Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

  • India
  • November 22, 2025
  • 0 Comments

Tejas Crash:દુબઈ એર શોમાં સ્થાનિક સમય મુજબ સવારે 3:40 વાગ્યે ભારતીય ફાઇટર જેટ MK-1 તેજસ ક્રેશ થયું, જેમાં પાયલોટ એવા 35 વર્ષીય નમન સ્યાલ શહીદ થઈ ગયા છે, વાયુસેનાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.20 વર્ષની ઉંમરે IAFમાં જોડાયેલા નમન સ્યાલ તેમની પાછળ તેમના પત્ની (IAF અધિકારી) અને 7 વર્ષની પુત્રીને વિલાપ કરતા મૂકીને ગયા છે.

નમન સ્યાલ શહીદ થયાના સમાચારથી તેમના વતનમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઇ છે.તેજસ ક્રેશ થવાની ઘટનામાં વાયુસેના, HAL અને સરકારે ટેકનિકલ તપાસ વધુ તીવ્ર બનાવી છે ત્યારે આવો જાણીએ શહીદ થયેલા ભારતીય પાયલોટ નમન સ્યાલ અને તેમના પરિવાર વિશે.

નમન સ્યાલ મૂળ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પટિયાલકરના વતની હતા. તેઓ માત્ર 20 વર્ષની ઉંમરે ભારતીય વાયુસેનામાં જોડાયા હતા.તેઓના પરિવારમાં માતા-પિતા તથા બહેન અને પત્ની અફશાન અને 7 વર્ષની પુત્રી પણ છે શહીદ નમન સ્યાલના પત્ની અફશાન પણ ભારતીય વાયુસેનામાં પાયલટ તરીકે સેવા આપે છે.નમનના લગ્ન 2014 માં થયા હતા અને તેમને સાત વર્ષની પુત્રી છે. તેમની પત્ની, અફશાન, પોતે પણ ભારતીય વાયુસેનામાં અધિકારી છે.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, નમન અને તેમની પત્ની અફશાનના લગ્ન દુબઈમાં થયા હતા અને તેઓ મોટાભાગે ત્યાં જ પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ક્યારેક-ક્યારેક પોતાના પૈતૃક ગામ પટિયાલકરની મુલાકાતે આવતા હતા.નમનના પિતા જગન્નાથ પણ ભારતીય સેનામાં અધિકારી હતા અને બાદમાં શિક્ષણ વિભાગમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા.

નમનના મૃત્યુ સમયે તેમની માતા વીણા દેવી અને પિતા જગન્નાથ હૈદરાબાદમાં હતા.પીએમ મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હિમાચલ પ્રદેશના દીકરાએ દેશ માટે શહીદી વહોરી છે જેની ખોટ હંમેશા રહશે.આમ,આ નાનકડા પરિવારમાં હાલ શોકનો માહોલ છે પણ આખા દેશની જનતામાં પણ એક બાહોશ અને દેશ માટે ખપી જનાર પાયલોટ ગુમાવ્યાની લાગણી સાથે શોક પ્રવર્તી રહ્યો છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
  • September 25, 2026

GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

Continue reading
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 2 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 3 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 4 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 4 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 7 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 3 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો