણી અને ખર્ચ વચ્ચે મોટો તફાવત છે, જે આર્થિક દૃષ્ટિકોણથી ચિંતા જનક માનવામાં આવે છે.જોકે, આ વર્ષના બજેટમાં બિહારે આ ડેફિસિટને અડધાથી પણ ઓછી કરીને 3% પર લાવવાનો દાવો કર્યો છે. સરકારના 2025-26ના બજેટ પ્રમાણે, તેઓ આ વર્ષે ₹2.61 લાખ કરોડ કમાશે અને ₹2.94 લાખ કરોડ ખર્ચ કરશે, ડેફિસિટ પૂરી કરવા માટે આ વખતે પણ સરકાર લોન લેશે તે નક્કી છે.

નાણાકીય વર્ષ 2024-25 પૂરું થતાં બિહાર સરકાર પર કુલ 3.48 લાખ કરોડની લોન હતી. આ રાજ્યના GDPના 38.9% છે. મતલબ સ્પષ્ટ છે-બિહાર જે ₹100નો સામાન/સેવા પેદા કરે છે, તેના પર લગભગ 40નું દેવું ચડી ગયું છે.2025-26ના બજેટ મુજબ બિહાર સરકારને વાર્ષિક 23,014 કરોડનું વ્યાજ ચૂકવવું પડે છે. આ હિસાબે નીતિશ સરકાર દરરોજ લગભગ ₹63 કરોડ માત્ર વ્યાજ ચૂકવી રહી છે.

સરકાર પર પ્રતિવર્ષ દેવું અને વ્યાજ બંને વધી રહ્યા છે,ગયા વર્ષે બિહાર સરકારે ₹20,526 કરોડનું વાર્ષિક વ્યાજ આપ્યું હતું એટલે કે દરરોજ 56 કરોડ.ગયા વર્ષની તુલનામાં આ વર્ષે બિહાર સરકારે 12% વધારે વ્યાજ આપ્યું છે.બિહારની વસતિ 13 કરોડથી વધુ છે,આ હિસાબે દરેક બિહારી પર લગભગ ₹27,000નું દેવું છે.

CAGના રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 11 રાજ્યો એવા છે જેમનો દેવું-GDP રેશિયો બિહાર કરતાં પણ વધુ છે જેમાં બિહાર પાંચમા નંબરનો સૌથી દેવાદાર રાજ્ય ગણાય છે.એક અંદાજ મુજબ 2027-28માં બિહારનું દેવું રાજ્યના GDPના 34.9% રહેશે.હવે,જે જે ચૂંટણીમાં વાયદા કરવામાં આવ્યા છે તે વાયદા પૂરા કરવા માટે બિહાર સરકારને ₹40,000 કરોડ વધુ ખર્ચ થઈ શકે છે.

જે પૈકી ₹15,000 કરોડ તો માત્ર મહિલાઓને ₹10,000 આપવા પર અગાઉથી ક ખર્ચ થઈ ગયો છે એક અનુમાન મુજબ વધેલી પેન્શનથી માત્ર આ નાણાકીય વર્ષમાં સરકારને 8,500 કરોડ અને મફત વીજળી આપવાથી 4,000 કરોડ વધુ ખર્ચ થશે.કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ હેઠળ પહેલાથી ખેડૂતોને વાર્ષિક 6,000 મળતા હતા. NDAએ તેમાં 3,000 વધુ વધાર્યા છે, જેનાથી સરકારનો ખર્ચ ₹2,600 કરોડ વધુ વધી જશે.

આમ,ચૂંટણી વાયદા પુરા કરવા પડે અથવા પુરા કરવા સમય મર્યાદા લંબાવવા પડે અથવા વિકાસના કાર્યો પર ખર્ચ ઓછો કરવો પડી શકે તેવી હાલની સ્થિતિ જોવા મળી રહી છે.આવા સમયે હાલતો NDAમાં જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

  • Related Posts

    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!
    • June 20, 2026

    Socialism in India: આજના ભારતીય રાજકારણમાં ‘સમાજવાદ’ એક એવો ફેશનેબલ શબ્દ બની ગયો છે, જેનો ઉપયોગ રાજનેતાઓ પોતાની સત્તાની લાલસાને છુપાવવા માટે કરી રહ્યા છે. જે રીતે આજકાલના યુવાનોમાં ટાઈટ…

    Continue reading
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?
    • June 20, 2026

    Political Defection and Stability: હાલના રાજકીય માહોલમાં સામૂહિક પક્ષપલટાની એક એવી લહેર ચાલી રહી છે, જેણે લોકશાહીના પાયાને હચમચાવી દીધા છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ પ્રશ્નો આજે દરેક નાગરિકના મનમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    • June 20, 2026
    • 2 views
    Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    • June 20, 2026
    • 4 views
    Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    • June 20, 2026
    • 8 views
    Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 9 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 5 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 11 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?