Surendranagar News: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની ધરપકડ!

■EDએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનથી સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી.

Surendranagar News: સુરેન્દ્રનગરના ₹1500 કરોડના ચકચારી જમીન કૌભાંડ પ્રકરણમાં આખરે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ થતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.આ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ થઈ હતી તેઓ 1 જાન્યુઆરી સુધી રિમાન્ડ હેઠળ હતા બાદમાં કોર્ટ કસ્ટડીમાં છે તેમની હવે એસીબી પૂછતાછ માટે કસ્ટડી લે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના મસમોટા જમીન કૌભાંડની વિગતો ખુલતા ભારે હડકંપ મચ્યો હતો અને રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી હતી અને વેઇટિંગ ઇન પોસ્ટિંગ મૂકી દીધા હતા અને તેમની સેવાઓ આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપવામાં આવી હતી.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોપાયો હતો.23 ડિસેમ્બરે દિલ્હીથી ગુજરાતમાં આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરતા ₹ 67.50 લાખ રોકડ સહિત પૈસાની લેતીદેતીના વ્યવહારો, દસ્તાવેજો તેમજ મોબાઈલમાં આ અંગેના પુરાવા મળ્યા હતા.

ત્યારબાદ જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હોવાની વાતનો ખુલાસો થયો હતો અને કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી.સુરેન્દ્રનગર કલેક્ટર કાર્યાલયમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી ખુલ્લી પડી છે.જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં કેટલાક ખુલાસા થતા હવે તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની પૂછતાછ બાદ ઈડીની ટીમે તેમને ગાંધીનગરથી એરેસ્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હવે આગળની તપાસમાં મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં દાખલ થયેલ એક કેસની તપાસ દરમિયાન સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ ખુલ્યું હતું. સમગ્ર મામલે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સામે કાર્યવાહી થઈ છે. આજે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલને 4 વાગ્યે ED કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 2 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 3 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 8 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?