Indigo Monopoly: હાલમાં દેશભરમાં ઈન્ડિગો એરલાઇન્સમાં કટોકટી સર્જાતા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી ઠપ્પ થઇ ગઈ અને અસંખ્ય કામો અટવાઈ પડ્યા અને લોકો હેરાન પરેશાન થઈ ગયા ત્યારે સવાલ થાય કે જો ઈન્ડિગો હોય તોજ ભારતની હવાઈ પરિવહન સિસ્ટમ ચાલે? જો ઈન્ડિગો ન હોય તો શું બધું ઠપ્પ થઈ જાય?
સ્વદેશી હવાઈ ક્ષેત્રે આપણે ક્યાં છીએ તે સવાલ હવે આજની ન્યુ જનરેશન સિસ્ટમને પૂછી રહી છે.ભારતમાં જે કટોકટી સર્જાઈ તેમાં આપણું તંત્ર પાંગણું સાબિત થયું છે અને ઇન્ડિગોની પોનોપોલી અહીં સ્પષ્ટ દેખાય છે.
ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં ઇન્ડિગોનો એકાધિકાર છે જે 65 ટકા જેટલો છે.આજે જે કંઈ થઈ રહ્યું છે તેમાં ઇન્ડિગોની મોનોપોલી દેખાય આવે છે અને જાણે આખો દેશ વર્ચ્યુઅલ રીતે બંધક બની ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આપણા દેશમાં ઉડ્ડયન બજાર નોંધપાત્ર રીતે વિકસ્યું છે ત્યારે હવે ઘર આંગણે સ્વદેશી રીતે સ્ટ્રોંગ થવું પડે નહીતો જો 65 ટકા હિસ્સો ધરાવતી કંપનીમાં સમસ્યાઓ આવેતો કટોકટી આખા દેશને સ્થગિત કરી દેશે અને એવુંજ થયું છે.
તમામ પ્રકારના પરિવહન, ખાસ કરીને હવાઈ પરિવહન, કોઈપણ અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,આ માટે સરકારી નીતિઓ પણ એટલીજ જવાબદાર છે.સરકાર ઉડ્ડયન ક્ષેત્રમાં કોઈ નવું રોકાણ આકર્ષવામાં નિષ્ફળ રહી છે,પાછલી યુપીએ સરકાર દરમિયાન, એવી પ્રથા હતી કે જો એક ઓપરેટર બંધ થાય તો બીજો ઉભરી આવતો.
2013માં ઇન્ડિગોનો બજાર હિસ્સો આશરે 32 ટકા હતો, પરંતુ હવે તે 65 ટકા સુધી પહોંચી ગયો છે અને ઈન્ડિગોની જ બોલબાલા છે.
ઇન્ડિગો જ્યારે શરૂ થઈ ત્યારે બજારમાં અન્ય એરલાઇન્સ હતી જેમકે જેટ એરવેઝ, કિંગફિશર, ગોએર વગેરે જેવી નોંધપાત્ર સ્પર્ધા હતી. ધીમે ધીમે, આ એરલાઇન્સ એક પછી એક બંધ થઈ ગઈ અને સ્પાઇસજેટ પણ ખાસ ચાલતી નથી ત્યારે ઈન્ડિગોની મોનોપોલી રહી છે.
છેલ્લા પાંચ દિવસ સુધી સર્જાયેલી કટોકટીની સમસ્યાથી ભારે અફરા તફરી મચી અને સરકારે તમાશો જોયા કર્યો અને છેલ્લે નોટિસ પાઠવી રીફન્ડ અપાવવા દબાણ કર્યું આ બધું થયું પણ સરકારની ચૂપકીદી અને લાચારી જનતાને અકળાવી ગઈ ત્યારે
આ અંગે વરિષ્ઠ પત્રકારો શ્રી મયુરભાઈ જાની, શ્રી હિમાંશુ ભાઈ ભાયાણી અને મેહુલ ભાઈ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી ખરેખર આખો ખેલ શુ છે?તે વાસ્તવિકતા જનતા સમક્ષ રજુ કરી છે તે જોવાનું ચૂકશો નહિ.
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!





