IPS-ISA promotion: નવા વર્ષના પ્રારંભે રાજ્યમાં IAS-IPS કક્ષાના અધિકારીઓને બઢતીના આદેશ,જુઓ કોને કોને ક્યા વિભાગમાં મળ્યું પ્રમોશન

IPS-ISA promotion: નવા વર્ષ 2026ના પ્રારંભે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બહાર પડેલા સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે 1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી અને IPS કક્ષાના અધિકારીઓની પણ બઢતીના આદેશ થયા છે.નવા વર્ષની શરૂઆત સાથે મળેલા આ પ્રમોશનથી રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.

●જે અધિકારીઓને બઢતીના આદેશ થયા છે તેઓના નામ અને વિભાગ આ મુજબ છે.

●મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે.

●ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી મળી છે.

●રાજીવ ટોપ્નો (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે.

●મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી મળી છે.

●મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે.

■આ અધિકારીઓને પે-મેટ્રિક્સના લેવલ 17 મુજબ (₹ 2,25,000 ફિક્સ) સાથે બઢતીના ઓર્ડર થયા છે.

 

●રાજ્યના 14 IPS અધિકારીઓને DGP થી લઈ DIG સુધી બઢતી આપવામાં આવી છે

રાજ્યના 14 IPS અધિકારીઓને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) થી લઈને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG) ગ્રેડ સુધીની બઢતી આપવામાં આવી છે.

■DGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 16 -₹ મુજબ 2,05,400-2,24,400)

●નરસિમ્હા એન. કોમર: વડોદરા પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી મળી છે.

●ડો. પ્રફુલ્લ કુમાર રોશન: એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ) ને DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી મળી છે.

●ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર) ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે બઢતી આપવામાં આવી છે.

■ IGP ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 14 મુજબ ₹ 1,44,200-2,18,200)

●નીરજ કુમાર બડગુજર: અમદાવાદ શહેર (સેક્ટર-1) ના એડિશનલ પોલીસ કમિશનરને બઢતી આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિમણૂક અપાઈ છે.

●સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા બઢતી મળી છે.

■ DIG ગ્રેડમાં પ્રમોશન (પે લેવલ 13-A – રૂ. 1,31,100-2,16,600):

●ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર) થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી આપવામાં આવી છે.

●શબલરામ મીણા: રાજ્યપાલના ADC ને DIG ગ્રેડમાં બઢતી મળી છે.

●ડો. કરણરાજ વાઘેલા: DCP (ઇકોનોમિક વિંગ, સુરત) ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે બઢતી મળી છે.

●એસ.વી. પરમાર: કમાન્ડન્ટ (SRPF, મહેસાણા) ને DIG ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે.

●એ.એમ. મુનિયા: કમાન્ડન્ટ (SRPF, ગોધરા) ને DIG ગ્રેડમાં બઢતી મળી છે.

આ સિવાય કેન્દ્ર અથવા અન્ય કેડરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ ડો. વિપુલ અગ્રવાલ (DDA, દિલ્હી) અને સૌરભ સિંહ (R&AW) ને પણ તેમના મૂળ કેડરમાં પ્રમોશનના આધારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ મળ્યો છે, જુઓ આ લિસ્ટ

 

●રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે,આ રહ્યું લિસ્ટ

●ગુજરાત કેડરના IPS અધિકારીઓને ‘સિલેક્શન ગ્રેડ’માં બઢતી આપવામાં આવી છે જુઓ લિસ્ટ

■ડૉ. કે.એલ.એન. રાવ બન્યા ગુજરાતના ઇન્ચાર્જ DGP

દરમિયાન,31 ડિસેમ્બરે ગુજરાતના DGP વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થતા ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે.મહત્વનું છે કે એલ.એન.રાવ હાલ CID ક્રાઈમમાં ફરજ બજાવી રહયા છે. ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે જેઓને નિવૃત્તિને હજુ 22 મહિનાનો સમય બાકી છે ત્યારે તેઓને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ DGPની જવાબદારી આપવામાં આવી છે.આમ,નવા વર્ષ ઉપર ગુજરાતમાં રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પ્રમોશનનો લાભ મળતા વર્ષની શરૂઆત લાભદાયી નીવડી છે તેથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

  • September 21, 2026
  • 2 views
Adani Power Project માટે 1,400 પરિવારોના ઘરો તૂટ્યા, હવે એ જ જમીન પર ₹48,000 કરોડના પ્લાન્ટની આધારશિલા

Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

  • September 21, 2026
  • 2 views
Jharkhand JMM MMDR Protest: ઝારખંડમાં MMDR સુધારા સામે JMMનું રાજ્યવ્યાપી આંદોલન, ખનિજ અધિકારો અને આવકને લઈને કેન્દ્ર સામે સવાલ

Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

  • September 21, 2026
  • 5 views
Delhi SIR Notice: દિલ્હી SIRમાં CM રેખા ગુપ્તાને નોટિસ, તરત વેરિફિકેશન બાદ નામ માન્ય; સામાન્ય મતદારો માટે પણ આવી જ ઝડપ રહેશે?

Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

  • September 21, 2026
  • 7 views
Meghalaya HIV Cases: મેઘાલયમાં 2010 પછી HIV કેસોમાં 58.74% વધારો, સરકારની નીતિ પર સવાલ

Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Siang Multipurpose Project: અરુણાચલમાં સિયાંગ પ્રોજેક્ટને લઈને કોંગ્રેસનો વિરોધ, સુરક્ષા તૈનાતીથી લઈને ₹1,270 કરોડની CBI તપાસ સુધી પેમા ખાંડુ સરકાર પર સવાલ

Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ

  • September 21, 2026
  • 8 views
Manipur Kuki Zo Council Demands: Kuki-Zo કાઉન્સિલે મણિપુરની વહીવટી વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ, રાષ્ટ્રપતિ શાસનની ફરી માંગ