Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

 Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગરના થાન પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલની 100 જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે,મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર બિન્દાસ ચાલી રહી હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

નાયબ કલેકટર મકવાણા સહિત મુળી અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓ પણ વહેલી સવારે પડેલા દરોડા વખતે હાજર રહ્યા હતા.થાન તાલુકામાં મોટા પ્રમાણમાં કુદરતી રીતે કાર્બોસેલ ખનીજ સંપતિ છુપાયેલ છે પરંતુ તેનો સરકારને લાભ મળતો નથી અહીં ભૂમાફિયાઓ અને સ્થાનિક તંત્રની મીલીભગતથી કરોડોની ગેરકાયદેસર ખનીજ ચોરી થઈ રહી છે જેની અનેક વખત ફરિયાદ ઉઠી છે.

થાન તાલુકામાં વર્ષોથી ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થઈ રહ્યુ હોવા છતાં પોલીસ કાર્યવાહી થતી નહિ હોવાથી હપ્તારાજના દાવા પણ અનેક વખત થઈ ચૂક્યા છે અને માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દરોડા દરમિયાન ટ્રેક્ટર,ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો દરોડામાં 50 મજૂરોને 25 ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
વિગતો મુજબ જામવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને અહીથી શ્રેષ્ઠ કક્ષાનો કોલસો સિમેન્ટ ફેક્ટરીમાં રાજસ્થાન અને એમપીમાં મોકલાવમાં આવતો હોવાનું ખુલ્યું છે,સારો કોલસો હોવાથી ગુજરાત બહાર ભાવ વધારે મળે છે,એક અંદાજ મુજબ એક ખાણમાંથી 35 ટન કોલસો ભરીને 700 ટ્રક નિકળે છે અને 25 હજાર ટન એક કુવામાંથી કિંમતી કોલસો નિકળે છે.

100 કુવાનો 2 કરોડ ટનનો માલ હોઈ શકે છે,એક ટનનો ભાવ 3200થી 4100 ગણવામાં આવેતો તે હિસાબે 100 ખાણમાં 5થી 6 કરોડનો કોલસો નીકળે છે જે બરોબાર વહીવટ થઈ જતો હોવાની ચોંકાવનારી વાતોએ હડકંપ મચાવ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકો સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપ ભાઈ પટેલે કરેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે જુઓ વિડીયો

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

Gujarat Education: શિક્ષણ પાછળ કરોડોનું આંધણ છતાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી! આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે?

Russia Ukraine war: 21 વર્ષના યુવકની અજીબો ગરીબ કરુણ કહાની;પરિવારની સ્થિતિ સુધારવા રશિયાતો ગયો પણ પછી જે થયું તે જાણી ધ્રુજી જશો!!

Related Posts

જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
  • April 27, 2026

Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

  • May 6, 2026
  • 2 views
Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 5 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 11 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 15 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ