Putin India Visit: આજે પુતિનનો ભારતમાં બીજો દિવસ;23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે!

  • Gujarat
  • December 5, 2025
  • 0 Comments

Putin India Visit:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં છે અને વિશ્વભરની નજર ભારત ઉપર છે,આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

જેમાં,10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર હસ્તાક્ષર થનાર છે.મુલાકાત દરમિયાન ઉર્જા, સંરક્ષણ, વેપાર, સહયોગને લઈ ચર્ચા થશે,Su-57 ફાઈટર જેટ બંને દેશો માટે મુખ્ય વિષય રહેશે.

પુતિનની ભારત મુલાકાત દરમિયાન મોટા નિર્ણય લેવાવાની અપેક્ષા છે.પુતિન આજે સાંજે 7:00 વાગ્યે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે અને રાત્રે 9:00 વાગ્યે તેઓ ભારતમાંથી રશિયા જવા માટે પ્રસ્થાન કરશે.

મહત્ત્વનું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિમાન ગતરોજ સાંજે નવી દિલ્હીના પાલમ ઍરપૉર્ટ ઉપર લૅન્ડ થયું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએનું સ્વાગત કર્યું હતું,બાદમાં બંને નેતા એક જ ગાડીમાં બેસીને રવાના થયા હતા.

દરમિયાન, વ્લાદિમીર પુતિને એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું ચાલુ રાખે છે,એ પણ તો ઇંધણ જ છે, એનર્જી છે.
આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે,જે અમેરિકામાં કામ કરે છે.

જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે,તો ભારતને આ અધિકારથી વંચિત રાખવા દબાણ કેમ રાખવામાં આવે છે?

અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં?

તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે અને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા મામલે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે.

આ સાથે, બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને નવી ગતિ મળવાની શક્યતા છે.ભારત અને રશિયા વચ્ચે “વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી” પ્રવર્તે છે તથા અનેક પ્રસંગોએ બંને દેશોએ મક્કમતાપૂર્વક એકબીજાનો સાથ આપ્યો હતો.વેપાર અને વ્યૂહાત્મક-રાજદ્વારી કરારોની સાથે, બંને દેશો ફરી એકવાર સંરક્ષણ કરારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
જેમાં આ મુજબના મુદ્દાઓ ઉપર ભાર મુકાશે

ઊર્જા સહયોગ: ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.

●સંરક્ષણ ડીલ્સ: ભારતની મહત્ત્વપૂર્ણ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત આગળ વધવાની સંભાવના છે.

●વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.

હકીકતમાં, રશિયા સાથે ભારતના સંબંધો તે સમયથી સ્થાપિત થયા છે જ્યારે સોવિયેત યુનિયનનું વિઘટન પણ થયું ન હતું.તે સમયથી ભારત તેની સંરક્ષણ ખરીદી માટે રશિયા પર નિર્ભર હતું.જોકે,છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત ચોક્કસપણે તેની સંરક્ષણ જરૂરિયાતો માટે ફ્રાન્સ, ઇઝરાયલ અને અમેરિકા તરફ વળ્યું છે, પરંતુ હજુપણ ભારતનો મોટાભાગનો સંરક્ષણ પુરવઠો રશિયાથી આવે છે.

નોંધનીય છે કે છેલ્લે વર્ષ 2021માં પુતિન ભારત-રશિયા વાર્ષિક શિખર મંત્રણામાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.પુતિનની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વધારાની એસ-400 ઍર ડિફેન્સ સિસ્ટમ, સુખોઈ-57 ફાઇટર જેટ તથા અન્ય કેટલાક સંરક્ષણ કરારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

દરમિયાન,રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત કરાયું હતું જેમાં ત્રણેય સેનાઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

ભારત પ્રવાસે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં 21 તોપોની સલામીથી સ્વાગત થયું. આ પછી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ પુતિને રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો