
BengalNews: બંગાળમાં આગામી ચૂંટણીઓની વ્યહ રચના માટે અમિત શાહની બંગાળની મુલાકાત વધી છે અને આ દરમિયાન અમિત શાહ અને મમતા બેનર્જી વચ્ચે શાબ્દિક ચકમક ઝરતી રહે છેઆ બધા વચ્ચે અમિત શાહે જે દાવો કર્યો છે જે ભારે ચર્ચામાં આવ્યો છે અમિત શાહે દાવો કર્યો છે કે આગામી તા.૧૫ એપ્રિલ, ૨૦૨૬ પછી, જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે, ત્યારે અમે બંગ ગૌરવ અને બંગ સંસ્કૃતિને પુનર્જીવિત કરીશું.
આ ‘બંગભૂમિ’ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપની સ્થાપના અહીંના એક અગ્રણી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી.આમ,બંગાળમાં ભાજપની સરકાર બનશે તેવી તેમણે અગાઉથી જાહેરાત કરી છે.
બીજી તરફ મમતા બેનરજીએ અમિત શાહને તમે જે હોટલમાં સંતાઈને બેઠા છો ત્યાંથી ‘પોતે (મમતા) ઈચ્છેતો નીકળી પણ ન શકે! આ મુજબના નિવેદનો વચ્ચે વાકયુદ્ધ ચાલુ છે ત્યારે આ મુદ્દે The Gujarat Reportના MD મયુર જાનીએ જાણીતા વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી જેઓએ આ મામલે બંગાળ અને દેશની રાજનીતિ ઉપર પ્રકાશ પાડ્યો હતો,આ માટે જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે










