Heart attacked: વાંકાનેરના રાજ્ય કક્ષાના 13 વર્ષીય ફૂટબોલ પ્લેયરનું હાર્ટ એટેક આવતા કરુણ મોત!

  • Gujarat
  • November 26, 2025
  • 0 Comments

Heart attacked: આજકાલ યુવાનો અને નાના બાળકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહયા છે જે ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે મહેસાણાની ખાનગી શાળામાં ફૂટબોલ રમતી વખતે 13 વર્ષના વિદ્યાર્થીને હૃદય હુમલો આવતા કરુણ મોત થયું હોવાનો અરેરાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મૂળ મોરબીના વાંકાનેરનો વતની અને મહેસાણાની તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લીશ સ્કુલની હોસ્ટેલમાં રહી ધો 8 માં અભ્યાસ કરનાર 13 વર્ષના જૈમિલ કણસાગરા(પ્રજાપતિ)નામના આશાસ્પદ બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.મૃતક જૈમિલે નાની ઉંમરે ફૂટબોલ ફિલ્ડમાં કારકિર્દી બનાવી હતી અને રાજ્ય કક્ષાનો ફૂટબોલ પ્લેયર હતો

જૈમીલ કણસાગરા જે સ્ટેટ લેવલનો ફૂટબોલ પ્લેયર હતો અને પરિવાર દ્વારા તેને સારા અભ્યાસ અને ફૂટબોલની તાલીમ માટે મહેસાણાની તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લિશ સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ આઠમાં એડમિશન કરવામાં આવ્યું હતું.
તપોવન ઈન્ટરનેશનલ ઈંગ્લિશ સ્કૂલ શાળામાં હોસ્ટેલ રહી જૈમિલ હોસ્ટેલમાં રહેતો હતો અને ગત સાંજે 5:30 કલાકે જૈમીલ શાળામાં તેના સહવિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક તેને હાર્ટ એટેક આવતા અને તે ઢળી પડતા તેને તાત્કાલિક સારવાર માટે શંકુઝ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો,પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું કરુણ મોત થયું હતુ આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

વિગતો મુજબ મૃતક જૈમીલ કણસાગરા વાંકાનેરના ધર્મનગર સોસાયટીમાં રહેતા ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિનો પૌત્ર છે અને તેના પિતાનું નામ ગૌતમભાઈ સુરેશભાઈ કણસાગરા હોવાની માહિતી સામે આવી છે તેઓના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે અને શોકની લાગણી પ્રસરી છે.

જૈમીલ જેવા અનેક બાળકોના સ્કૂલોમાં રમતા રમતા કે નાસ્તો કરતી વખતે હાર્ટ એટેકનો ભોગ બન્યાના કિસ્સા છે બાળકોમાં વધતા જતા હૃદયરોગના હુમલાના કિસ્સાઓ ચિંતા જનક છે.

જોકે,યુવાનોમાં આવા કિસ્સાઓ સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે થાય છે. જ્યારે બાળકોમાં જુદા જુદા જટિલ અને દુર્લભ કારણો જોવા મળે છે જેમાં કેટલાક કિસ્સાઓમાં જન્મજાત હૃદયની સમસ્યાઓ કે જન્મથી જ હૃદયની રચના ઉપરાંત,કેટલાક વાયરલ ચેપ અથવા મ્યોકાર્ડિટિસ ઉપરાંત ઘણા કારણો હોય છે.

કેટલીક વખત રમતગમત દરમિયાન છાતીમાં અચાનક ગંભીર ઇજાઓ થવાથી ક્યારેક હૃદયને પણ નુકસાન થઈ શકે છે. કેટલાક રક્ત સંબંધિત રોગો અને આનુવંશિક સ્થિતિઓ પણ બાળકોમાં હૃદયરોગના હુમલા જેવી સ્થિતિનું કારણ બની શકે છે.નાના બાળકોમાં હૃદયની સમસ્યાઓ ઓળખવી મુશ્કેલ હોય છે,કારણ કે તેઓ તેમની સમસ્યા સ્પષ્ટ રીતે કહી શકતા નથી.

જો કે, કેટલાક સંકેતો છે જેને અવગણી શકાય નહીં જેમ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દરમિયાન છાતીમાં દુખાવો, બેહોશ થવું, હૃદયના ધબકારા ખૂબ ઝડપી, અનિયમિત, શ્વાસ લેવામાં તકલીફ અથવા ખૂબ જ ઝડપથી થાકી જવું. કેટલાક કિસ્સાઓમાં, બાળકોની ત્વચાનો રંગ, ખાસ કરીને હોઠ, આંગળીઓ અથવા પગના નખ વાદળી અથવા નિસ્તેજ થઈ શકે છે. કોઈપણ દેખીતા કારણ વગર પરસેવો થવો પણ એક સંકેત હોઈ શકે છે.

શિશુઓમાં, આ સ્થિતિ ભૂખનો અભાવ, ચીડિયાપણું, વજન ન વધવું અથવા કોઈ કારણ વગર ઝાડા અને ઉલટીના સ્વરૂપમાં દેખાઈ શકે છે.
આમ ઘણા બધા કારણોમાં બાળકોમાં હૃદયરોગના હુમલાના કારણો પુખ્ત વયના લોકો કરતા તદ્દન અલગ હોવાનું જણાયું છે.

 આમ,હવેના સમયમાં લોકોની બદલાયેલી જીવન શૈલી અને ભેળસેળ યુક્ત આહાર,પોલ્યુશન વગરે પરિબળો હવે પછીની પેઢી માટે ખતરનાક સાબિત થઈ રહયા છે અને લાંબુ સ્વસ્થ જીવન જીવતા વડવાઓ પાસેથી જાણીએ ત્યારે ખબર પડે કે અસલ જિંદગી કેવી હતી ત્યારે મોટી ઉંમરે ભાગ્યેજ કોઈ ને એટેક આવતા હતા.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 10 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત