Save Aravalli: ‘અરવલ્લી’ મામલે કોંગ્રેસ-ભાજપના રાજકારણ વચ્ચે લોકો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહયા છે! જુઓ નેતાઓની પ્રતિક્રિયા

  • Gujarat
  • December 24, 2025
  • 0 Comments

Save Aravalli: અરવલ્લી પર્વતમાળા ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લીનો મોટાભાગનો હિસ્સો નાશ થવાની ઉભા થયેલા જોખમ વચ્ચે લોકોમાં અરવલ્લી બચાવવા વિરોધ આંદોલન શરૂ થયું છે અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ આ મુદ્દે ઘમાસાણ મચ્યું છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અગાઉ કહ્યું હતું કેઅરવલ્લીના કુલ ૧.૪૪ લાખ ચોરસ કિમી વિસ્તારમાંથી માત્ર ૦.૧૯% જ ખાણકામ માટે મંજૂરી લાયક હિસ્સો છે.બાકીનો અરવલ્લી સંરક્ષિત અને સલામત છે.

જેની પ્રતિક્રિયામાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ કહ્યુ કે ‘આ જૂઠું બોલી રહયા છે’
તેઓએ અરવલ્લીનો નાશ કરવાની ભાજપની પેરવી ગણાવી હતી.

આ દરમિયાન ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ સરકાર અરવલ્લી પર્વતમાળાને કોઈ નુકસાન ન થાય અને સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

બીજી તરફ, મેવાડથી મારવાડ અને ઢૂંઢાણ થી શેખાવાટી સુધી જન આક્રોશ જોવા મળ્યો છે. આ મુદ્દો સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.યુવાનો પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર “અરવલ્લી બચાવો” અભિયાન ચાલી રહ્યું છે.

ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે જનતા અને પર્યાવરણ વાદીઓ પોતાનું એક અલગ આંદોલન “અરવલ્લી બચાવો” શરૂ કર્યું છે જે ખાસ કરીને યુવા પેઢીમાં વધુ જોર પકડી રહ્યું છે અને ખાણ કામ કરનારા તત્વોની મેલી મુરાદ પાર નહીં પાડવા કટિબદ્ધ જણાઈ રહ્યા છે.મહત્વનું છે કે પર્યાવરણ મંત્રાલયની ભલામણોને સ્વીકારીને સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાઓને 100 મીટર કે તેથી વધુ ઊંચા પર્વતમાળાઓને સંરક્ષિત તરીકે વ્યાખ્યાયિત કરી છે.

આ નિર્ણયથી રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાનો લગભગ 90 ટકા ભાગ અરવલ્લીની વ્યાખ્યામાંથી બાકાત થઈ હવે આ મોટાભાગના નાના નાના પર્વત અને ટેકરીઓ ઉપર ખાણકામની શક્યતા વધી ગઈ છે જેનાથી અરવલ્લીના નાશ થવાની વાત સામે જન આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ