ST Corporation: નવા વર્ષે મધ્યમ વર્ગીય 27 લાખ મુસાફરોને મળશે મોંઘવારીની ગિફ્ટ! બસ ભાડામાં આજે મધરાતથી વધારો!

  • Gujarat
  • December 31, 2025
  • 0 Comments

ST Corporation: નવા વર્ષના પ્રારંભે જ સરકારે મધ્યમ અને ગરીબ જનતાને મોંઘવારીની ભેટ આપી છે જે લોકો પાસે કાર કે પોતાનું વાહન નથી અને પરિવાર સાથે એસટી બસમાં મુસાફરી કરે છે તેવા વર્ગને હવે મુસાફરી કરવા વધુ પૈસા ચૂકવવા પડશે,આ ભાવ વધારો આજે મધરાતથી જ અમલ કરવામાં આવશે.

નવા વર્ષથી ગુજરાત એસ.ટી.ના ભાડામાં સરકાર દ્વારા 3 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેની સીધી અસર 27 લાખ મુસાફરો પર પડવાની છે.આ પહેલા 28 માર્ચ, 2025ના રોજ પણ ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યા બાદ માત્ર નવ મહિનામાં જ બીજી વખત એસટી ભાડા વધારો કરવામાં આવ્યો છે.

જણાવા મળતી વિગતો અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવામાં આવ્યો છે.આમ,નવા વર્ષના પ્રારંભે મુસાફરોને મોંઘવારીની ભેટ આપવામાં આવી છે.

■એસટી બસમાં દૈનિક 27.18 લાખ મુસાફરો મુસાફરી કરે છે.

એક અંદાજ મુજબ રાજ્યમાં દૈનિક 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને કુલ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરતા હોવાનું નોંધાયું છે.જ્યારે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા (GSRTC)ની કુલ 8,320 બસ દૈનિક 42,083 ટ્રીપ કરવામાં આવે છે આ તમામ એસટી બસો દરરોજ 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે છે.

ગુજરાતના 18,367 ગ્રામ્ય રૂટ એટલે કે 99.34 ટકા ગામડાઓમાં એસ.ટી. નિગમની બસ કાર્યરત છે જ્યારે દૈનિક સરેરાશ 68,000 જેટલી ઓનલાઈન ટિકિટ બુક થઈ રહી છે આમ,ભાડામાં વધારો થતાં 27 લાખ જેટલા મધ્યમ વર્ગીય લોકો પ્રભાવિત થશે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

PM Degree RTI Case: PMની ડિગ્રી ખાનગી માહિતી, ગુજરાત HCએ કેજરીવાલની અપીલ ફગાવી; ₹25 હજારનો દંડ યથાવત
  • October 2, 2026

PM Degree RTI Case: ગુજરાત હાઇકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાની માંગ સાથે અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને…

Continue reading
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

  • October 2, 2026
  • 3 views
R Veeramani, POCSO Case: ફરિયાદ અને વીડિયો હોવા છતાં કાર્યવાહી કેમ ન થઈ? વીરમણિ POCSO કેસમાં પોલીસની કામગીરી પર સવાલ

Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

  • October 2, 2026
  • 5 views
Mohan Yadav Land Deals: મોહન યાદવ પરિવારની જમીનમાં 4 વર્ષમાં મોટો વધારો? ઉજ્જૈનના જમીન સોદાઓ પર ઉઠ્યા સવાલ

Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

  • October 2, 2026
  • 6 views
Ken Betwa Project Protest: 19 દિવસથી ‘ચિતા આંદોલન’ છતાં ઉકેલ નહીં, પન્નામાં અમિત ભટનાગર સહિત અનેકની ધરપકડ

SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

  • October 2, 2026
  • 7 views
SC Great Nicobar Project: ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટ પહોંચ્યું કેન્દ્ર, હાઇકોર્ટની સુનાવણી રોકવાની માંગથી સવાલ

SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

  • October 2, 2026
  • 6 views
SIR પર Murli Manohar Joshi ની ટિપ્પણી, ‘દરેક સરકાર સત્તામાં ટકી રહેવા માંગે છે’

SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ

  • October 2, 2026
  • 8 views
SIR Voter List Controversy: ‘સોફ્ટવેરનું પાલન કરવું કે કાયદાનું?’ SIR મામલે બોમ્બે હાઇકોર્ટના ચૂંટણી પંચને સવાલ