Gujarat Police: ગુજરાત પોલીસ માટે “Bad news” નવા વર્ષે જ ‘પોલીસ કર્મીઓ’ને પગાર નહિ મળે! કારણ જાણી ચોંકી જશો!

  • Gujarat
  • December 31, 2025
  • 0 Comments

■તાયફા કરવામાં વ્યસ્ત ભાજપ સરકાર પાસે પ્રજાના રક્ષકો માટે પૈસા ખૂટી પડ્યા!

Gujarat Police: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવા મહત્વના વિભાગમાં રાત દિવસ જોયા વગર કામ કરતા પોલીસ કર્મચારીઓને નવા વર્ષ ઉપર જ પગાર મળવાનો નથી,સરકારી ડિપાર્ટમેન્ટના મહત્વના વિભાગ એવા પોલીસ ખાતાના મહેનતાણા માટે તંત્ર પાસે ગ્રાન્ટ નથી એ શરમજનક વાત કહી શકાય.

જે રીતે વિગતો સામે આવી રહી છે તેમાં જાણવા મળી રહ્યું છે કે “પૂરતી ગ્રાન્ટ ન હોવાને કારણે ડિસેમ્બર-2025ના પગાર બિલો નિયત સમય મર્યાદા (23 ડિસેમ્બર) સુધીમાં તિજોરી કચેરીમાં રજૂ કરી શકાયા નહી હોવાથી પગારમાં વિલંબ થશે” આ માટે વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે.

સરકાર આ મામલે કેટલી ઝડપથી ગ્રાન્ટ રિલીઝ કરીને કર્મચારીઓને રાહત આપે છે તેતો આવનારો સમય કહેશે પણ પોલીસ પરિવારોની ‘હેપ્પી ન્યુ ઈયર’ની મજા બગડી છે તે નકારી શકાય નહીં.

જોકે,હાલમાં વિલંબથી પગાર બિલો સ્વીકારવા માટે મંજૂરી માંગવામાં આવી છે,પણ જો ગ્રાન્ટ ફાળવવામાં હજુપણ જો વધુ સમય લાગશે તો પોલીસ કર્મીઓનું નવું વર્ષ ઉપર આર્થિક સંકટ સર્જાવાની શક્યતાઓ ઉભી થઈ છે.

વિગતો મુજબ ગ્રાન્ટની અછત ઉભી થતાં રાજ્યના તમામ પોલીસ કમિશનર અને રેન્જ કચેરીઓ તથા સી.આઈ.ડી. ક્રાઈમ, ઈન્ટેલીજન્સ અને રેલ્વે વિભાગ તેમજ હથિયારી એકમો અને એસ.સી.આર.બી. ગાંધીનગર જેવા વિભાગોમાં કામ કરતા હજ્જારો પોલીસ કર્મચારીઓને પગાર મળવામાં વિલંબ થશે અને નવા વર્ષ ઉપર જ પગાર અટવાઈ ગયો છે.

સરકાર ખોટા તાયફા કરવામાંથી ઊંચી આવતી નથી પરિણામે કરોડોનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે નવા વર્ષ ઉપર જ પોલીસને પગાર કરવા હવે પૈસા ખૂટી જતા ભારે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

  • October 2, 2026
  • 3 views
R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 5 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 6 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 7 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 6 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 8 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ