IND vs SA: ગિલ વનડે સીરિઝમાં રમવા માટે હજુપણ અનફિટ!હવે,કોણ હશે કેપ્ટન?જાણો

  • India
  • November 23, 2025
  • 0 Comments

IND vs SA: કોલકોતામાં રમતી વખતે શુભમન ગિલને ગરદનના ભાગે થયેલી ઇજા બાદ ત્યાંની હોસ્પિટલમાં અપાયેલી સારવાર બાદ હવે વધુ ટેસ્ટ માટે મુંબઈમાં છે જ્યાં તે હજુપણ રમવા માટે ફિટ નહિ જણાતા તે સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની આગામી વનડે સીરિઝમાંથી બહાર રહેશે.

BCCIના સૂત્રોના જણાવ્યાનુસાર,વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરૂ થશે જેમાં ગિલ રમશે નહિ જોકે,ગિલની ગેર હાજરીમાં આ સીરીઝમાં કેપ્ટનશીપ માટે રોહિત સિવાય અન્ય ખેલાડીઓમાં ઋષભ પંત અને સિનિયર બેટ્સમેન કેએલ રાહુલ અને સિનિયર બેટ્સમેન રોહિત શર્માના નામો ચર્ચામાં છે.

BCCIના સૂત્રો જણાવી રહયા છે કે હાલમાં ગિલ ઈજાગ્રસ્ત હોય તેને આરામની જરૂર છે તેથી મેનેજમેન્ટ ગિલની વાપસી માટે ઉતાવળ કરવા માંગતું નથી.અત્રે ઉલ્લેખનીય છે,કોલકાતામાં પ્રથમ ટેસ્ટમાં બેટિંગ દરમિયાન ગિલને ગરદનમાં આંતરિક ઈજા થતાં તે ગુવાહાટી ટેસ્ટમાં રમી શક્યો ન હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ હાલ
ગિલ ગરદનના એમઆરઆઈ સહિતના ટેસ્ટ કરાવવા માટે મુંબઈમાં છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટને આશા છે કે, ગિલ સાઉથ આફ્રિકા સામે T20 રમી શકે છે.હાલતો કેપ્ટન માટે પંત મજબૂત દાવેદાર મનાય છે, જે બીજા ટેસ્ટમાં પણ કેપ્ટનશીપ કરી રહ્યા છે,ગત એક વર્ષમાં તેમણે એક જ વનડે રમી છે,રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.જ્યારે અભિષેક શર્મા રિઝર્વ ઓપનર હોઈ શકે છે અને હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.

જ્યારે જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ દરમિયાન ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા આગામી વર્ષના વર્લ્ડ કપ સુધી ફક્ત T20 રમશે.કુલદીપ યાદવ વ્યક્તિગત કારણોસર વિરામ લઈ શકે છે. આવી સ્થિતિમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર પર નિર્ભર રહેશે.

મહત્વનું છે કે ગિલને શુક્રવારે ભારતીય ટેસ્ટ ટીમમાં રીલિઝ કરાયો હતો, તે 19 નવેમ્બરના રોજ ગુવાહાટી પહોંચ્યો હતો. ગિલ ટીમ સાથે ગુવાહાટી આવ્યો હતો, પરંતુ તેની ગરદનની પીડા હજુપણ યથાવત હોવાથી તે અન ફિટ જણાતા તેને સામેલ કરાયો નથી, ભારતના બેટિંગ કોચ સીતાંશુ કોટકે ગુરુવારે કહ્યું હતું કે, ‘અમે નથી ઇચ્છતા કે રમત દરમિયાન તેની સ્થિતિ વધુ ખરાબ થાય’
હાલ,ગિલની ગેરહાજરીમાં પંત બીજી ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે,આમ ગિલ વનડે સીરિઝમાં રમવા માટે હજુપણ અનફિટ જણાતા તે સિરીઝ બહાર થઈ ગયો છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
  • September 25, 2026

GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

Continue reading
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 2 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 3 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 4 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 4 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 7 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 3 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો