Unseasonal rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ગુજરાતમાં વરસાદ; સૌરાષ્ટ્રમાં અહીં પડ્યો વરસાદ

  • Gujarat
  • December 31, 2025
  • 0 Comments

Unseasonal rain: ગુજરાતમાં ભર શિયાળે માવઠું થવાની કરાયેલી આગાહી વચ્ચે આજે રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે.આજે 31 ડિસેમ્બરના રોજ એક વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડયાના અહેવાલ છે.

આજે રાજ્યમાં આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુંસૌરાષ્ટ્રમાં પોરબંદર સહિત દ્વારકા, કલ્યાણપુરમાં પણ વરસાદ પડયાના અહેવાલ છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ફરી ચિંતા પ્રવર્તી રહી છે હાલ ચણા-જીરું સહિતના ખેતરમાં ઉભા પાકોને માવઠાને કારણે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

પૂર્વ કચ્છના ચોબારી, રામવાવ, મનફરા, કણખોઇ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા.

અહીં ભરશિયાળામાં માવઠું થતા જીરુ, રાયડો, ઈસબગુલ સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે.

રાજ્યના કચ્છ અને પોરબંદર સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ, સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યમાં વર્ષ 2025ની વિદાય અને 2026ના પ્રારંભે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD)ની અસર હેઠળ ગુજરાતમાં 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાંપટાં પડવાની આગાહી થઈ છે.
જેને લઈ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયાના અહેવાલ છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 8 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન