
Cylinder blast in Goa: ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં એક મોટી દુર્ઘટના બની હતી,જેમાં 25 લોકોનાં મોત થયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ મધ્યરાત્રિની આસપાસ લાગી હતી અને લગભગ બે કલાકની મહેનત પછી તેને કાબુમાં લેવામાં આવી હતી.
મહત્વનું છે કે પણજીથી લગભગ 25 કિમી દૂર અરપોરા ગામમાં આ પાર્ટી વેન્યુ ગયા વર્ષે ખુલ્યું હતુ જે હાલમાં ખૂબજ લોકપ્રિય ગણાય છે,
આગ મધ્યરાત્રિ પછી રોમિયો લેન નજીક બિર્ચમાં લાગી હતી.વિસ્ફોટ થતાં જ ભાગદોડ મચી ગઇ હતી અને લોકો ચીસો પાડતા બહાર દોડી આવ્યા હતા પરિણામે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
ગોવાના પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમને રાત્રે 12:04 વાગ્યે ફોન આવ્યો હતો અને પોલીસ, ફાયર યુનિટ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,થોડા સમય પછી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકો ગૂંગળામણ અથવા દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ ઘટનાને રાજ્ય માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી, અને કહ્યું હતું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કામદારો હતા.નાઈટ ક્લબમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવી રહ્યું ન હતું અને બેદરકાર અધિકારીઓએ ક્લબને ચલાવવાની મંજૂરી આપી દીધી હોવાનું સામે આવ્યુ છે.
ઘટના અંગેની જાણ થતાં મુખ્યમંત્રી સ્થળ પર પહોંચ્યા હતા જેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે, 25 લોકોમાંથી ત્રણ લોકોના દાઝી જવાથી અને બાકીના લોકો ગૂંગળામણથી મૃત્યુ થયા છે.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે,ક્લબ મેનેજમેન્ટે ફાયર સેફ્ટી ધોરણોનું પાલન કર્યું ન હતું.
સાવંતે જણાવ્યું હતું કે, સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવા છતાં ક્લબ મેનેજમેન્ટ અને તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.આ દુઃખદ ઘટનામાં પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






