
Unnao Rape Case: દેશના સૌથી ચર્ચાસ્પદ ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના નેતાને જામીન મળતા ફરી આ કેસની ચર્ચા છે.દેશના સૌથી ગંભીર કેસોમાંનો આ કેસ છે જેણે સમગ્ર દેશની ન્યાય વ્યવસ્થા અને રાજકારણને હચમચાવી નાખ્યું હતું.
ઉન્નાવની એક સગીરાએ પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર પર બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
પીડિતાએ ન્યાય માટે મુખ્યમંત્રી આવાસની બહાર આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો.આ દરમિયાન પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થતા પીડિતાની કારનો ભેદી અકસ્માત વગરે ઘટનાક્રમ ચર્ચામાં રહયા છે.ઉન્નાવ બળાત્કાર કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા આરોપી, ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા,આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે
તેણીએ આરોપ લગાવ્યો કે ઇન્ડિયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે તેને બળજબરીથી ઢસડીને વાહનમાં બેસાડી,ખેંચી અને ધક્કો માર્યો. તેણીએ કહ્યું, “મારા આખા શરીરમાં લગભગ 250 ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ઢસડી હતી મને ખુબજ દર્દ થયું પણ વેદના સાંભળવા વાળું કોઈ ન હતું?દેશ અને પાડોશી દેશો સાથે સર્જાયેલી આવી અંધાધૂંધ સ્થિતિ ઉપર મયુર જાની સાથે ચર્ચામાં જોડાયા છે ડો.જયનારાયણ વ્યાસ જુઓ વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









