Surendranagar news: લખતરના તલસાણાના સોલાર પ્લાન્ટ જમીન સંપાદનનું કૌભાંડ ખુલતા ખળભળાટ; કલેક્ટર સહિતના અધિકારીઓ સામે તપાસ શરૂ!

  • Gujarat
  • December 24, 2025
  • 0 Comments

■તલસાણા,નળસરોવર તેમજ ધ્રાંગધ્રાના માલવાણ અને પાટડીમાં સોલાર પ્લાન્ટ જમીન સંપાદનમાં મોટાપાયે ગેરરીતિ! ₹1500 કરોડનું કૌભાંડ સામે આવતા સનસનાટી

■જિલ્લા કલેક્ટરના બંગલે તેમજ તેમના PA જયરાજસિંહ ઝાલાના લખતરમાં આવેલા ઘર પર તપાસ કરવામાં આવી છે.

Surendranagar news: સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સોલાર પ્લાન્ટ આધારિત મોટા જમીન સંપાદન કૌભાંડનું ભૂત ધૂણી ઉઠ્યું છે, ₹ 1500 કરોડના આ કૌભાંડમાં નાયબ મામલતદાર ચન્દ્રસિંહ મોરીની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ આગળ વધી છે.

EDની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી અંદાજે ₹67.50 લાખની બિનહિસાબી રોકડ રકમ અને જમીન સોદાને લગતા અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ પુરાવાઓના આધારે ED એ ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી છે અને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.EDની રેડ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરવામાં આવી છે જેમાં શંકાસ્પદ વહેવારો સામે આવ્યાની વાત છે.હવે,સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલ સામે પણ તપાસ શરૂ થઈ ચૂકી છે.

વિગતો મુજબ તા. 24 નવેમ્બર 2025ને મંગળવારે વહેલી સવારે પાંચ વાગ્યના અરસામાં EDની ટીમે સોલાર પ્લાન્ટ જમીન સંપાદન કેસ અંતર્ગત રેડ કરી જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પુછતાછ શરૂ કરી જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તલસાણા ગામ સહિત નળસરોવર ઉપરાંત ધ્રાંગધ્રાના માલવાણ અને પાટડીના સોલાર પ્લાન્ટમાં મોટાપાયે જમીન સંપાદનમાં ગેરરીતિનો મુદ્દો સામે આવ્યો હોવાનું કહેવાય છે જેમાં સૌ પ્રથમ અધિકારીઓ અને ત્યારબાદ આ કૌભાંડમાં સામેલ અન્ય નામો સામે આવી શકે છે, કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હોવાની વાત પણ ચર્ચામાં આવી છે.

EDની પ્રાથમિક તપાસમાં જમીનના મામલા ઝડપથી મંજૂર કરાવવા સહિત લાભદાયક હુકમો મેળવવા અને રેકોર્ડમાં હેરફેર કરવા બદલ મોટી રકમ વસૂલવામાં આવતી હોવા ઉપરાંત તપાસમાં ખુલ્યું છે કે સરકારી કચેરીમાંથી જમીન સંબંધિત ફાઈલોના ગેરકાયદેસર નિકાલ માટે ખાનગી રીતે લેવડદેવડ થતી હતી અને ઘરેથી જ જમીન પ્રકરણો ચલાવવામાં આવતા હોવાની વાત સામે આવી છે.

EDની ઇનીશ્યલ તપાસનું એપી સેન્ટર આ પાંચનું નિવાસસ્થાન રહ્યું છે જેમાં કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકીના આરોપમાંવર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ સામે તપાસ શરૂ થતાં અન્યો સુધી રેલો પહોંચવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

EDની ઇનીશ્યલ તપાસનું એપી સેન્ટર આ પાંચેયનું નિવાસસ્થાન રહ્યું છે જેમાં કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ તેમાં ઘણા ખુલાસા થશે દરમિયાન કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાના લખતરમાં આવેલા ઘર પર તપાસ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે અગાઉ પણ વર્ષ 2022માં સુરેન્દ્રનગરના તત્કાલિન જિલ્લા કલેક્ટર કે. રાજેશનું મોટા જમીન પ્રકરણમાં નામ ખુલતા તેઓની સામે પણ ED અને CBIએ કાર્યવાહી કરી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લો ભારે ચર્ચામાં આવ્યો હતો ત્યારે હવે ફરી વર્તમાન જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ અને ના. મામલતદાર મોરી સામે જમીન કૌભાંડમાં કાર્યવાહી થતાં આઇએએસ લોબીમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 3 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 4 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 5 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 5 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 8 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 6 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી