
Train Accident in China: ચીનમાં ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ દરમ્યાન દક્ષિણી પ્રાંત યુનાનમાં આજે ગુરુવારે (27મી નવેમ્બર) સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 11 કામદારોના મોત થઈ ગયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલો છે. અહીં ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટિંગ કરી રહેલી એક ખાસ પ્રકારની ટ્રેન(Testing Train) રેલવે ટ્રેક ઉપર કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર ફરી વળતા 11ના મોત થઈ જતા ભારે ચકચાર મચી છે.
વિગતો મુજબ આ રેલ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલવે સ્ટેશન પાસે બની હતી.અહીં આજે સવારે ભૂકંપના સંકેતો શોધી કાઢતી ટેસ્ટિંગ ટ્રેન (Testing Train) જ્યારે સ્ટેશનની અંદરના વળાંકવાળા ભાગમાં પ્રવેશી, ત્યારે અહીં ટ્રેક પર કામ કરી રહેલા રેલવે કર્મચારીઓ ઉપર ફરી વળી હતી.આ દુર્ઘટનામાં ટ્રેન નીચે આવી જતા 11 લોકોનું ઘટનાસ્થળેજ મોત થયા હતા, જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
દુર્ઘટના બાદ તરત જ રેલવે અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે સ્ટેશન પર સામાન્ય પરિવહન સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. દુર્ઘટનાનું ચોક્કસ કારણની તપાસ હાલમાં ચાલી રહી છે. રેલવે પ્રશાસને જણાવ્યું છે કે આ દુર્ઘટના માટે જવાબદારો સામે કાયદા અને નિયમો અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!







